SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ જીવનભર પ્રભુનાં વચનની સેવા કરી ખૂબ સમાધિ ટકાવી. જીવનના અંતે જચારે રાજલંપટ બની કુણિકે શ્રેણિક પિતાને કેદ કરી રોજના સો-સો હંટર ફટકારવા ચાલુ કર્યા ત્યારે પણ ‘‘હે વીર ! હું વીર !'' બોલી કર્મો ખપાવ્યાં. ભલે કર્મ પ્રમાણે નરકતિ મળી છે પણ પ્રભુના અનન્ય રાગી સ્વયં આવતી ચોવીશીમાં પ્રભુ બનનાર છે. ૧૮ ભર્તૃહરિનો જીવનપલટો : રાજા ભર્તૃહરિ આજે જૈન સાધુ-સાધ્વી ભગવંતો નીતિશતક અને વૈરાગ્યશતક જેવા પ્રાચીન ગ્રંથનો અભ્યાસ કરે છે. તેમાં વૈરાગ્યશતક- નીતિશતકના રચયિતા થયા છે માલવા દેશના રાજા ભર્તૃહરિ. જયાં સુધી પોતાની પ્રાણપ્યારી, વિશ્વાસપાત્ર રાણી પિંગલા ઉપર મોહરાગ હતો ત્યાં સુધી તે અવંતિકાપતિ ભર્તૃહરિના મનમાં ભોગવાસનાએ જબ્બર પકકડ લીધી હતી. સ્ત્રીને ભોગસાધન માની કામભોગને પણ પુણ્યનો ઉદય માની તન-મનથી તેમાં જ ડૂબેલા હતા. શ્રૃંગાર રસના હિમાયતી તેમણે જ રાગાંધ દશામાં વિદ્વતાયોગે ‘શ્રૃંગારશતક'ની રચના કરી. સ્ત્રીઓ માટે પોતાનો અભિપ્રાય જ્ઞાનમય ભાષામાં પણ બહુ ખુલ્લી ભાષામાં જાહેર કર્યો હતો. પણ એક સમયના ઉત્કટ ભોગી તેઓ યોગી બની ગયા. તે પછી સ્ત્રી અને સંસાર પ્રતિનો અદ્ભુત વૈરાગ્ય તેમની નવી રચના વૈરાગ્યરાતક’માં ઠાલવી દીધો છે. હરસિદ્ધ દેવીના દ્વારા અપાયેલ દેહ આરોગ્યપ્રદ અને વિરાટ આયુપ્રદ અમરફળ મુકુંદ નામના ગરીબ બ્રાહ્મણે મનની અમીરી રાખી રાજા ભર્તૃહરિને ભેટમાં આપ્યું. રાજાએ મોહાસકત દશામાં પોતાની રૂપવંતી પિંગલા રાણીને આપી દીધું, જયારે પરપુરુષગામિની રાણીએ પોતાના પ્રાણવલ્લભ મહાવતને તે ભેટ રૂપે પ્રદાન કર્યું. અભાગી તે હસ્તિપાલે કલા નામની ગણિકાને ભોગસુખની ભેટ સ્વરૂપે આપી દીધું. પાછળથી તે જ ગણિકા પોતાના પાપમય જીવન ઉપર ધિક્કાર લાવી તેવા ફળનો ઉપયોગ કરી પ્રજાના હિત માટે તેજ અમરફળ મૂળ દાતા રાજા ભર્તૃહરિને જ ભેટ આપ્યું. તપાસ કરતાં રાજાને ખ્યાલ આવી ગયો કે પોતાની માનીતી પિંગલા તો મહાવતમાં મોહાઈ આડા સંબંધવાળી બની છે અને મહાવત પાછો ગણિકાને વશ છે. પોતાના જ ઘરની વિષમતા જાણી કોઇને ય ઉઘાડા પાડયા વગર ભર્તૃહરિ તો વૈરાગી સન્યાસી બની ગયા પણ ચોગાનુયોગ સન્યાસ દશામાં પણ તેમને સંસારલીલાનાં વિકૃત દર્શન થયાં. Jain Education International For Private ચતુર્વિધ સંઘ અનેક તાપસને ચોગી માની પ્રણામ કર્યાં તો તેણે આવકારને બદલે સન્યાસી ભર્તૃહરિનો તિરસ્કાર કર્યો. રાજાએ તાપસના ચારિત્રને ચકાસવા સંતાઇને જોયું તો તાપસ જટામાંથી ડબ્બી કાઠી મંત્ર બોલી સ્ત્રી વિકુર્તી તેણીને ભજવા લાગ્યો. સ્ત્રીસંગમાં તે નિદ્રામાં હતો ત્યારે સ્ત્રીએ પાછા અંબોડામાંથી ડબ્બી કાઢી પુરુષ વિપુર્યો અને તેની સાથે રમણ કર્યુ. પછી પાછી તાપસ પાસે સૂઇ ગઇ. તાપસે ઊંઘ ઊડતાં જ સ્ત્રીને સંહરી જટાની ડબ્બીમાં સંહરી લીધી. તે પછી શ્રીપુરનગર જતાં ત્યાંના રાજાના મૃત્યુ પછી હાથણીએ રાજકળશ વનમાં સૂતેલા રાજા ભર્તૃહરિ ઉપર જ કરતાં તેઓ ત્યાંના રાજા ઘોષિત થયા. પરાણે અને અનિચ્છા છતાંય બીજી વાર રાજા બન્યા. પ્રધાનમંડળે મૃતરાજાની પુત્રી તેમની સાથે ઉત્સવથી પરણાવી. પાછો સુખનો સંસાર ચાલતો હતો. તેમાં તેમની રાણીએ કોઇક શ્રેષ્ઠી પુત્રને અનુરાગી બનાવી મહેલમાં જ કળાયુક્ત હજાર દીવીની રચના બનાવી તેમાં સંતાડી દીધો. અને રાજા ભર્તૃહરિની ગેરહાજરીમાં બેઉ કામસેવન કરવાં લાગ્યાં. એકવાર વજ્રનો દોરો દીવીની બહાર રહી જતાં શંકાશીલ રાજાએ દીવી ખોલાવી તો પુરુષ નીકળ્યો. રાણીને જણાવ્યા વગર જ તેણીના હાથે જ રસોઇ કરાવી પેલા તાપસને બોલાવી તેને તતડાવી સ્ત્રી કઢાવી, સ્ત્રી પાસે રૂપવાન પુરુષ અને પોતાની જ રાણી પાસે પેલો શ્રેષ્ઠી પુરુષ પ્રગટ કરાવી પ્રધાનમંડળ વગેરેને યુક્તિથી ભેગાં કરી સંસારલીલા દેખાડી કોઇનોય તિરસ્કાર કર્યા વગર વિષયોની વિડંબનાને દોષ આપી ફરી સન્યાસ લઇ લીધો જૈન માર્ગે શીલવ્રત ધારણ કરી તેઓ પાછલું જીવન દિવ્યતાથી જીવી ગયા ને સ્વર્ગવાસી બન્યા. ૧૯ જીરણ શેઠજી ભાવના ભાવે રે : શ્રાવક જીરણ શેઠ પ્રભુ મહાવીરનું જીવન-કવન એટલે ગુણપુષ્પોની હારમાળા. ચોવીસેય તીર્થંકરોમાં સાધના-બળ સવિશેષ દ્વારા જેમણે કૈવલ્ય ઉત્પન્ન કર્યું તથા કર્મોના જંગ સામે જબ્બર લડત આપી તે, પ્રભુ વીર મહાવીર જ નહીં પણ પ્રવીર પણ ગણાય. સાડાબાર વરસ સુધીમાં પ્રભુજી લગભગ મૌન જ રહ્યા. અત્ય૫ બોલનારા અને મૌન સેવનારા પ્રભુની આંતરભાવના ભાગ્યે જ કોઇ જાણી શકતું હતું, છતાંય પ્રસંગે-પ્રસંગે એવી ઘટનાઓ બની કે પ્રભુજીનું મૌન એજ અન્ય માટે ઉપદેશ ભાષા બની, પ્રભુની સાધના જ અન્ય માટે ઉપાસના બની ગઇ. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy