SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ રે ચંડકૌશિક ! લોકો તારા બે ભવ નિરર્થક ગયા માને છે; પણ હું તારા કેટલાય ભવ નિરર્થક થતા જોઉં છું. કૌશિક ! તારા પહેલાના ભવની જ વાત કરું. “ગોભદ્ર નામનો તપિયો છે. મહિના મહિનાના ઉપવાસ કરે છે. કાયા ગાળી નાખી છે. માયા કાઢી નાખી છે. શ્રમણધર્મનું એ વિધિવત્ પાલન કરે છે. એક વાર શિષ્ય સાથે એ ભિક્ષા લેવા નીકળ્યો. ચોમાસાના દિવસો છે. રસ્તાઓની બંને બાજુએ ખાડાઓ પાણીથી ભરેલા છે. દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરતાં આમથી તેમ કૂદે છે, મારગ વચ્ચે પણ કૂદે છે. ગોભદ્ર તપસ્વી સાવધાનીથી-ઉપયોગથી ચાલે છે, પણ અચાનક એક દેડકી પગ નીચે આવી ગઈ, ત્યાં ને ત્યાં મરી ગઈ. શિષ્ય ગુરુનું ધ્યાન ખેંચ્યું, વાત ત્યાંથી પતી ગઈ લાગી, પણ સાંજે ગુરુશિષ્ય દિવસનાં કાર્યોની આલોચના કરવા બેઠા; ગુરુએ બધાં કર્મો સંભાર્યા, પણ દેડકીવાળું કર્મ ન સંભાર્યું. શિષ્ય તરત ગુરુને કહ્યું : “સવારવાળી દેડકી રહી ગઈ, બાપજી ! એ પાપની આલોચના બાકી રહી !' ગુરુને ક્રોધ ચડ્યો. એમણે તો એક હાથનો ચેલો અને બે હાથની જીભ એની જોઈ.” કહ્યું, “રે મૂર્ખ ! ગુરુનો આ અવિનય ? ને ગુરુ અવિવેકી શિષ્યને શિક્ષા કરવા ઊભા થયા. શિષ્યની ચોટલી ઝાલી એને શિક્ષા કરવા ધાયા. ચેલો પણ ચેત્યો. ગુરુના ક્રોધને એ જાણતો હતો. જવાળામુખી ફાટે ત્યારે તો ભાગવામાં જ સલામતી. ચેલો ઊઠીને ભાગ્યો. બહાર નીકળે તો ફજેતો થાય. અંદર મકાનમાં આડોઅવળો થવા લાગ્યો. વચ્ચે અનેક થાંભલા હતા. એ થાંભલા આડે ચેલો છટકબારી રમવા લાગ્યો. ગુરુનો ક્રોધ વધ્યો. એમણે શિષ્યને પકડવા પેંતરા લેવા માંડ્યા: જાણે ગુરુ-ચેલાએ ઝાલ-ઝલામણીની રમત રમવા માંડી ! એવામાં શિષ્ય પર ઝપટ કરતાં ગુરુનું થાંભલા સાથે જોરથી માથું અફળાયું. શ્રીફળની જેમ માથાનો ગોટો વધેરાઈ ગયો. ત્યાં ને ત્યાં ખોપરી ફાટી જવાથી ગુરુ મૃત્યુ પામ્યા. એ જ ગોભદ્ર શ્રમણનો બીજો અવતાર તે કૌશિક તાપસ. એનો ત્રીજો અવતાર તે તું સાપ ! તપથી વિશુદ્ધ તારા જીવનમાં ક્રોધરૂપી વિષબિંદુનો પ્રવેશ, ને કેટકેટલા ભવની બાજી તું હાર્યો !” પણ હવે આજ હારીને જીતી જા, ચંડકૌશિક ! ' સાપ હાલ્યો, મહાવીરને ફરતી ત્રણ પ્રદક્ષિણા ફર્યો, પણ અરે ! આટલો ૨ % ભગવાન મહાવીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004520
Book TitleBhagavana Mahavira
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy