SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ચતુર્વિધ શ્રી સંઘના શ્રમણોપાસકો લેખક : ગચ્છાધિપતિ પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિ જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી) જિનેશ્વર પરમાત્માનો ચતુર્વિધ શ્રી સંઘ જગત્પ્રેષ્ઠ આરાધના માટે ખૂબ ખ્યાતનામ છે. પરમાત્મા પણ જ્ઞાનબળે જાણે છે કે તીર્થંકર બનતાં પૂર્વે તેમણે પણ કોઈક જન્મમાં ધર્મની પા-પા પગલી કરવા શ્રાવકપણું પાળેલ પણ હોઈ શકે, ચતુર્વિધ શ્રી સંઘના કોઇ પણ તીર્થંકર ભગવાનના શાસનમાં તેઓ એક આરાધક રૂપે જન્મ્યા પણ હોય પરન્તુ ચારિત્ર મોહનીય કર્મોએ તેમને પણ શ્રમણના બદલે ફકત શ્રમણોપાસક રૂપે પ્રગતિ કરવા દીધી હોય. છતાંય ગૃહસ્થજીવનમાં પણ વ્રત-નિયમ, તપ-ત્યાગ અને તિતિક્ષાના મૂળભૂત આધારો સાથે સંયમલક્ષી શ્રાવકપણું પાળતાં તે જ સંઘના ઉપકારથી તેઓ પણ પોતે તીર્થંકર-પદને પામી ગયા હોય એવું સંભવી શકે છે. ૩૯ કરુણામૂર્તિ તીર્થંકરો બાળ જીવોને પણ બુદ્ધ બનાવવા, સહુને પણ જિનશાસનના રાગી-અનુરાગી બનાવવા સ્વયંની સાધનામાં કઠોર પણ અન્યની આરાધના માટે કોમળ એવા વ્યવહાર-પ્રધાન શ્રાવકધર્મને પણ ફરમાવે છે. આવાં શ્રાવકરત્નોનાં જીવનકવનને સંક્ષેપમાં કંડારતાં, લેખન વખતે લેખકરૂપે પૂજયશ્રીએ પણ દેવગુરુની કૃપાથી તેમના જીવનગુણોને સ્પર્શવા સફળ પ્રયાસ કર્યો છે. અનેક લેખો રચતાં પૂજયશ્રીની આંખમાં હર્ષાશ્રુ અને કયારેક દુઃખાશ્રુ પણ ઊભરાયાં છે. જેઓ આવા શ્રાવકોની સત્ય ઘટનાઓને પહેલી જ વાર વાંચનારા હશે તેમને શ્રાવકધર્મની ગૌરવતાનો પરિચય થયા વગર નહીં રહે. આજ શ્રમણોપાસકોમાંથી પ્રભુ પાર્શ્વનાથના જીવ મરુભૂતિની જેમ તીર્થંકર-પદ, પ્રભુ વીરના દસ ધનાઢય શ્રાવકોની જેમ ચરમાવતાર તો રાજા શ્રેણિક કે વાસુદેવ શ્રીકૃષ્ણની જેમ તીર્થંકર પઠના આરાધકો તો દર્શનપટ ઉપર આવશે જ, સાથે પ્રભાવકો રૂપે વસ્તુપાલ - તેજપાલ, પેથડશાહ, શાન્તનુ મંત્રી કે વિમલ મંત્રીને પણ મસ્તક ઝુકાવવાની ભાવના જાગરો. દાન-શીલ-તપ અને ભાવધર્મના અલગ અલગ રુચિવાળા કોઇ ચેડા રાજા જેવા વૈરાગી તો કોઇ ધનપાલ કવિ જેવા શાસનપ્રેમી દેખાશે. અપવાદે ગૃહસ્થવેશમાં જ કૂર્માપુત્રની જેમ ડેવળી બની જનાર કે અવધિજ્ઞાની મહાશતકની પણ કથાવાર્તા જોવા મળશે. દ્રવ્યથી ગૃહસ્થપણું, પણ ભાવથી સાધુપણું કહી શકાય તેવા ખાખી વૈરાગી શિવકુમારથી લઇ બુદ્ધિનિધાન અભયકુમાર જેવા મહારથીઓને પણ નવાજી લેવા મન લલચારો, વ્યાવહારિક જીવનમાં વકીલ, એન્જિનિયર, ડ્રાઇવર કે ડોકટરની ડિગ્રી લઇ નામ કાઢનાર ગૃહસ્થોની જેમ જ વિવિધ ક્ષેત્રે વિધવિધ પ્રતિભાનાં દર્શન કરાવતાં આવા શીલ-સદાચારી શ્રાવકોમાં પણ ભાવિ સાધુપણાનાં બીજ જણાશે. છતાંય ફક્ત ગૃહસ્થ જીવનની અનુમોદના એક સાધુ સીધી રીતે તો ન જ કરી શકે, કારણ કે ગમે તેમ તોય સંસારી એટલે આરંભ-સમારંભથી ભરપૂર, ફક્ત સવાવસા દયા-પાલન કરી શકનાર અને બહુ બહુ તો સાધના-બળે સ્વર્ગલોક સુધી જઇ શકનાર, છતાંય આરાધનાની આધ્યાત્મિક ઊંચાઇએ ઉડાન ભરવા શ્રાવક ધર્મ તે તો વિમાનના રનવે જેવો જીવન-પદો છે. તેવા શ્રમણોપાસકની સાધના પૂરી કર્યા વગર સાચી સાધુતા પણ પ્રગટવી દુર્લભ છે. તેથી જ તો શ્રમણો પણ પ્રભુજીના ચતુર્વિધ શ્રી સંઘના શ્રાવકોને પણ સ્તવન-સ્તુતિ-સજ્ઝાયના માધ્યમે નવાજી લે છે. શ્રાવક વિભાગની આ લેખમાળાના મણકા ગૂંથી આપવામાં પૂ.મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજસાહેબે અથાગ મહેનત લીધી છે અમો પૂજયશ્રીના ખૂબ જ ઋણી છીએ. –સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy