SearchBrowseAboutContactDonate
Page Preview
Page 914
Loading...
Download File
Download File
Page Text
________________ CGO ભક્તામરપૂજન, ઉવ્વસગ્ગરમ પૂજન ખૂબ ખૂબ ભાવપૂર્વક કરાવી સભાને મુગ્ધ કરી શકે છે. યુ.એસ.એ. માં મોટા સેન્ટરોમાં તેમના પૂજનોનાં આયોજન થાય છે. તેઓ સુપ્રસિદ્ધ વા છે-વિધિકારક છે. અન્ય સંસ્થાઓએ શ્રી રાજેન્દ્રભાઈને “જૈન શાસન રત્ન” ત્થા “તીર્થરત્ન” નાં પદોથી શોભાવ્યા છે. પ્રભાવશાળી વ્યક્તિત્વ અને રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સુધી રાજકીય સ્તરે એમના સંબંધો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘને રાષ્ટ્રપતિ ભવનમાં જઈ અનેક વખત પૂજન કરાવેલ. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી બાજપાયજીને પણ પ્રાઈમમીનીસ્ટર હાઉસમાં જઈ પૂજન કરાવેલ. જીવનમાં નાના-મોટા તીર્થો તથા ૩૬ જેટલા દહેરાસરોનાં નિર્માણમાં શ્રી રાજેન્દ્રભાઈએ રસ લઈ તેમાં સહકાર આપ્યો છે. શાસનપ્રેમી, ગુરુસમર્પિત, શાસનભક્ત આવા આત્માને શાસનદેવ ખૂબ-ખૂબ સુંદર આરોગ્ય ને શતાયુ પ્રદાન કરે તેમજ શાસનસેવા માટે શક્તિ અર્પે એ જ શુભકામના લેખિકા : શ્રીમતી કોષા દલાલ સૌજન્ય : શ્રી સિકન્દ્રાબાદ ગુજરાતી જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દ્રાબાદ-૫૦૦૦૦૩. સેવાના ભેખધારી શ્રી માણેકચંદજી બેતાલા દક્ષિણભારતમાં સુપાત્રદાન વૈયાવચ્ચભક્તિ, સાધર્મિકો પ્રત્યે હૃદયમાં કુણી લાગણી સાથે આદર અને અનેક ઊંચી સેવાનું બીજું નામ એટલે ચેન્નઈના સ્વ. શ્રી માણેકચંદજી ખેતાલા. દક્ષિણભારતમાં કોઈ આ ધર્માનુરાગીના નામથી અજાણ નથી. સેવાના ભેખધારી અને બહુમુખી પ્રતિભાસંપન્ન શ્રી માણેકચંદજી વીસા ઓસવાળનો જન્મ રાજસ્થાનના નાગોર જિલ્લાના અંદરના “ડેહ” જનપદમાં સં. ૧૯૬૫માં ફાગણસુદ પૂનમના રોજ થયો હતો. પિતાશ્રી પૂનમચંદજીની સમતા—સેવા અને માતુશ્રી રાજીબાઈની મમતા–ભક્તિથી ઘડાયેલાશ્રી માણેકચંદજી જીવનને ધાર્મિક અને સામાજિક કાર્યથી સુવાસિત બનાવી ગયા. તેના સુપાત્રદાન–વૈયાવચ્ચ ભક્તિમાં તેમના ધર્મપત્ની શ્રીમતી કુસુમબાઈ સાચા અર્થમાં અર્ધાંગની પુરવાર થયેલાં: સવારના નવકારશીથી સાંજના ૫ સુધી લગાતાર તેમને ત્યાં સાધુ-સાધ્વી ભગવંતો તથા સાધર્મિકો અને મહેમાનોની આવનજાવન રહેતી હતી. પૂરા ચેન્નાઈમાં બિરાજિત પૂ. ગુરુભગવંતોની ભક્તિ Jain Education International For Private ચતુર્વિધ સંઘ સેવાના પ્રસન્નતાપૂર્વક તત્પર રહેતા શ્રી માણેકચંદજીને બે પુત્રો અને એકપુત્રી છે. માત્ર ૧૫ વર્ષની ઉંમરે દક્ષિણના મદ્રાસ શહેરમાં હૈયામાં હામ અને હિંમતથી આવેલા શ્રી બેતાલાજીએ શ્રી બહાદુર મલજી સમદડિયાનાં નેતૃત્વમાં વ્યવસાયનો અનુભવ શરૂ કર્યો. ૧૯૩૫માં કચ્છ-ભૂજ નિવાસી શ્રી દેવરાજ નેણસી સાથે દેવરાજ માણેકચંદ ફર્મમાં પ્રતિષ્ઠિત થયા, જે ૪૦ વર્ષ સુધી ભાગીદારી રહી.૧૯૭૫ના મદ્રાસમાં શ્રી માણેકચંદજી બેતાલા એન્ડ કું।' અને મુંબઈમાં ‘ગૌતમ બ્રધર્સ'થી ઝવેરાતનો ધંધો કર્યો, જેમાં ઘણા સફળ થયા અને સફળતાને સામાજિક તથા ધાર્મિક કાર્યોનો પર્યાય બનાવ્યો. તેમનાં કરકમલોથી અનેક પ્રતિષ્ઠાનોનું ઉદ્ઘાટન થયેલું, જેમાં વિમલનો શો રૂમ મંગલદીપ, જે મદ્રાસ અને કોયન્નુરમાં પ્રસિદ્ધ છે, પોતાના વતન નાગોરમાં ‘અમરચંદ માણેકચંદ બેતાલા જૈનભવન' નિર્માણ કરી શ્રી તપાગચ્છ જૈન સંઘને સમર્પિત કર્યું. બિહારના રાજગૃહીમાં જૈન શ્વેતાંબર મંદિરના મુખ્ય માર્ગનું નામ ‘માણેકચંદ બેતાલા માર્ગ’ તેમની યશોગાથાને હંમેશને માટે અમર કરે છે. મંદિરો :-જમ્મુ કાશ્મી૨-લીલવા કોલકોત્તા-શ્રી હરકચંદજી તારાબાઈ કાંકરિયા ઉત્તરપ્રદેશ-શ્રીવાસ્તીતીર્થ, તામિલનાડુ–તિરવ, ગામેત, કુન્નુર તથા ઇરોડ તથા હૈદ્રાબાદ–પીલખા ⭑ ⭑ ⭑ ★ ★ ܀ અમદાવાદ–આંબાવાડી મંદિરનાં મુહૂર્ત કર્યાં. ઉપાશ્રય તથા ભવન : શ્રી હીરાચંદજી રતનચંદજી નાહર જૈન ભવન બેંગલોર. મહિલા ઉપાશ્રય નાગોર-રાજસ્થાન. શ્રી જૈન ભવન તિખમામેલ–તામિલનાડુ. શ્રી લવૃદ્ધિ પાર્શ્વનાથ તીર્થ-ભોજનશાળા મેડતા રોડ રાજસ્થાન. શ્રીમતી ટમકુબાઈ ખેહાડ આયંબિલ ભવન રાજનાંદ ગાંવ (મધ્યપ્રદેશ) તથા ઉપાશ્રયનું ખાતમુહૂર્ત કરેલ તથા શ્રી ગૌતમચંદજી કોઠારી હાઇસ્કૂલ (રામપુરમ્ મદ્રાસ). શ્રી લાલચંદ મિલાપચંદ હાઇસ્કૂલ-કોડમ્બર્તમ મદ્રાસનું શિલારોપણ કર્યું. આવા બહુમુખી પ્રતિભાસંપન્ન સરળ સ્વભાવી ભક્તિમાં તત્પર શ્રી બેતાલાજી–નિયમિત ધાર્મિક ક્રિયા, સેવા– પૂજા ચૌવિહાર નિત્ય સામાયિક તથા અનેક તપસ્યાઓ પણ ભાવપૂર્વક કરતા હતા. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy