SearchBrowseAboutContactDonate
Page Preview
Page 994
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ૨૪ મોદી-પત્નીની મહાનતા જૈન ધર્મના અનુયાયી તેઓ છે, જેઓ ધર્મમર્યાદાઓને યથાશકિત પાળે છે,ફકત જન્મે જૈન હોવાથી જ જૈનત્વની છાપ નથી ઊપસતી પણ કર્મે જૈન દ્વારા જ ધાર્મિકતા ઓળખાય છે. સુથાર, લુહાર, ભંગી, કોળી, હજામ, દરબાર, મોચી, મોદી, અનેક ક્ષત્રિયો, ઉપરાંત બ્રાહ્મણોએ પણ અન્ય જ્ઞાતિમાં જન્મ છતાં જીવનાચારમાં જિનધર્મની પાલના કરી પોતાને જન્મે જૈન કરતાં પણ સારી ઓળખાવી છે. બની ગયેલો એક સત્ય પ્રસંગ ફક્ત સત્યતાનો જ પુરાવો નહીં બલ્કે તત્ત્વજ્ઞાનનો જ વધારો રજૂ કરશે. પ્રજાવત્સલ રાજાનું કર્તવ્ય તે પ્રજાની રક્ષા કરવી, પણ રક્ષક જ જ્યારે ભક્ષક સ્વરૂપ ધારણ કરે ત્યારે કેવી વિષમતા સર્જાય? પ્રજાજન તરીકે રહેલ મોઠી મધ્યમ પરિવારનો ઉત્તમ સદસ્ય હતો. ઘરમાં રૂપરૂપના અંબારસમી સ્ત્રી હતી, જાણે કે રાંક પાસે રત્ન. એક દિવસ નગરના રાજાને તે રૂપરમણીની માહિતી ક્યાંકથી મળી અને પછી યુક્તિપૂર્વક મોઢ પત્નીને પ્રત્યક્ષ નીરખવાનું પણ ગોઠવી દીધું. પ્રથમ નજર નિક્ષેપમાં જ રાજા તેણીની રૂપસંપત્તિ સહન ન કરી શકવાથી ઇર્ષ્યામાં સપડાયો. આવી સ્ત્રી તો રાજમહેલે જ શોભે. રાજા ભૂલ્યો કે મોદીપત્ની ફૂંકત રૂપવાન જ નથી ગુણવાન પણ છે, ધર્મવાન પણ છે અને જ્ઞાનવાન પણ ખરી. મનની અકળામણ દૂર કરવા તેણે મોઢીને રાજ્યમાનીતો હોવાથી રાજ્યના કામથી બહાનું બનાવી બહારગામ મોકલ્યો અને પોતાનું મેદાન મોકળું કર્યું. જેવો મોદી પરગામ ગયો રાજાએ તક ઝડપી મોદીપત્નીને રાજમહેલે આવી જવા ગુપ્ત કહેણ ગુપ્ત પ્રતિનિધિ દ્વારા પાઠવી દીધુ. શીલવંતી નારી રાજાની આસક્તિ પામી ગઈ. પતિવિરહની યુકિત સમજી ગઇ. ભદ્રિક સ્વભાવી તેણીએ સ્વયંના શીલની રક્ષા માટે મહેલમાં જઇ મહારાજાના તાબે થઇ શીલનો સોદો કરવાના બદલે રાજાને જ મોહની માયાથી મહાત થતો બચાવવા અને તત્ત્વજ્ઞાનનો સ્વાદ ચખાડવા પોતાના ઘેર રત્રે જમવા આમંત્રણ આપ્યું. રાગાંધ રાજા રાજી થઇ ગયો. આવ્યો જમવા પણ તેની ખરી ભૂખ તો રૂપવંતી કાયાની હતી. મોઠી પત્નીએ પણ બુદ્ધિથી જવાબ આપતાં રાળના ભોજનથાળમાં વિવિધ વાનગીઓના સ્થાને વિવિધ આકારપ્રકારની પ્યાલીઓ ગોઠવી દીધી અને બધીય ધાતુ-માટીની પ્યાલીમાં થોડો થોડો દૂધપાક રેડી દીધો. Jain Education International For Private ચતુર્વિધ સંઘ રાજાને સ્વાદ લેતો કરવા તેની ઇચ્છાનુરૂપ વાર્તાલાપમાં થોડી પ્યાલીઓ આસ્વાદતો કરી દીધો. વારાફરતી બધીય પ્યાલીઓના દૂધપાકને સ્વાદતો રાજા થાકી ગયો, કારણકે બધાયમાં એકમાત્ર દૂધપાક હતો, એક જ સ્વાદ હતો, વિવિધતા કંઇ ન હતી, જ્યારે આવા એકપ્રકારી ભોજન માટે રાજાએ પ્રશ્ન ઉઠાવ્યો, તક ઝડપી મોદીપત્નીએ તત્ત્વપ્રરૂપણા કરવામાં બાકી ન રાખ્યું. “ હે રાજન ! પ્યાલીના આકાર-પ્રકાર અલગ અલગ એ તો કૃત્રિમ બનાવટ છે તેમ રૂપાળી-કાળી, જાડી-પાતળી, ઊંચી-નીચી, નાજુક-નમણી શ્રીકાયા કર્મની સજાવટ છે. પ્યાલીમાં તો એક જ સરખો દૂધપાક હતો તેનો સ્વાદ તમે ચાખ્યો તેથી વિવિધતા ન હોવાથી મન અકળાયું ને પ્રશ્ન થયો, આવો પ્રશ્ન આત્માને પૂછવાનો છે કે સ્ત્રીંદહમાં, જેમાં લોહીમાંસ, વિષ્ટા-સૂત્ર, ગંદકી જ ભરી છે તેવી એક સરખી પ્યાલી જેવી કાયામાં માયા રાખી ભોગનો રસ માણવાની મૂર્ખતા કરતાં મન કેમ અકળાતું નથી? આપ તો રાજા છો, અમે પ્રજા. અમારી રક્ષા કોણ કરશે? સતીનારીઓને પતિવ્રતા રહેવા દેવામાં સાથ કોણ આપશે? હે રાજન ! મનમર્કટને વશ કરો તો પ્યાલી જેવી નારી દીઠી પણ નહીં ગમે. વારંવાર એજ પશુ ક્રિયા કરતાં મન ઘરડું બની જુગુપ્સા કરશે. સાચું સુખ તો આત્મામાં છે. તે સ્ત્રી કે પુરુષના સંયોગથી ન મળે, હે પ્રજાવત્સલ! કદાચ મારાથી વધુ કહેવાયું હોય તો નાના મોઢે વધુ કહેવામાં હું તમારી ક્ષમાયાચના કરું છું. મિચ્છામિ દુક્કડમ ! ખરેખર મોદી પત્નીએ રાજાનો મોહનશો ઉતારી સ્વસ્થ કરી દીધો. પોતાનું ગૌરવ ગુમાવી રહેલ રાજાને સન્માનિત સ્થિતિમાં મૂકી દીધો. રાજાએ મોઠીપત્નીની ક્ષમા માંગી. એક સામાન્ય નારી પણ અસામાન્ય શકિત ધરાવી શકે છે તેનો ખ્યાલ કર્યો. રાજા પાછો ગયો, મોદી પાછો વળ્યો. એક નારીના શીલસંકલ્પે સહુ સુખી થયાં. ૨૫ શીલવંતી સુશીલા ઉત્તમ આત્માઓ ઉપર પણ કર્મો ક્યારે કેવાં વિચિત્ર આક્રમણ કરી તેના ધર્મની પરીક્ષા કરી નાખે તેનું કંઇ નિશ્ચિત કહેવાય નહીં. છતાંય કયારેક પુરુષો કરતાંય અબળા ગણાતી શ્રી સબળા સ્વરૂપને ધારણ કરી પતિને પણ માર્ગદર્શન આપતી હોય છે. શ્રાવિકા સુશીલા તેનું પ્રત્યક્ષ દષ્ટાંત છે. તેણીનો તિ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy