SearchBrowseAboutContactDonate
Page Preview
Page 886
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૨ માનવસેવાની છે ના પ્રેરક અને ચાલક : શ્રી મંગુભાઈ શેઠ મનુભાઈ શેઠનો જન્મ એક સંસ્કારી અને સુખી કુટુંબમાં. તેમને નાનપણથી જ સમાજને મદદ કરવાના અને માનવતાના સંસ્કાર મળ્યા. પાલિતાણા રાજ્યમાં રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે તેઓ ડોક્ટરો સાથે ગામેગામ ફર્યા. એ પછી તો તેઓ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયા. તેમણે ઘણી સંસ્થાઓની સ્થાપના પણ કરી. પ્રયોજન એક જ : માનવસેવા એ જ પ્રભુસેવા. તેઓ ગુજરાતની આથમતી શ્રેષ્ઠીની પેઢીના છેલ્લા મણકામાંના એક છે. ગુજરાતમાં મહાજનપ્રથા પહેલેથી જ જોવા મળે છે. એક કાળમાં તો મહાજનો કે જેઓ શ્રેષ્ઠીઓ તરીકે પણ ઓળખાતા હતા તેઓ ગુજરાતના વિકાસમાં ઘણી મદદ કરતા હતા. તેમનું સમાજ પ્રત્યેનું દાયિત્વ ઘણું મજબૂત હતું. આજે પણ ગુજરાતનાં કેટલાંક શહેરોમાં આવા શ્રેષ્ઠીઓ જોવા મળે છે. આવું એક વ્યક્તિત્વ ભાવનગરમાં છે. ભાવનગરના શહેરીજનો શિયાળાની ઠંડીનો પ્રથમ આસ્વાદ માણતા હતા. દિવસ હતો માગશર સુદ એકમ. ભાવનગર શહેરમાં અનેક જૈન દેરાસર આવેલાં છે. અહીંના દાદાસાહેબ જેન દેરાસરે હમણાં જ એક સો વર્ષ પૂર્ણ થતાં તે હવે જૈન તીર્થ' બન્યું છે. નિત્યક્રમ મુજબ આ દેરાસરે ભગવાન મહાવીરની પૂજાવિધિ પતાવી શ્રેષ્ઠી મનુભાઈ શેઠ બહાર નીકળ્યા. છ ફૂટની ઊંચાઈ, ઘઉંવર્ણી કાયા, તેજસ્વી લલાટ પર કેસરનો ચાંદલો, પ્રતાપી અને પ્રેમાળ આંખો, પોપટિયું નાક, લાંબા અને મોટા કાન, લાંબા હાથ, વાંકડિયા વાળ અને દઢ મનોબળવાળો ચહેરો, સફેદ ધોતી, સફેદ ખેસ અને ગળામાં પૂજા માટેનો રૂમાલ, છટાદાર ચાલ સાથે તેઓ ઘર તરફ જઈ રહ્યા છે. ઝટ માનવામાં ન આવે કે આ વ્યક્તિએ ૭૮ વર્ષ પૂર્ણ કર્યા હશે! તેમનું નામ મનુભાઈ શેઠ. ઈશ્વરે તેમને ઘણું બહ્યું છે અને તેનો તેઓ સતત સમાજ માટે સદુપયોગ કરતા રહ્યા છે. જૈનોની પવિત્ર અને ગૌરવવંતી સિદ્ધાચલ મહાતીર્થની પવિત્ર ભૂમિ-પાલિતાણામાં ૧૮મી ઓગષ્ટ, ૧૯૨૪ના રોજ સુખી અને સંસ્કારી કુટુંબમાં તેમનો જન્મ. પિતા નરોત્તમદાસ ચતુર્વિધ સંઘ અને માતા ચંચળબહેન પુત્રને લાડકોડથી ઉછેરે. પાલિતાણા જૈન અને માતા ચંચળબહેન પુત્રના લાડકાડથી કાટ તીર્થે પધારતા મુનિવરો પાસે આ દંપતી બાળકને કાખમાં નાખી મહારાજશ્રીનાં દર્શનાર્થે લઈ જતું. મહારાજશ્રી આ બાળકના માથે હાથ ફેરવી વાસક્ષેપ નાખે અને બાળક ખિલખિલાટ હસે. | ગુજરાતીમાં એક કહેવત છે કે “પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુનાં બારણામાં.” બાલ્યકાળથી જ ધર્મસંસ્કાર, શિક્ષણ, સેવાપરાયણતાં અને દેશદાઝના સંસ્કાર મળેલા હોઈ તેઓ જૈન સેવાસમાજમાં આઠ વર્ષની ઉંમરે જોડાયા. સમાજસેવાના પાઠ ભણી તેઓ સંસ્થાની દરેક પ્રવૃત્તિઓમાં ઉલ્લાસથી ભાગ લેતા ગયા. તેમણે સૌપ્રથમ પાલિતાણા ગોડીજી જૈન દેરાસર અને આગમ મંદિરની પ્રતિષ્ઠામાં સેવા બજાવી. નાનપણથી જ તેમને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઊંડી રૂચિ. એ જમાનામાં સિનેમા કરતાં રંગભૂમિનું મહત્ત્વ ઘણું હતું. સમાજે સ્ત્રીઓને હજુ રંગભૂમિના સ્ટેજ પર ઊતરવાની સ્વીકૃતિ આપી નહોતી. પુરુષો જ સ્ત્રીપાત્ર ભજવતા. આવા સમયે સને ૧૯૪૪માં પાલિતાણાના રાજાના રાજ્યાભિષેકની સિલ્વર જ્યુબિલી પ્રસંગે અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા. પાલિતાણાની હેરીઝ હાઇસ્કૂલ દ્વારા નાટિકા “ગોપિકા' કવિ ન્હાનાલાલ લિખિત ભજવાતી, મનુભાઈએ રાજકુમારનું પાત્ર એવું સુંદર ભજવેલું કે લોકોની વાહ વાહ અને શાબાશી પ્રાપ્ત કરી હતી. આ પ્રસંગે કવિ ન્હાનાલાલની હાજરીમાં તેમને પ્રથમ પારિતોષિક જામનગરના રાજા દિગ્વિજયસિંહજીના હસ્તે અપાયું હતું. એ દિવસોને યાદ કરતાં તેઓ કહે છે કે જૂનાગઢના નવાબ સહિત જુદાં જુદાં સ્ટેટના રાજવીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મારા માટે એ દિવસો રોમાંચક હતા. એ પછી તો તેઓ કવિ ત્રાપજકરની કલમે લખાયેલા નાટક "જય ચિત્તોડ', રાણા નાટક ‘જય ચિત્તોડ’, ‘રાણા પ્રતાપ”, “ભરત ચક્રવર્તી'માં મુખ્ય પાત્ર ભજવી સુવર્ણ ચંદ્રકના હકદાર પણ બન્યા. તેમની સહજ મનોવૃત્તિ જ આ મનોવૃત્તિ જ એવી કે ચંદ્રકો પોતાની પાસે નહીં રાખતાં તેમણે સંસ્થાને અર્પણ કર્યા. કદાચ પહેલેથી જ તેમનું વ્યક્તિત્વ એવું હતું કે તેઓ સમાજ પાસેથી લેવાને બદલે સમાજને આપવામાં માનતા. પાલિતાણા રાજ્યમાં એક વખત રોગચાળાએ ભયંકર રૂપ ધારણ કર્યું. ગામેગામ મેલેરિયા તાવના દર્દીઓ જોવા મળતા હતા. મનુભાઈ આ સંજોગોમાં આગળ આવ્યા. સરકારી અને સેવાભાવી ડોક્ટરો સાથે સહાયક તરીકે 100 જેટલાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy