SearchBrowseAboutContactDonate
Page Preview
Page 837
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા કરાંચીમાં તેમનો ધીકતો ધંધો ચાલતો હતો, પણ બીજા વિશ્વયુદ્ધના ડંકાનિશાન વાગ્યા ત્યારે એ બધું સ્વેચ્છાએ છોડીને સૌરાષ્ટ્રમાં તેમનું આગમન થયું. રાજકોટમાં સ્થિર થયા. ઘડિયાળના સ્પેરપાર્ટ્સ તથા અન્ય એવી ચીજોના કમિશન બેઇઝથી વેચાણકામ માટે સમગ્ર ભારતનો પુરુષાર્થી પ્રવાસ કર્યો, મહિનાઓ સુધી સતત પ્રવાસ ખેડતા રહ્યા, જે તેમની તેજસ્વી કાર્યશક્તિની આપણને પ્રતીતિ થાય છે. હિંમત અને સાહસથી તેમણે વિકસાવેલ ધંધાની કાર્યશૈલીમાં જ તેમના જીવનનું સુંદર અને સુરેખ પ્રતિબિંબ દૃષ્ટિગોચર થાય છે. ૧૯૫૪થી ૧૯૬૨ સુધીનો ધંધામાં મંદીનો વસમો કાળ પણ એમણે જાતે જ અનુભવ્યો પણ નીતિમાર્ગથી ચલિત ન થયા જીવનમાં અનેક ઝંઝાવાતોમાંથી પસાર થયા અને સ્વબળે જ આગળ આવ્યા. ૧૯૬૦માં શ્રી રતિલાલભાઈનું ભાવનગરમાં શુભ આગમન થયું. પરફ્યુમરી અને પાનમસાલા બનાવવાનું મોટા પાયા ઉપરનું કામકાજ શરૂ કર્યું, જેમાં સારી એવી સફળતા મેળવી. નાનપણમાં ધર્મસંસ્કારોથી પ્રેરાયેલી તેમની ધાર્મિક વૃત્તિને કારણે ગુપ્તદાનમાં વિશેષ માનતા, નાનામોટા ધાર્મિક ફંડફાળામાં તેમની યથાશક્તિ મદદ હોય જ. તેમનો એ ઉજ્જ્વળ વારસો તેમના સુપુત્ર શ્રી શશિકાન્તભાઈએ આજ સુધી જાળવી રાખ્યો છે. શ્રી શશિકાન્તભાઈ પણ ભાવનગરની જૈન અને જૈનેતર સંસ્થાઓ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. શ્રી શશિકાન્તભાઈ પણ એવા જ વિનમ્ર અને મિતભાષી સ્વભાવના છે. વ્યવહારુ અને વ્યાપારવાણિજ્યનું જીવનઉપયોગી શિક્ષણ પિતાશ્રી પાસેથી જ મેળવીને તેનો સદુપયોગ તેઓ આજે ધંધામાં સફળ રીતે કરી રહ્યા છે. ધર્મોલ્લાસભર્યા ઉન્મેષથી શ્રી રતિલાલભાઈએ કંડારેલા માર્ગે તેમના પરિવારની સર્વદેશીય કૃતિશીલતા અન્વયે અનુમોદનાનાં સુમન અર્પીએ તેટલાં ઓછાં છે. સ્વ. શ્રી રતિલાલ પરમાણંદ શેઠ તીર્થભૂમિ પાલિતાણામાં શેઠશ્રી માધવજી નથુભાઈના પુત્ર અને અગ્રણી વ્યાપારી તથા જૈન સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ કરનાર અને પાલિતાણા સ્ટેટ સાથે નિકટવર્તી સંબંધ ધરાવતા શ્રી પરમાણંદભાઈના સૌથી નાના પુત્ર રતિભાઈનો જન્મ તા. ૩-૩૧૯૧૮માં. શેઠ શ્રી રતિભાઈમાં બાળપણથી જ કોઠાસૂઝ અને Jain Education International For Private ૮૧૩ વ્યવહારુ ડહાપણના સંસ્કારો ખીલ્યા અને પાંગર્યા. ૧૯૩૪માં મેટ્રિકની પરીક્ષા બાદ પોતાની શક્તિ સ્વતંત્ર વ્યવસાય તરફ વાળવામાં લગાડી. ઈ.સ. ૧૯૪૨માં પાલિતાણા સ્ટેટ હસ્તક કાપડના રેશનિંગની સંપૂર્ણ વ્યવસ્થા તેમણે સફળ સંચાલન સાથે સંતોષકારક રીતે પાર પાડી. પાલિતાણા જૈન સેવાસમાજના દવાખાનાના સર્વગ્રાહી વિકાસને આવશ્યકતા અને અગ્રેસરતા આપવાની તેમની ઊંડી સૂઝ–સમજ ચિરંજીવ બની રહેશે. તેમને એક કુદરતી બક્ષીસ હતી કોઈપણ જાતની દવા–ટિકડી વિના અનેક દર્દીઓના દુખતા દાંત તેમણે બહુ જ સહેલાઈથી કાઢી આપ્યા છે. ૨૦૦૫-૦૬માં જૈન વીસા શ્રીમાળી જ્ઞાતિનું ગોહિલવાડનું સંમેલન પાલિતાણા ભરાયેલું ત્યારે સૌને અનુકૂળ અને સ્વીકાર્ય એવું બંધારણ ઘડી કાઢવામાં શ્રી રતિભાઈ શેઠનું ગૌરવપ્રદ પ્રદાન રહ્યું છે. ૧૯૪૭માં ભાવનગરમાં તેમનું આગમન થયું. ૧૯૫૨માં વિશ્વની ભયંકર મંદી અને કુદરતી અસામાન્ય મુશ્કેલીઓના કપરા દિવસોમાં પણ પોતાનાં બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા માટે બનતું બધું જ કરી છૂટ્યા. માતૃભૂમિમાં ગુરુકુળ બાલાશ્રમ, શ્રાવિકાશ્રમ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી–અનેક નાનીમોટી સંસ્થાઓને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે તેમની બહુમૂલ્ય સેવાઓ મળી છે. તેમની ધીરજ અને નિષ્ઠા, પ્રેમ અને પ્રતિષ્ઠા, સેવા અને સલાહ, નીતિ અને નિખાલસતા, ધર્મ અને માનવતાની મીઠી સુવાસ વર્ષો સુધી મહેકતી રહેશે. તા. ૩૦૬-૧૯૮૦ના વિપુલ સમુદાયની હાજરીમાં તેમનો જીવનદીપ બુઝાયોબહોળા જનસમૂહમાં સુમધુર સુવાસ મૂકતા ગયા. ઔદ્યોગિક આલમમાં અગ્રેસર શ્રી રાજેન્દ્રભાઈ કુંદનલાલ ઝવેરી ભાદરવા સુદ ૪-ચોથ તા. ૯-૯-૧૯૩૭, જૈનસંવત્સરીના રોજ તેમનો જન્મ. યોગાનુયોગ તે જ દિવસે તેનું ઘર ઇલેક્ટ્રિક લાઇટના પ્રારંભથી ઝળહળ્યું. પ્રાથમિક શિક્ષણ સુરતની રત્નસાગરજી જૈન સ્કૂલમાં, માધ્યમિક જીવનભારતી સંસ્થામાં અને સાયન્સ એજ્યુકેશન પણ સુરતમાં જ કર્યું. જૈન અને જીવનભારતીમાં શિક્ષણ સાથે સંસ્કાર પામ્યા તે આગળ જતાં ખૂબ જ ઉપયોગી નીવડ્યા. વ્યાવસાયિક સંસ્થા ‘ઓટોક્લિન’માં કારીગરો સાથે ભાઈચારાથી કામ લેવાનું તેનાથી ને માવતરના સંસ્કારોથી ખૂબ જ સરળ બન્યું. આજથી ૩૦ વર્ષ પૂર્વે તેઓએ બંને લઘુબંધુઓ Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy