SearchBrowseAboutContactDonate
Page Preview
Page 826
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૨ સમય કામગીરી બજાવી. બિલોરી કાચ જેવું તેમનું સ્વચ્છ હૃદય હંમેશાં સાત્ત્વિક પ્રવૃત્તિઓને ઝંખ્યા કર્યું. નિબંધહરીફાઈ, કાવ્યસ્પર્ધાઓ, શિક્ષણસંઘની પત્રિકાનું એડિટિંગ, નવકાર અને અન્ય સ્તવનોની કલાકેન્દ્ર દ્વારા રેકોર્ડ ઉતરાવવી આધુનિક યુગમાં અતિ ઉપયોગી કેસેટ ઉતરાવવા પ્રેરણાત્મક બન્યા. શિબિરોનું આબાદ રીતે ઓર્ગેનાઇઝિંગ કર્યું. ભારતભરમાં શિબિરોના સ્થાપક હતા, પ્રથમ શિબિર આબુ દેલવાડામાં ૧૯૬૨-૬૩માં કરી જેમાંથી કુમારપાળ વિ. શાહ જેવા તેજસ્વી-ચારિત્ર્યશીલ કાર્યકરો તૈયાર થયા તથા પૂ. સાધ્વીજી નિર્મળાશ્રીજીની નિશ્રામાં કન્યાશિબિર શરૂ કરાવી, જેમાંથી અનેક કન્યારત્નો આદર્શ શ્રાવિકા બની શક્યાં છે. તેથી કેશુભાઈ શિબિરવાળા કહેવાયા. તેમનું આધ્યાત્મિક ઉત્થાન તેમનાં ધર્મપત્ની તપસ્વી સુશીલાબહેનને આભારી છે. પરિવાર સાથે ભારતના લગભગ બધાં જ તીર્થોની યાત્રાએ જઈ આવ્યા તેમના પુત્ર રાજેન્દ્રભાઈના ઉત્સાહથી પાલિતાણા સમવસરણ મંદિરમાં અને શંખેશ્વર ૧૦૮ તીર્થમાં, અમદાવાદ,પાલડી-ઓપેરો સોસાયટીમાં ઉપાશ્રય તથા આયંબિલ ખાતામાં સંપત્તિનો સદ્ઉપયોગ પોતાના પરિવાર દ્વારા ઉદારતાથી કરી સારો એવો લાભ લીધો હતો. તેમની નવકાર મંત્ર તથા ચત્તારી મંગલની સમૂહ પ્રાર્થના મુંબઈમાં બહુ ખ્યાતિ પામવાથી તેઓ કેશુભાઈ નવકારવાળા પણ કહેવાયા. વાચન, સંગીતકલા વગેરે શોખથી તેઓનું મન હંમેશાં સોળે કળાએ ખીલેલું જ જોવા મળ્યું છે. શ્રેયાંસ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવવામાં તેમણે હમણાં જ જૈનધર્મ ઉપર મુંબઈ યુનિવર્સિટીમાં પી.એચ.ડી અને અમદાવાદમાં જાહેર સમ્માન પામ્યા પૂ.આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી તથા પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિજી મ.સા.ના તેમના દરેક કામમાં પ્રેરણા અને આશીર્વાદ મળતા રહ્યા. શ્રી કેશુભાઈ શિબિરવાલા નવકારવાળા નામથી જૈન શાસનમાં તેઓ ખૂબ જ ખ્યાતિ પામ્યા હતા. તેમના પરિવારના સભ્યોએ ઉપધાન પણ કરેલાં. તેમનાં પુત્રવધૂ પ્રવીણાબહેન ધાર્મિક શિબિરોનું સંચાલન કરે છે. વ્રતનિયમમાં આખું કુટુંબ ખૂબ જ ચોક્સાઈપૂર્વક અમલ કરે છે. કુટુંબમાં પુત્ર–પ્રપૌત્ર વગેરે ચોથી પેઢી એક સાથે રહેતા હતા. એમના વકીલાતના અભ્યાસ અને અનુભવનો લાભ અનેક સંસ્થાઓને માર્ગદર્શનરૂપે મળેલો છે. ખાસ કરીને પબ્લિક ટ્રસ્ટ એક્ટ અંગેની અપીલનું કામ તેમણે દિલ્હી સુપ્રિમ કોર્ટ સુધી ૧૯૫૪થી ૧૯૫૮ સુધી કર્યું તથા ‘અંતરિક્ષની તીર્થ'ના Jain Education International ચતુર્વિધ સંઘ સંદર્ભમાં નાગપુર અને દિલ્હીની હાઇકોર્ટ, સુપ્રિમ કોર્ટ સુધી લડત આપેલી છે. કેશુભાઈના જીવનની સફળતામાં તેમના પરિવારનો ખૂબ ખૂબ સહકાર રહેલો છે. તેમનાં ધર્મપત્ની સુશીલાબહેન એક સહનશીલ ધર્મ-આરાધનાને વરેલ અને સરળ સ્વભાવી પતિપરાયણ વંદનીય વ્યક્તિ છે. તેમના પરિવારમાં પુત્ર રાજેન્દ્રકુમાર અને પુત્રી છાયાબહેન પછી પૌત્ર-પૌત્રીઓનો વિશાળ સંસ્કારી સભ્યોનો સમાવેશ ગણાવી શકાય. વાલકેશ્વરમાં તેમના ફ્લેટમાં ઘર-દેરાસરની હાજરીને લીધે આજની પેઢી સુધીનો સમસ્ત પરિવાર આરાધનામય સંસ્કારમાં ઊછરેલો છે. શ્રી કેશુભાઈએ ઉપરનું કોઈપણ કામ ન કર્યું હોત કે કોઈપણ સિદ્ધિ જીવનમાં પ્રાપ્ત ન કરી હોત તો પણ એમને તીર્થંકર નામકર્મ બંધાવે એવું જબરજસ્ત સાહસભર્યું કામ જે કર્યું છે તે માટે અમદાવાદનો જૈન સંઘ તેમને હંમેશાં યાદ રાખશે. અમદાવાદનાં કોમી તોફાનો અને કરફ્યુના દિવસોમાં મુસ્લિમ વિસ્તારોમાં આવેલા જમાલપુરના જૈન દેરાસરોની પ્રતિમાઓને ત્યાંથી મિત્રોની સહાય લઈને ખસેડીને નદીપારના સુરક્ષિત વિસ્તારમાં લાવી જિનમંદિર-જિન પ્રતિમાઓની સુરક્ષા એકલે હાથે મિલિટરીની મદદથી જે કરી છે તે માટે એમની ધર્મરક્ષા માટેની હિંમત પ્રશંસનીય છે, અનુમોદનીય છે. આજ સેટેલાઇટ વિસ્તારમાં ‘પ્રેરણાતીર્થ’માં બધા ભગવાન પ્રતિષ્ઠાપૂર્વક બિરાજમાન છે અને આજે પૂ.આ. શ્રી રાજ્યસૂરીશ્વરજી મ.સાહેબની નિશ્રામાં નૂતન ૨૪ જિનેશ્વરોના જિનાલયનું નિર્માણ થયું. શ્રી કેશુભાઈ જૈનસમાજનું ગૌરવ હતા. કચ્છના મેધાવી પુરુષ સ્વ. શ્રી ખીમજીભાઈ હેમરાજભાઈ છેડા જૈન સમાજના અડીખમ સ્થંભ, સામાજિક આગેવાન, નેતા, યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીના અનન્ય ભક્ત, પ્રખર માનવતાવાદી, કચ્છ પ્રદેશની ગરીબ જનતાનાં આંસુ લૂછનાર, મૂંગાં પશુઓના સંરક્ષક શ્રી ખીમજીભાઈ છેડાનું ૫૮ વર્ષની વયે તા. ૧૨-૧૨-૧૯૭૭ના સમાધિમરણ થયું. શ્રી ખીમજીભાઈ છેડા છેવટની ઘડી સુધી કર્મયોગી રહ્યા. તેમની ખોટ જૈન સમાજને વર્ષો સુધી સાલશે. તેમની કર્તવ્યપરાયણતા તથા શ્રાવકોત્કર્ષ માટે બજાવેલી તેમની સેવા ભક્તિ ઉપરાંત તેઓ કચ્છમાં સેંકડો પશુઓને પાળતા અને તેમના દૂધની છાશ બનાવરાવી ગામડાઓનાં ગરીબ પરિવારોને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy