SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ડૂબવા ન જ દીધા. પોતાના ભવનપતિ આવાસમાં લઈ જઈ તેમની રક્ષા કરી. ત્યાંજ રહી જીવનની અંતિમ ક્ષણો વિતાવતાં વૃદ્ધ ચેડા રાજાએ બધાય વિષમભાવો વચ્ચે પણ સમતા ન ગુમાવી, બલ્કે અંતિમ આરાધના કરી દેવલોકે સિધાવ્યા છે. આગામી ભવમાં મુકિતને પણ વરનારા છે. મનુષ્યભવની વિરાગિતા દેવલોકમાં પણ ટકાવનાર ભગવાનના તે શ્રાવકને આજેય શ્રમણો સ્વયં પ્રવચનની પાટેથી યાદ કરી તેમના સત્ત્વ ને શૌર્યને વખાણે છે, જૈન-ઇતિહાસમાં ચેડા રાજાનું ગૌરવ ગુંજતું રહ્યુ છે. ૨૩ સાલપુત્રની સાધના : શ્રાવક સાલપુત્ર પરમાત્મા મહાવીર દેવના દસ ધનાઢય શ્રાવકોનાં જીવનકવન ઉપાસક-દશાંગ નામના સાતમા અંગસૂત્રમાં એટલે નથી વર્ણવાયાં કે તેઓ ધનવાન હતા, પણ તેથીય વધી ગુણવાન, ચારિત્ર્યવાન હતા. તપસ્વીને ત્યાગી હતા. આનંદકામદેવ શ્રાવકની જેમ સદાલપુત્ર પણ પ્રથમ દેવલોકે ગયા છે અને તે પછીના જ ભવમાં આત્મકલ્યાણ સાધી મોક્ષસુખ મેળવી જવાના છે. પ્રભુ વીરનો જ પ્રથમ શિષ્ય ગોશાલક પ્રભુથી છૂટો થયો અને કર્મવાદ,પુરુષાર્થવાદની વાતો કાઢી નાખી. એકાંતે નિયતિવાદ ચલાવ્યો. જે મતે જે સમયે જે થવાનું હોય તેજ થાય તેવી માન્યતા હોવાથી અનેક લોકો ભોળવાઈને ગોશાલકના અનુયાયી બન્યા. તેવા ભકતોમાં પોલાશપુરના સફાલપુત્રનું નામ પણ ગવાય છે. પ્રભુના પરિચય વગર સાચો માર્ગ ન મળવાથી ગોશાલકના ઉપાસક બની ગયા. એક રાત્રિએ કોઇ દેવતાના સંકેતથી જાણ્યું કે આવતીકાલે સર્વજ્ઞ પધારવાના છે. ગોશાલકનેજ સર્વજ્ઞ જાણનાર તે જાગી ગયા ને તેના આગમનની તૈયારી રાખી પણ ગોશાલકના બદલે પરમાત્મા મહાવીર પ્રથમજ વાર પોલારપુર પધાર્યાં જાણી આશ્ચર્ય પામી ગયા. Jain Education International ચતુર્વિધ સંઘ દેવતાઓથી અધિષ્ઠિત પ્રભુ વીરના સમવસરણનો ઠાઠ દેખી આકર્ષાઈ ને દેશના સાંભળવા ગયા, જયાં કર્મ અને કર્મને પણ હંફાવનાર પુરુષાર્થની ગૌરવવંતી વાતો સાંભળી સાચો બોધપાઠ પામ્યા. છતાંય ગોશાલકનો નિયતિવાદ પણ તેમના મનમાં રમતો રહ્યો. શ્રાવકજીવનની બધીય આરાધનાઓ વ્યવસ્થિત કરતાં પંદરમે વર્ષે અગિયારમી પૌષધ પ્રતિમા આરાધતાં દેવતાઇ ઉપસર્ગ થયો, જેમાં માયા કરી દેવે તેના મોટા પુત્રને મારી ગોશાલકને પણ તે ધનાઢય કુંભકાર શ્રાવક થકી ખૂબ જોરા મળેલ, કારણકે તે કુંભાર નાની-મોટી પાંચસો દુકાનોના નાખી, પૌષધશાળામાં લોહી છાંટયું. છતાંય કાઉસગ્ગ ન માલિક હતા, ઉપરાંત દસહજાર ગાયોના માલિક હતા. લગભગ ત્રણ કરોડ સુવર્ણ મુદ્રા તેની મૂડી હતી. અગ્નિમિત્રા નામની પત્નીના અત્યંત માશૂક પણ હતા તથા પુત્રોના પરિવાર સાથે નગર આખાયમાં વિખ્યાત થયેલ શ્રેષ્ઠી સુખે જીવતા હતા. છોડનાર તેને અસ્થિર બનાવવા જયારે દેવે માયા કરી પત્ની અગ્નિમિત્રાની હત્યાની ધમકી આપી,ત્યારે તેઓ સ્નેહરાગમાં આવી કોધાવેશમાં આવી ગયા, અને પૌષધવ્રત દૂષિત થયું. અંતે પત્નીની જાગૃતિ થકી બધીય દેવલીલા સમજી પોતાની ભૂલનું ચોખ્ખા દિલે પ્રાયશ્ચિત્ત કર્યું. ફરી બીજી વાર અગિયારમી પ્રતિમા આરાધી આયુષ્ય પૂર્ણ થતાં શ્રાવક શ્રેષ્ઠ પ્રથમ દેવલોકે ગયા છે. For Private એકવાર સ્થંડિલ ભૂમિથી પાછા વળતા પ્રભુજીએ સાલપુત્રની વખાર પાસે પધારી તેમની પાસે જ માટીનાં વાસણો પાછળનો પુરુષાર્થ કેટલો તેનો જવાબ તેમની પાસે જ મેળવ્યો.ઉત્તરમાં ભૂલ ન પડે તેમ નિયતિવાદથી વાસણો બનવાના હતા માટે બન્યા છે તેવો ચતુરાઇ ભરેલો જવાબ શ્રાવકે આપ્યો, ત્યારે પ્રભુએ પ્રશ્ન પૂછેલ કે તે ઘડા કોઇ ફોડી નાખે, તેની પત્ની અગ્નિમિત્રાનું કોઇ હરણ કરે અથવા તેણી સાથે ગમન કરે તો શું સાલપુત્ર શાંત રહી તેવું વિચારે કે તે પણ થવાનું હતું માટે થયું? બસ તે છેલ્લા પ્રશ્નથી સાલપુત્ર સ્યાદવાદનો સ્પષ્ટબોધ પામી ગયો. સજોડે પ્રભુવીરને શરણે જઇ શ્રાવકજીવનનાં બાર વ્રતો ઉચ્ચાર્યાં અને ખૂબ આરાધનામાં આગળ વધી ગયા. પછી તો સમાચાર મળતાંજ પોતાના ભક્તને મનાવવાસમજાવવા ગોશાલક સ્વયં આવ્યો છતાંય તેનું સ્વાગત સદ્દાલપુત્રે ન જ કર્યું. અંતે જયારે ગોશાલકે પ્રભુ વીરની વાદરાકિતની પ્રશંસા પરાણે પણ કરી ત્યારે પોતાના ગુરુદેવના માટે સારું ખોલવા માટે આહારપાણીનું આમંત્રણ આવ્યું, પણ ગોશાલક પોતાના ભક્તને હાથમાંથી ગયો જાણી નિરાશ થઇ પાછો ગયો. ૨૪ મહાસાધક મહાશતક - શ્રાવક મહાશતક રાજગૃહિ નગરી એટલે ઇતિહાસના વિભિન્ન પાનાંઓ. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy