SearchBrowseAboutContactDonate
Page Preview
Page 947
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ધંધાના શ્રીગણેશ કર્યા. વિદેશમાં ભારતીય ઔદ્યોગિક શાખા શરૂ કરવાનો પ્રબળ ઉત્સાહ છેક શરૂઆતથી જ રહ્યો છે. ૧૯૭૩માં મુંબઈના ઘણા જિલ્લામાં એરિસ્ટો કેમિકલ્સ પ્રા. લિ.ના નામે ટેક્સટાઇલ્સ બાઇન્ડર અને એરોકલ (Arrocol) ગ્લુનો પ્લાન શરૂ કર્યો જેમાં પણ સારી પ્રગતિ સાધી. નાટ્ય, કાવ્ય અને સાહિત્યના પણ જબરા શોખીન. ૧૯૭૦થી સિડનહામ કોલેજમાં (મુંબઈ) ગુજરાતી પ્રાધ્યાપક તરીકેની યશસ્વી કારકિર્દી પણ જાણીતી છે. જ્ઞાનસત્રો, શિબિરો અને વ્યાખ્યાન માળાઓ ગોઠવવામાં તેઓ હંમેશાં મોખરે રહ્યા છે. જૈનીઝમ ઉપરનાં વિવિધ પાસાંઓ ઉપર તજજ્ઞોને નોતરી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે જૈન સાહિત્યસમારોહનાં આયોજનો કરી તેને અમલી બનાવવા સારી જહેમત છેલ્લાં વર્ષોમાં લઈ રહ્યા છે. પ્રબુદ્ધજીવન’ સામયિકમાં તેમની સેવા નોંધપાત્ર છે. સ્વભાવે ખૂબ જ નમ્ર, વિવેકી અને સંવેદનશીલ છે. પોતાના ક્ષેત્રમાં પ્રગતિ થવામાં પુરુષાર્થ, અભ્યાસ, કોઈને દુઃખ ન લાગે તેવો સમભાવ, જવાબદારી સમજી કામમાં નિષ્ઠા રાખવી, ગુરુજન–વડીલો પ્રત્યે આદર, વ્યવહારમાં પ્રામાણિકતા વગેરે પરિબળોએ સારો એવો ભાગ ભજવ્યો છે. જીવનને ગતિ આધ્યાત્મિક અભ્યાસે જ કરાવી છે. ૧૯૮૧માં યુરોપના દેશોમાં દેશાટન કર્યું છે. એક ફૂલગુલાબી પરિચય ધનવંતરાય રમણિકલાલ શાહ જેમનાં પગલેપગલે નવનિધાન સમાયેલું છે ને જેના અણુએ અણુમાં મોક્ષસુખનું સમાધાન ધરબાયેલું છે, એવા ગરવા ગિરિવરશ્રી સિદ્ધાચલજીની આઠમી ટૂંક–એવા શ્રી તાલધ્વજગિરિ તીર્થ (તળાજા)માં સને ૧૯૪૪ની જૂનની આઠમી તારીખે જન્મેલા શ્રી ધનવંતભાઈ તળાજાની એમ.જે. દોશી હાઈસ્કૂલમાં ૧૦મું પાસ કરીને તેઓએ ૧૧મું (મેટ્રિક)થી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ-પાલિતાણામાં અને ફર્સ્ટ ઈયર કોમર્સ શ્રી દાદાસાહેબ ભાવનગરમાં કર્યું. ધનવંતભાઈના ગોરા અને હસમુખા ચહેરા ઉપરના તેવા સમર્પણના ભાવો વાંચી શકતો, તેમના વાણી વ્યવહારમાં વિશિષ્ઠ તત્ત્વરૂપ સાહિત્યપ્રેમ પણ એવા જ ટપકતા રહેતા. ધનવંતભાઈએ પિતાશ્રી રમણિકભાઈના સેવા અને પરગજુપણાનો વિશિષ્ઠ ગુણવૈભવ આત્મસાત કર્યો. માતુશ્રી વસંતબહેનનો ધર્મનો અવિહડ રાગ તેમજ જીવદયા પ્રેમ હૃદયસ્થ કર્યા. Jain Education International For Private ૯૨૩ શ્રી ધનવંતભાઈએ બાલ્યકાળથી જ ભાષા સાહિત્ય પરત્વે અનેરું ખેંચાણ અને હિન્દી અને સંસ્કૃતમાં મેટ્રિકની પરીક્ષામાં હાઇએસ્ટ માર્ક્સ મેળવ્યા. જીવનમાં કાંઈક નક્કર સિદ્ધિ હાંસલ કરવા ધનવંતભાઈનો થનગનાટ વધતો ગયો. તેમનામાં પડેલી સુષુપ્ત શક્તિઓએ સમય જતાં કલા ને ઉદ્યોગનો સમન્વય સાધી પોતાની જીવનમાંડણીમાં અનેક રંગો ક્રમે ક્રમે પૂરતા રહ્યા. પિતાશ્રી તેમજ વડીલબંધુ હસમુખભાઈની છાયામાં લગભગ પાંચ વર્ષ દુકાનનો થડો સંભાળ્યો અને તે દરમ્યાન પ્રભુતામાં પગલાં માંડ્યાં. આ તરફ મુંબઈમાં વડીલબંધુ નિરંજનભાઈએ પાઇપ ફિટિંગ્ઝ લાઇનમાં બે વર્ષની ભાગીદારી બાદ સ્વતંત્ર ઓફિસ સ્થાપી અને સને ૧૯૬૮માં લઘુબંધુ ધનવંતભાઈને મુંબઈમાં પોતાની સાથે બિઝનેસમાં જોડ્યા. આ એક તેમના જીવનનો નવો જ મોડ હતો. વડીલબંધુએ પુરુષાર્થથી કંડારેલી કેડી ઉપર ધનવંતભાઈને સીધું જ ચાલવા મળ્યું. તે બંધુપ્રેમ અને શ્રી સાચાદેવ સુમતિનાથ દાદાની અસીમ કૃપા જ સમજવીને! બાકી તો સંઘર્ષો અને લાંબા રઝળપાટ વગર જિંદગીના જામ ઉપર નકશી થઈ શકતી નથી. એ વાત મારા વિશાળ અનુભવે સમજાણી છે. જૈન સેવા સંઘ મુંબઈનું મુખપત્ર ઘોઘારી જૈન દર્શન ચાલતું જેના તંત્રી ભાઈશ્રી વાવડીકર હતા. આ મુખપત્ર ચલાવવામાં લગભગ દશ વર્ષ સુધી શ્રી ધનવંતભાઈએ સંસ્થાને ઓનરરી સેવા આપી અને વાવડીકરને સાહિત્યિક સધિયારો પૂરો પાડ્યો. ધનવંતભાઈના આ પ્રદાનથી પ્રસન્નતા અનુભવી. અને પછી તો એક યા અન્ય રીતે શ્રી ધનવંતભાઈની સર્વદર્શીય પ્રવૃત્તિઓથી ખૂબ જ માહિતગાર થતો રહ્યો. પોતાની ધંધાકીય, પારિવારિક, વ્યવહારિક ઇત્યાદિ ફરજો અદા કરવા સાથે તેમના અંતરમાં વહેતું સેવાસમર્પણનું કિલ્લોલ કરતું ઝરણું તેમણે કદીપણ સુકાવા ન દીધું. જ્ઞાતિના મુખપત્રમાં શક્ય યોગદાન આપવામાં તેમનું મન હંમેશાં હિલોળાં લેતું. જે જે સંસ્થાઓમાં તેમની સેવા નોંધાયેલી છે તે પણ જોઈએ. શ્રી ઘોઘારી વિસા શ્રીમાળી જૈન જ્ઞાતિ મુંબઈ (કમિટીમેમ્બર), શ્રી ઘોઘારી જૈન સંઘ (કમિટીમેમ્બર), શ્રી ઘોઘારી જૈન ડિસ્પેન્સરી (મેમ્બર), શ્રી બોરીવલી ઘોઘારી વિસા શ્રીમાળી જૈન સમાજ (ex-કમિટિમેમ્બર), શ્રી દોલતનગર ઘોઘારી વિસા શ્રીમાળી જૈન મિત્ર મંડળ (ex-કમિટિમેમ્બર), Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy