SearchBrowseAboutContactDonate
Page Preview
Page 990
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬૬ સુદર્શન શ્રેણીનું નામકામ ખૂબ ગવાયું છે પણ તેમના જીવનવિકાસમાં તેમનાં જ શ્રાવિકા મનોરમાનો જે ફાળો છે તેની નોંધ ભાગ્યેજ કોઈક કરી હશે. જેમ प्रभु મહાવીરદેવના જીવનચરિત્રમાં પ્રભુજીના પરિવારના બધાય સદસ્યાની નાની મોટી ઘટનાઓ સ્થાન પામી જોવા મળે છે, પણ પરમાત્માનાજ સંસારી અવસ્થાના અર્ધાંગિની યશોદાનાં જીવનકવનની વાતો અપ્રકાશિત રહી જવા પામી છે તેમ ઉત્તમ ઐતિહાસિક પુરૂષોના અંગત પીઠબળ જેવી તેમની શ્રાવિકાઓના પરિચયોથી અનેક લોકો બહુ જ દૂર છે. શ્રેષ્ઠી સુદર્શન જન્મથી જ અત્યંત રૂપવંત હતા. તેથી જ તેમનું નામકરણ સુદર્શન રાખવામાં આવેલ. વૈરાગી-સંસ્કારી ને જિનધર્મના અઠંગ રાગી તે યુવાન માટે ચારિત્રજીવન જ યોગ્ય હતું, છતાંય પુણ્યાનુબંધી પુણ્ય અને ભોગાવલિ કાના કારણે તેમના વિવાહ શ્રીમંત શ્રેષ્ઠીની કન્યા મનોરમા સાથે થયા હતા. મનોરમા રૂપવંતી નારી તો હતી જ સાથે ધર્મવંતી પણ હતી. સાંસારિક ફળ રૂપે તેણીને પુત્રો જન્મ્યા, છતાંય રૂપલાવણ્યની ઓછાશ નહોતી આવી. શ્રેષ્ઠી સુદર્શન એક પત્નીવ્રતા હતા તો મનોરમા પણ કટ્ટર પતિવ્રતા નારી હતી. તેથી જ પોતાના પતિને રાજાના પુરોહિત કપિલ જેવા અજૈન સાથે પ્રીતિ અને મૈત્રી છતાંય ક્યાંય તે બાબતનો વાંધો નહોતો કર્યો, બલ્કે વિશ્વાસ હતો કે પોતાના પતિના સંગે ધર્મવિહોણા પણ ધર્મના રંગે ચઢી જશે. પોતાના પતિની સંપૂર્ણ ધાર્મિક દિનચર્યા, પ્રભુ વીર પ્રતિનો અનન્ય રાગ, પ્રભુજીની દેશનાશ્રવણના આંતરિક રાગ પાછળ મોતથી પણ નિર્ભય અને કરેલ અર્જુનમાળી જેવા પાપીનો પણ ઉધ્ધાર વગેરે ઘટનાઓથી તેણીનું મન ભરેલું હતુ. તેથી જ પતિ માટે સગી નારી બીજો વિચાર પણ કેમ કરે કે પોતે પણ પરપુરુષનો પરિચય પણ કેમ ઝંખે? તેથી જ જ્યારે પુરોહિત પત્ની કપિલાથી છેતરાયેલ પોતાના પતિ તેણીની કામવાસનાના ચકકરથી પાછા બચી આવ્યા ત્યારે તે કપિલાની દુષ્ટ ભાવનાની વાતો ન તો સુદર્શને પોતાની વિશ્વાસપાત્ર પત્ની મનોરમાને જણાવી કે ન તો શ્રાવિકાએ પોતાના સદાચારી શીલપ્રેમી શ્રાવક માટે કપિલાની મેલી મુરાદની કોઇ કલ્પના પણ કરી. જ્યારે પોતાનાં સુંઠર અને સુડોલ બાળકો સાથે મનોરમા ઉપવનમાં ફરવા આવી ત્યારે જ રાણી અભયાએ ખ્યાલ આપી Jain Education International For Private ચતુર્વિધ સંઘ કપિલાને જણાવ્યું કે તે બાળકો તો સુદર્શનનાં જણાય છે, કારણકે બાળકો સાથેની નારી તે તો સુદર્શન શેઠની પત્ની મનોરમા છે. ત્યાં સુધી ઉત્તમ ઘરની મર્યાદાઓને કારણે સુદર્શનમાં મોહાયેલ કપિલા તેની પત્ની મનોરમાને ઓળખતી પણ ન હતી. અંતે જયારે કપિલાની ચઢામણીમાં આવી રાણી અભયાએ શ્રેષ્ઠી સુદર્શનને શીલભ્રષ્ટ કરવા નિષ્ફળ પ્રયાસ કર્યો અને ચોરી ઉપર સીન્નાજોરીની જેમ પોતાના રાજા દ્વારા જ અભયા શ્રેષ્ઠી સુર્શનને શૂળીની સજા કરાવવામાં નિમિત્ત બની, ત્યારે પોતાના પતિની રાજા દ્વારા થઇ રહેલ ભરબજારમાં અવહેલના દેખી દુ:ખી થઇ ગઇ. કદી પણ પોતાના પતિદેવ આવાં વાસનાજનિત દુષ્કાર્યો ન જ કરે તેવી દૃઢ શ્રદ્ધા સાથે · મનોરમાએ પતિને કલંક અને શૂળીની સજાથી ઉગારી લેવા જૈનમાર્ગીય કાઉસગ્ગ કરેલ. દેવતાઓના સિંહાસન ચલાયમાન થઇ ગયેલ. શૂળીનું સિંહાસન થઇ ગયું. તેમાં સુદર્શનની સાથે મનોરમાની સૂક્ષ્મ આરાધનાની શક્તિઓ હતી. અંતે છાશવારે પૌષધવ્રતમાં અનુકૂળ બનનાર મનોરમાએ પતિને દીક્ષા માટે પણ સહર્ષ અનુમતિ આપી છે, જે સત્ય હકીકત છે. ૨૦ સૂક્ષ્મ સાધના સુભદ્રાની જયાં જયાં નવકાર ત્યાં ત્યાં ચમત્કાર. અનેક ઘટનાઓ ઇતિહાસના પાને નોંધાણી છે. તેમાં સતી સુભદ્રાનો પ્રસંગ જગજાહેર છે. વસંતપુર નગરના રાજા જિતશત્રુ હતા. તે જ નગરમાં શ્રાવક જિનદાસ અને શ્રાવિકા જિનમતિ રહેતાં હતાં. તેમની સુપુત્રીનું નામ સુભદ્રા હતું. યૌવનાવસ્થા પામી, ત્યારે બુદ્ધદાસ નામે બૌદ્ધધર્મી એક વ્યકિત વ્યાપારાર્થે ત્યાં આવ્યો. તેની નજર સુભદ્રા ઉપર ગઇ અને કામરાગ ઉત્પન્ન થયો, પણ તપાસ કરતાં સમાચાર મળ્યા કે સુભદ્રા ફકત જૈનધર્મી સાથે જ પરણવા ઇચ્છે છે, જૈનેતર સાથે નહીં. તેથી મોહ પામેલો બુદ્ધદાસ ઉપાશ્રયે પહોંચ્યો. સાધુ મહાત્માની સેવા દ્વારા તેમને પ્રસન્ન કરી શ્રાવકાચાર શીખ્યો અને માયા સાથે જિનપૂજાદિ કાર્યો કરવા લાગ્યો. તેવું કરવાથી તેની ઇચ્છા પૂર્ણ થઇ અને સુભદ્રા સાથે લગ્ન પણ થયાં. તે સ્ત્રી પોતાના સાસરે આવી અને પોતાની ધર્મક્રિયામાં જોડાવા લાગી પણ ચંપાનગરી આવ્યા પછી જ ખ્યાલ આવ્યો કે તેણી તો બૌદ્ધધર્મીને ત્યાં પરણી હતી. તેથી જૈન ધર્મની આરાધનાઓ તે ઘરમાં શક્ય ન હતી. છતાંય મનને મજબૂત બનાવી તેણી જિનપૂજા, સામાયિક વગેરે અનુષ્ઠાનો કરવા Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy