SearchBrowseAboutContactDonate
Page Preview
Page 873
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા અ. સૌ. સંઘવણ ઉજમબેન સંસાર અટવી ઉલ્લંઘવા માટે ધર્મરથ કહ્યો છે, પુરુષ અને સ્ત્રી બે પૈડાં છે. બન્ને સમાન ગુણધર્મી હોય તો સંસાર અટવી જલદી પાર પામી શકાય. સંઘપતિ પોપટભાઈની જેવી સદ્ભાવના આપણે જોઈ ગયા છીએ તે જ પ્રમાણે તેમનાં ધર્મપત્ની સંઘવણ ઉજમબેન ધર્મભાવનામાં ઓછા ઊતરે તેવાં નથી. શેઠાણીમાં ગુરુભક્તિ, તપશ્ચર્યા અને વ્રતનિયમની આરાધના સદ્ગુણો વિશેષ ઝળકી ઊઠતા હોય એમ અનુભવાય છે. શ્રાવકોની કઠિન ગણાતી વ્રતનિયમની આરાધનાની મંગલમય ક્રિયા સિદ્ધક્ષેત્ર, રતલામ અને જામનગરમાં અનુક્રમે કરવામાં તેઓ ભાગ્યશાળી થયાં. વરસીતપ જેવી ઉગ્નતપસ્યા પણ ઉજમબહેને કરેલી. હજારોને ખર્ચે કરેલું શ્રી નવપદજીનું તથા જ્ઞાનપંચમના તપનું ઉજમણું જામનગરની જૈન-જૈનેત્તર પ્રજા આજે પણ યાદ કરે છે. આ ઉપરાંત છઠ્ઠ, અટ્ટમ, આયંબિલ વગેરે તપસ્યા સાથે સામાયિક પ્રતિક્રમણ તેમ જ પર્વતિથિએ પૌષધાદિ ધર્મકૃત્યો કરવામાં ઉજમબેન પૂરેપૂરાં રંગાયેલાં. સંતાન નહીં છતાં નાની વયમાં પતિદેવની ઇચ્છાનુસાર આજીવન વ્રતશિરોમણી બ્રહ્મચર્યનો સ્વીકાર અને તેના પાલનમાં નિરંતર જાગૃતિ એ ઉજમબેનની ઉચ્ચ ધર્મભાવના દર્શાવે છે. સૌજન્ય : શેઠ શ્રી પોપટલાલ ધરમશીભાઈ જૈન વિદ્યાર્થીભવન જામનગર. ઉચ્ચત્તમ આદર્શના પ્રેરક શ્રી રતિલાલ ફાવચંદ જીવનમાં કોઈપણ ડાઘ કે કલંક લગાડ્યા વગર પોતાની સડસઠ વર્ષની જીવનયાત્રા ખૂબ જ સુખચેનથી પસાર કરી છે.’ એવો એક ઊંડો આત્મસંતોષ જેના મુખ ઉપર હંમેશાં પ્રગટ થતો રહ્યો છે તેવા શ્રી રતિભાઈ તળાજા પાસે ભાલર (બોરલા)ના વતની છે. વણિક પરિવારના સંસ્કારો અને નિયમો પ્રમાણે તેમનું ઘડતર થયું. ધર્મ તરફની આસ્થા વધુ દૃઢ બનાવતા અને તેમાં એક પછી એક વ્રત-જપની આરાધના કર્યે જતાં કેવા કેવા ચમત્કારોથી જીવનબાગ મહેકતો રહે છે તે જેમને જાણવાસમજવાની જિજ્ઞાસા હોય તેમણે મુંબઈમાં માટુંગામાં તેમના નિવાસસ્થાને પરિવારના સભ્યોને જરૂર મળવું. ૧૦૬ વર્ષનાં તેમના વૃદ્ધ માતુશ્રીને વંદન દર્શન કરીને જ નિત્યક્રિયા શરૂ કરે અને કહે છે કે માનવીને જ્યાંથી શુભ સંકેત સાંપડે તેવી તીર્થભૂમિ કે તીર્થંકરનું જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રટણ નહીં ભૂલવું જોઈએ. શરીરની અસ્વસ્થતા હોય કે– Jain Education International ૮૪૯ ગળાડૂબ ધંધાની પ્રવૃત્તિ હોય તો પણ ચોક્કસ સમય અને ચોક્કસ તિથિએ એકસો સીત્તેર વખત ભોયણી જૈન તીર્થની યાત્રા તેઓ કરી ચૂક્યા છે. પિસ્તાળીશ વર્ષ પહેલાં સામાન્યસ્થિતિમાં મુંબઈમાં તેમનું આગમન થયું. શેઠશ્રી પ્રભુદાસ ગાંડાભાઈ તથા મામાના અંગત સહારાથી મુંબઈમાં સ્થિર થયા. કુટુંબના ભરણપોષણ કે વ્યાપારની તડકી છાંયડી કરતાંયે જૈન ધર્મના ઉચ્ચતમ આદર્શોએ તેમના જીવનને નવપલ્લવિત કર્યું છે. સાત જેટલાં પ્રખર જૈનાચાર્યોના સમાગમમાં આવવાનું બન્યું અને પલટાતા પ્રવાહો નજરે નિહાળવાનું તેમને સાંપડેલું સૌભાગ્ય તેમના શબ્દોમાં જ જ્યારે સાંભળીએ ત્યારે તેમની પાસેથી ઊઠવાનું મન ન થાય. ભયંકર દુર્વ્યસનો અને શઠતાની બદબોમાં રાચતો માનવી પણ યોગ્ય સમયે જો ધર્મનું શરણ થે તો કંઈક દિવ્ય કક્ષઃ સુધી પહોંચી શકે છે તે ધર્મની આસ્થા જ કહી શકે છે. સંસારમાં કોઈ એવી અજબ ચેતના શક્તિ પળે પળે આપણાં માંગલિક કામોમાં સહાય કરી રહી હોય ત્યારે સમજવું કે તેની પાછળ ધર્મની શ્રદ્ધાનું જ રહસ્ય છુપાયેલું છે. શ્રી રતિભાઈનું આતિથ્ય માણવું એ એક જીવનનો લ્હાવો હતો. થોડા વર્ષો પહેલાં જ સ્વર્ગવાસી બન્યા. માનવકલ્યાણની જ્વલંત જ્યોતિ સ્વરૂપ શ્રી ૧૦૮ આદિ અનેકાનેક ટ્રસ્ટોના ટ્રસ્ટી શ્રી સોમાભાઈ મણિલાલ જેમનાં નામ અને કામની સુવાસ માત્ર જૈન સંસ્થાઓ પૂરતી કે માદરે વતન કે કાંકરેજ ક્ષેત્ર પૂરતી જ મર્યાદિત ન રહેતાં ચોમેર પ્રસરી છે. તેવા વિરલ વ્યક્તિત્વધારી, દેવગુરુ શ્રદ્ધાસંપન્ન, ગુરુકૃપાપાત્ર, શ્રી સોમાભાઈનો આંતરવૈભવ દર્શનીય અને માણવાલાયક છે. આજે ૭૨ વર્ષની જૈફ વયે પણ શ્રી સોમાભાઈના મુખારવિંદ પર યુવાનીને શરમાવે તેવી ગજબની સ્ફૂર્તિ અને થનગનાટના કારણે તેજ ઝળકતું જોવા મળે છે. જન્મ તા. ૩-૩-૩૦. શ્રેષ્ઠીવર્ય શ્રી આમલચંદ મગનચંદ પાંચાણી પરિવારના આ પુણ્યવંતા તેજ સિતારામાં ગુણરત્નોનો ઝગમગાટ સામાન્ય જનને પ્રભાવિત કરી દે તેવો ભવ્ય છે. કુશળ વહીવટકર્તા એવા સોમાભાઈએ ગાંધીજીના ટ્રસ્ટીશીપ સિદ્ધાંતને જીવનમાં મૂર્ત કરી આપેલ છે. તેમનું બહુમુખી વ્યક્તિત્વ “વજાદપિ કઠોરાણિ મૃદુનિ કુસુમાપિ’ ઉક્તિને સાર્થ કરનારું નીવડ્યું છે. તેઓ તન, મન, ધનથી શ્રી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy