SearchBrowseAboutContactDonate
Page Preview
Page 877
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા. ૮૫૩ વિવિધોકાના વર્તમાનકાલીન જન અવોરણે સમાજજીવનના વિવિધક્ષેત્રના વિશાળ પટ ઉપર વૈવિધ્યનો મબલખ ફાળો આપીને ઉમદા કાર્યોની સુવાસ પ્રસરાવનારા, જીવનની ઉત્તરાવસ્થામાં પણ ધર્મભાવનાને જાગૃત રાખનારા, જીવનની પ્રત્યેક પળને સમાજ અને ધર્મશાસનનાં વિવિધ ક્ષેત્રોમાં સતત સક્રિય રાખી અહર્નિશ સેવારત રહેનારા, અનેકોને અનેક પ્રસંગે પ્રેરણા, પ્રોત્સાહન અને પથદર્શક બની રહેનારા શાસનના સનિષ્ઠ અને કર્મઠ આગેવાનો જેમના ઊજળા વ્યક્તિત્વને કારણે બહોળા જનસમૂહમાં જેઓ સૌના પ્રીતિપાત્ર બન્યા છે, જેમની જિનભક્તિ, તીર્થભક્તિ, ગુરુભક્તિ, સંઘ અને સાધર્મિક ભક્તિ અને જીવદયા પ્રવૃત્તિ જેવી સેવાઓ નોંધપાત્ર બની છે. સાતેય ક્ષેત્રમાં લક્ષ્મીનો સદુપયોગ, યાત્રાસંઘોનાં આયોજનો, સાધુસાધ્વીઓની વૈયાવચ્ચ, દેરાસરો અને ધર્માદા ખાતાનો સુવ્યવસ્થિત વહીવટ, વિનમ્ર સ્વભાવ, ઉદારતા અને મનની પ્રસન્નતાને કારણે આ અગ્રેસરોએ જૈનસમાજ માટે જે કાંઈ યોગદાન આપ્યું તે કશી અપેક્ષા વિના કર્યું છે, કારણ એમાં જ એમને જીવનની સાર્થકતા સમજાઈ છે. આવા કેટલાક પરિચયો જાણીએ, માણીએ. . – સંપાદક ઊંઝાના શ્રેષ્ઠીવર્ય : વિરલ વ્યક્તિત્વ શ્રી કાન્તિલાલ લહેરચંદ શાહ વતન : ઊંઝા. જન્મતારીખ : ૧૩-૨-૧૯૧૬, મહા સુદ ૧૦. ઉંમર : ૮૪ વર્ષમાં અભ્યાસ : ૧૧ ધોરણ. સમાજજીવનના ક્ષેત્રે જેન યુવક મંડળ તથા વેપારી મંડળના ક્ષેત્રે હળીમળીને કામ કરતાં સ્વબળે અને સૂઝબૂઝથી આગળ આવેલ, એટલે તેમનામાં કેટલાક આગવા ગુણો હતા. આત્મીયતા, પ્રેમ, લાગણીની સાથે સાથે સ્પષ્ટવક્તા તરીકે પોતાની પ્રતિભા વિકસાવી શક્યા હતા. જાહેર જીવનમાં નિઃસ્વાર્થ સેવાનો અભિગમ દાખવ્યો હતો. કલ્યાણ મંડળ દ્વારા વિરલ વ્યક્તિએ ‘નૂતન હોસ્પિટલ” ફક્ત દસ પૈસાના દરે શરૂ કરી, સમગ્ર નગરમાં અંત્યોદય માટે છેક છેવાડાની વ્યક્તિ સુધી પહોંચીને સેવાનો પમરાટ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. નેત્રયજ્ઞની સુવાસ સાઈઠ વર્ષ પહેલાં નગરમાં સેવાના પ્રદાનમાં મોખરે રહી હતી. દાનની સરવાણી તેમનું ધ્યેય હતું. જૈનસમાજમાં પ્રારંભથી જ જૈનશાસનનાં અનેકવિધ કાર્યોમાં મોખરે રહી સતત પરિશ્રમ કરી માન-અપમાન અવગણી કાર્યક્ષેત્ર વ્યવસ્થિત કરવા માટે તનતોડ મહેનત કરી. પોષાક સાદો, જીવન સાદું, પરંતુ નામ અને કામ મોટું કર્યું. જીવનની શરૂઆત ઊંઝામાં R.S.S.ના કેપ્ટન તરીકેની તેમની યુવાનીમાં શિસ્ત, સ્પષ્ટવક્તાપણું વણાઈ ગયું હતું. એશિયા ખંડમાં સુપ્રસિદ્ધ માર્કેટિંગ યાર્ડના કાર્યમાં કલ્યાણ મંડળ દ્વારા કામકાજનો વહીવટ કુશળતાપૂર્વક, નિયમિત, શિસ્તબદ્ધ રીતે, કરકસરપૂર્વક પોતાની કુનેહથી કરીને પોતાની નેતાગીરીની ઝાંખી સમગ્ર નગરમાં કરાવી હતી. નગરની ચારે બાજુના ખૂણે શાળાઓના સર્જનમાં નોંધપાત્ર ફાળો રહ્યો હતો. આ ઉપરાંત તે જમાનામાં રેલ્વેના બોર્ડમાં સલાહકાર તરીકે અને ઊંઝામાં વેગનોની સવલત માટે વેપારીઓના ટેકાથી રજૂઆત કરી સગવડો કરવામાં અનન્ય ફાળો રહ્યો છે. પોતાનામાં સાધર્મિક ભક્તિ, ચૈત્ર-આસો માસની શાશ્વતી ઓળી તથા યાત્રાઓ કરવી અને કરાવવી, સંઘો કાઢવા, દુ:ખી પ્રત્યે કરુણા, સ્વાશ્રયી જીવન જીવવાની શિસ્ત વણાયેલી હતી. સંઘનાં અનેકવિધ કાર્યો પોતાના દાનના પ્રવાહથી પોતે કરેલાં મુખ્યત્વે : તે પોતાના પિતાશ્રીનું નામ ઉપાશ્રયમાં જોડાવ્યું. આયંબિલ શાળામાં પોતાના પિતાશ્રીનું બાવલું મુકાવ્યું. પાઠશાળામાં પત્ની કાન્તાબહેનનું નામ જોડાવ્યું. શ્રાવિકા ઉપાશ્રયમાં મુખ્યદાતા બની પત્ની કાન્તાબહેન કાન્તિલાલ લહેરચંદ નામ જોડાયું. સંઘના અતિથિગૃહમાં પોતાનું નામ જોડાવ્યું તથા હોલમાં પોતાના ભાઈ માણેકલાલનું નામ જોડાયું. પાલિતાણાની મુખ્ય દેરીમાં પ્રતિમાં ભરાવવાનો લાભ લીધો. કલિકુંડમાં પ્રતિમા ભરાવવાનો લાભ લીધો. ઊંઝા નગરના નૂતન દેરાસરમાં શાન્તિનાથ ભગવાન, શીતલનાથ ભગવાનનો પ્રવેશ, અંજનશલાકા, પ્રતિષ્ઠા, ધજાનો લાભ લીધો. શાંતિનગર જૈનસંઘને પોતાના બંગલે સાત વરસ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy