SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ બોલાઈ રહ્યું છે. - કર્મના કારણે મલ્લિકુમારી સ્ત્રી તીર્થકર થયાં, નળરાજાએ જુગારમાં દમયંતીને ખોઈ, સતી કલાવતીનાં કાંડાં કપાઈ ગયાં. સતી દ્રૌપદીને પાંચ પાંડવનાં પત્ની થવું પડ્યું. સ્ત્રીઓ કર્મ પણ ઘણાં બાંધે છે અને કર્મ ખપાવવા ઘણાં દુઃખો પણ હસતાં મુખે સહન કરે છે. કહેવાય છે કે અનંત કર્મની રાશિ ભેગી થાય ત્યારે સ્ત્રી-અવતાર મળે છે. રુદ્રસોમા માતાએ આર્યરક્ષિતને પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા ગુરુ પાસે મોકલ્યા. યુગબાહુ આર્તધ્યાન ન કરે, સમાધિપૂર્વક મરે તે માટે મદનરેખાએ પતિને શુભ વિચારો આપ્યા. તેવી જ રીતે આજના કાળની શ્રાવિકાની વાત છે. બહુરત્ના વસુંધરા” અનુસાર આવો ત્યાગ કરનારી બીજી પણ અનેક હશે જ તેમાં શંકા નથી. તે સર્વ ધર્મી શ્રાવિકાઓને શતશઃ ધન્યવાદ. વાત પાંચ-સાત વર્ષ પૂર્વેની છે. મોહમયી મુંબઈ નગરીના એક આલિશાન ફ્લેટમાં પતિપત્ની વચ્ચે (મેઘકુમાર ને ૮ કન્યાની જેમ) સંયમની બાબતમાં ચર્ચા ચાલતી હતી. પત્નીએ કહ્યું, “સ્વામી! કુમારી અવસ્થામાં જૈન ધર્મનું જ્ઞાન પંડિતો પાસે પ્રાપ્ત કરી મેં પણ “સસ્નેહી પ્યારા રે, સંયમ કબડી મિલે?” એ ભાવના ભાવેલી. એક તરફ ચારિત્રનો અંતરાય, બીજી તરફ ભોગાવલી કર્મનું જોર અને ત્રીજી તરફ મારી સુકોમળ કાયાના કારણે દાદા-દાદી-પિતામાતા-ભાઈઓ અને પરિવારે સંયમ લેવામાં અંતરાય કર્યો. જેથી સંસાર માંડવો પડ્યો.” પતિએ કહ્યું, “ધર્મપત્ની! ભૂતકાળ ભૂલી જાઓ. કાયા ગમે તેવી હોય, ઉંમર પ્રમાણે, કર્મ પ્રમાણે બધાને એક દિવસ અશાતા વેદનીય કર્મ ભોગવવાં જ પડે છે. સંયમી જીવનમાં અશાતામાં પણ આર્તધ્યાન નહીં થાય, કારણ કે સમ્યક જ્ઞાન છે. જ્યારે સંસારમાં આર્તધ્યાન થશે. ગમે તેટલા ઉપચારો કરો જે થવાનું છે તે મિથ્યા થતું નથી. માટે તમે ભલે સંયમ ન લઈ શક્યાં પણ મારી સંયમ લેવાની ભાવના પૂર્ણ કરો. મને રાજીખુશીથી રજા આપો. સંયોગ ત્યાં વિયોગ છે. વિયોગ દુઃખદાયક છે. વીતરાગ પરમાત્માએ ચીંધેલા આત્મકલ્યાણના માર્ગમાં જવાનું છે. સંયમ લેવાની અનુમોદના ભવિષ્યમાં સંયમ અપાવશે. શાંતિથી વિચાર કરી લો. રાજીખુશીથી રજા આપનાર ધન્ય બને છે અન્યથા યમરાજા તો વિયોગ કરવાનો જ છે.” પત્નીએ કહ્યું, “સ્વામી, મુક્ત મને રજા આપું છું. તમે તમારા કલ્યાણ પંથે વિચરો. મને પણ મનોબળ-કાયબળ આપો. યથાશક્તિ જીવનમાં આરાધના ચતુર્વિધ સંઘ કરું, કરાવું. અનુમોદું. દ્રવ્યની નહીં પણ ભાવથી જરૂર સર્વવિરતિ અનુમોદના અને આરાધના કરીશ.” સાર :–જ્યારે ફ્લેટમાંથી બંને બહાર નીકળ્યાં ત્યારે એક સંયમી થવા ગયા. બીજા સંયમમય જીવન જીવવા લાગ્યાં. આપણે પણ રાગને ત્યજી મોહને જીતી એક દિવસ આવા જ પંથે જવાનું છે. [અનુભવેલું. પરંપરામાં મંત્ર સંભળાવ્યો નાનકડા ગામમાં જાડી બુદ્ધિના અણઘડ માણસો વસતા હતા. મૃત્યુના સમયે પુત્રને કાંઈક મંત્ર સંભળાવવો, પાસેનું ધન આપવું એવો એ પ્રજાનો રિવાજ. રોહિણય ચોરને પણ બાપાએ “સંતો પાસે જતો નહીં, સંતની વાત સાંભળતો નહીં” એવી શિખામણ આપેલી, તેમ ગામના ગમાર ગામડિયા ભીમાએ પુત્ર લાલાને કહ્યું, “બેટા, કાળી મજૂરી કરી મેં લાખ રૂપિયા ભેગા કરેલા તને આપું છું હવે ડબલ કરજે. બાપાની ઇચ્છા પૂરી કરજે. તારું કલ્યાણ થશે.” પાંચ વર્ષ મહેનત કરી લાલાએ પિતાની ઇચ્છા પૂરી પણ કરી. થાક્યો-પાક્યો લાલો પણ મૃત્યુના બિછાને સૂતો હતો. પોતાના પુત્ર રૂપાને અંત સમયે પાસે બોલાવી બે લાખ રૂપિયા આપી કહ્યું, “રૂપા! રૂપિયાનો સંગ્રહ કરજે, બેના ચાર કરજે. બાપનું નામ વધારજે. દુનિયા પૈસાને ભગવાન માને છે, એ વાત ભૂલતો નહીં.” રૂપાએ ત્રીજી પેઢીના વારસદાર ધનાને પરંપરા મુજબ અંતિમ અવસ્થા પહેલાં જ કહ્યું, “પેટે પાટા બાંધજે, લૂખું-સૂકું ખાજે. દાન ધરમ કરતો નહીં, “લાવ પૈસા” એવો મંત્ર ભજી દિવસરાત જોયા વગર મમ્મન શેઠની જેમ કાળી મજૂરી કરી, ચારના આઠ-સોળ લાખ ભેગા કરી જગતને બતાડજે. જગત પૈસાનું પૂજારી છે” ધનાની પત્ની ધન્યા હતી. નામ સરખાં પણ બંનેના ગુણ જુદા. એક કંજૂસનો કાકો અને પત્ની મન-ધનથી ઉદાર, બીજાને ખવડાવી ખાવામાં આનંદ માનનારી, બીજાનાં આંસુ લૂછી સુખ આપનારી. આ કારણે પત્ની-પતિ વચ્ચે અવારનવાર ઝઘડા થાય. પત્નીએ ઘણી વખત કહ્યું, “આપવાથી વધે, આ ભવમાં નહીં તો બીજા ભવે મળે.” ધનાએ પત્નીને પિતાની આજ્ઞાસંદેશ સંભળાવ્યો. જ્યારે ધન્યાએ પતિને ધર્મની નીતિશાસ્ત્રની વાતો કહી. જે તમારે જોઈતું હોય તે બીજાને આપો. પૈસો પુણ્યથી બીજા પૈસાને ખેંચશે. સંગ્રહથી વધશે નહીં, કદાચ દુઃખી કરશે. કોઈ લૂંટી જશે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy