SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ માતૃદેવો ભવ રાણી ત્રિશલાની કૂખમાં વર્ધમાન છે. જાણે રત્નાકરના પેટમાં લાખેણું મોતી ! ભારે એનું જતન છે! ભારે એની ખેવના છે! દિવસો ચાલ્યા જાય છે. માતા ઓધાન ભરે છે ! ગર્ભવતી માની આપદાઓનો પાર નથી. મનમાં ભાવા ઘણા થાય છે, પણ મોંએ કંઈ ચઢતું નથી. પેટમાં ખાડો છે, બત્રીસ પકવાન સામે છે, ને ખાવું ભાવતું નથી ! માતાનું મન છે ને ? પેટના જણ્યાના કલ્યાણ માટે ન જાણે કેવી કેવી આપદા વેઠે છે. મા વાયુ કરનાર પદાર્થ ખાતી નથી, રખેને બાળક ખંધિયો થાય ! અતિ પિત્ત કરનાર પદાર્થ ખાતી નથી, રખેને બાળક ટાલિયો થાય ! અતિ કફ કરનાર પદાર્થ ખાતી નથી, રખેને બાળક કોઢિયો થાય ! ન અતિ ગરમ જમે છે, ન અતિ ઠંડું. ખારું-ખાટું તો છોડી જ દીધું છે. માને વળી જીભના ભાવા-અભાવા કેવા ? માતા ને મુનિ જીભના સ્વાદમાં ને જીવનના શીલમાં સરખાં. મા દિવસે ઊંઘતી નથી, રખેને બાળક ઊંઘણશી જન્મે ! મા શાક-પાંદડું ખાતી નથી, રખેને બાળક શ્યામ જન્મ ! અણિયારી આંખમાં મા અંજન આંજતી નથી, રખેને પુત્ર રતાંધળો માતૃદેવો ભવ % ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy