SearchBrowseAboutContactDonate
Page Preview
Page 926
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦૨ રમીલાબહેન છે. સેવંતીભાઈ એન્જિનિયર છે. ભૂપેન્દ્રભાઈ એમ.ડી. છે. ચંદ્રકાન્તભાઈ એમ.એસ., એમ.ટી.સી. સાયન્સ છે. પૌત્ર ચેતને બી.એસ.સી. કોમ્પ્યુટર પૂરું કરેલ છે. હાલમાં ભૂપેન્દ્રભાઈ, ચન્દ્રકાન્તભાઈ તા પૌત્ર ચેતન અમેરિકામાં રહે છે. જૂના ડીસામાં સં. ૨૦૪૨માં કીર્તિલાલે પર્યુષણપર્વમાં અટ્ટાઈ કરેલી તેમ જ બીજા ૫૦ તપસ્વીઓ નિમિત્તે સં. ૨૦૪૩માં કારતક માસમાં ઓચ્છવ થયેલ, તેમાં પોપટલાલભાઈ તરફથી કારતક સુદ ૧૩ના શાંતિસ્નાત્ર મહાપૂજા તથા નવકા૨સીનું જમણ થયેલ હતું. ભીલડિયાજી તીર્થમાં આઠ રૂમની ધર્મશાળાનો એક બ્લોક પોપટલાલભાઈ તથા તેમનાં ધર્મપત્ની ચંચળબહેનનાં નામથી બંધાવી આપેલ છે. હાલમાં તેઓ તેમના વિશાળ ફેમિલી સાથે મુંબઈ વાલકેશ્વરમાં અશોક સમ્રાટ સોસાયટી, ચંદનબાલા સોસાયટી, પ્રકાશ બિલ્ડિંગ સોસાયટીમાં રહે છે. મહાસુખરાય રતિલાલ સંઘવી બંધુ–સ્મરણ શૂન્યમાંથી સર્જન કરનારા અમારા પરિવારના મોભી વડીલબંધુ મહાસુખભાઈનું પુણ્ય-સ્મરણ આજના શુભ અવસરે થાય છે. સ્મરણ થતાં આંખો સજળ થાય છે. માભોમ આંકોલાળીમાં બચપણ ગુજારી, પાલિતાણા ગુરુકુળમાં સાત ધોરણ સુધી અભ્યાસ કરી પરિસ્થિતિને અનુલક્ષીને અભ્યાસ છોડી પ્રારબ્ધ અજમાવવા મુંબઈ આવ્યા ને સતત પરિશ્રમ, અપાર સંઘર્ષ થકી મુંબઈમાં ઠરીઠામ થયા. હસમુખા, હોંશીલા અને કુટુંબપ્રેમી, ઉપરાંત પ્રભાવશાળી એવા કે એકવાર પરિચયમાં આવે તેના મનઃપટલ પર છાપ છોડી જાય. લાગણીસભર, ગુણવત્તા તેમ જ ઉદાર સ્વભાવના કારણે બધાં જ પરિચિતો તેમને ‘બાપા'ના હુલામણાં નામે પ્રેમપૂર્વક યાદ કરે છે. તમારો અપકાર પર ઉપકાર કરવાનો સાધુગુણ અમારા હૃદયપટલ પર ચિરંજીવ છાપ છોડી ગયેલ છે. જિંદગીના વિષમ તાણા-વાણા વચ્ચે નાનેરા બાંધવોની ઢાલ સમા સ્વર્ગીય વડીલબંધુ મહાસુખરાય રતિલાલ સંઘવી ‘ગઢ આલા પર સિંહ ગેલા' પ્રમાણે વિધિની વક્રતા તો જુઓ કે જ્યારે અમ બંધુ ત્રિપુટી જાતમહેનત વડે સફળતાનાં શિખરો સર કરવાના તબક્કે હતા ત્યારે અમે અમારા સિંહને ગુમાવ્યો છે. ‘શહાણુ માણુસ લાભત નાહી' તે કહેવત અનુસાર તા. ૧૯-૫-૧૯૯૯ના રોજ આપનો Jain Education International For Private ચતુર્વિધ સંઘ પુણ્યશાળી આત્મા ભર્યા-ભાદર્યા પરિવારને અટૂલો મૂકીને સ્વર્ગે સિધાવ્યો. પરિવારમાં આજે આવો રૂડો મજાનો પનોતો પ્રસંગ આવ્યો છે ત્યારે તમારી અનુપસ્થિતિ કેટલી સાલે છે તેને વર્ણવવું અમ અનુજ બંધુઓ માટે અતિ દુષ્કર છે. લિ. : હર્ષદભાઈ તથા અરવિંદભાઈ તેમજ પરિવારજનો. રતિલાલ વિઠ્ઠલદાસ સંઘવી પિતૃ-સ્મરણ ભરતક્ષેત્રની પુણ્યભૂમિ પર સ્થિત શાશ્વતા ગિરિરાજ શત્રુંજય પર આદીશ્વરદાદા પૂર્વ નવ્વાણું વાર વિચર્યા છે. આ તીર્થક્ષેત્રની કાખમાં વૃંદાવન સરીખું આંકોલાળી ગામ છે. હવાની એક લહેરખી આવે ને શેત્રુંજાની પવિત્ર રજ અણુયે અણુમાં પ્રસરી જાય તેવાં ગામોમાં અમારા વડદાદા પૂજ્યશ્રી ડોસાભાઈ ભવાનભાઈનો પરિવાર આંકોલાળી, જાળિયા અને રતનપરમાં વસેલો હતો, જેમાંના પૂજ્ય શ્રી વિઠ્ઠલદાદા તેમ જ મણિમા આંકોલાળીમાં સ્થાયી થયાં, તેમની રત્નકુક્ષિએ રાંકના રતન જેવા રતિલાલનો જન્મ થયો અને બાલ્ય અવસ્થામાં પિતાશ્રીને ગુમાવ્યા. ત્યારબાદ જવાબદારીના ‘મણિર’ની ધુરા અમારાં દાદીએ સંભાળી, દુનિયાદારી શીખવી અને વેપારમાં જોડ્યા. અમારાં પૂજ્ય પિતાશ્રી તથા માતુશ્રીએ તેમના જીવનકાળ દરમ્યાન ઘણાં તડકા-છાયા વેઠ્યા, ટાંચાં સાધનો તેમજ આર્થિક સંકડામણ વચ્ચે પણ સંતુષ્ટ રહીને સ્વમાનભેર કેમ જીવવું તે અમોને શીખવી ગયાં. અમો આજે છ’રિપાલિત સંઘ કાઢી રહ્યા છીએ તેના હાર્દમાં રહેલાં તત્ત્વોમાં પિતાશ્રીની શારીરિક તેમજ આર્થિક પરિસ્થિતિ નબળી હતી ત્યારે અમદાવાદથી પાલિતાણા જતાં પગપાળા સંઘો આંકોલાળી આવતાં અને અમે પિતાશ્રીને પૂછતાં કે, “આવો સંઘ આપણે ક્યારે કાઢીશું?” ત્યારે પિતાજી ગળગળા થઈને કહેતા કે ખરા ભાવથી સંઘના યાત્રિકની ચરણરજ લેશો તો ક્યારેક તમો પણ સંઘ કાઢી શકશો.” સંજોગોને આધીન શત્રુંજયની યાત્રાએ ન જઈ શકતા અને ગામના પાદરેથી શેતરંજી પાથરી ગિરિરાજને જુહારી સંતોષ માની લેતા પરંતુ મનમાં વસવસો જરૂર રહેતો. માવતરના અધૂરા રહેલાં ત્યારના સ્વપ્ન આજે દેવ-ગુરુ-ધર્મ પસાયે તથા પૂર્વજોના શુભાશિષથી પૂર્ણ કરવાનો અણમોલ અવસર આવ્યો છે. કુટુંબવત્સલ, ધર્મપ્રેમી, નીડર, સ્પષ્ટવક્તા, જાજરમાન વ્યક્તિત્વ જેવાં અનેરાં ગુણરત્નોથી આપનું જીવન દીપતું હતું. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy