SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિધ સંઘ શાળા + ] . પી , Exર્થ : 6.69, જી કલ્યાણકો ઊજવાય છે, જે સમયે જગતના તમામ જીવોથી લઈ અતિ દુઃખમાં પીડાતા નારકીના જીવો પણ શાતાને અનુભવે છે. કલિકાલસર્વજ્ઞ પૂ. હેમચંદ્રાચાર્યજી વીતરાગ સ્તોત્રના દસમા પ્રકાશની સાતમી ગાથામાં જણાવે છે તે મુજબ– ઔદારિક દેહમાં તીર્થકર ભગવંતોની પવિત્ર કાયા એક હજારને આઠ લક્ષણો અને લાંછન, શુભ ચિહ્નોથી સમન્વિત હોય છે. બાકી રહેલાં ભોગાવલી કર્મોને ખપાવવા કદાચ લગ્નગ્રંથિથી જોડાય તો પણ તેઓ સંસારભાવોથી અલિપ્ત રહી યોગ્ય સમયે મહાભિનિષ્ક્રમણ કરે છે. ચારિત્ર-પ્રાપ્તિ સાથે જ મન:પર્યવજ્ઞાનને સંપ્રાપ્ત કરી ઘાતી કર્મોને ખપાવવા તીવ્ર તપ ધ્યાનથી સંયુક્ત બની કૈવલ્યજ્ઞાનને પામે છે. તે પછી તેમનો પ્રગટ પુણ્યોદય કાળ આયુષ્યના અંત સુધી લોક સમક્ષ જાહેર જોવા મળે છે. સતત એક-એક પ્રહરની સવાર-સાંજની દેશના તે પણ પ્રતિદિન લગીર સ્કૂલના વગર અને અનંતા જીવોને શાતાકારી તેમની અતિશય ભરેલી વાણી તત્ત્વનો પ્રકાશ તો પાથરે જ છે પણ અનેકોને ભવવિડંબનાઓથી ઉગારે છે. કૈવલ્ય પ્રાપ્ત થયા પછી લાખો વરસોના આયુષ્યનાં વરસો બાકી હોય તોય તેઓની નીરોગિતા અને નૈષ્ઠિકતાના બળે સમગ્ર વિશ્વમાં તેઓ સમ્યક ધર્મનો પ્રચારપ્રસાર કરી સંપૂર્ણ જગતમાં શાસનના સ્થાપક બને છે. ચતુર્વિધ શ્રીસંઘનો પાયો સ્વયં તીર્થંકર પરમાત્મા હોય છે. પ્રભુ પરમાત્માના અનંતા ગુણોનું વર્ણન સ્વયં ઇદ્ર મહારાજા પણ હજારો જિહા વડે હજારો વરસો સુધી કરે તો પણ પરમાત્માના સંપૂર્ણ ગુણોનું વર્ણન અધૂરું રહે છે. આવા જ બ્રેષ્ઠ તીર્થંકર પ્રભુના વિશે કંઈ પણ લખવું તે ગાગરમાં સાગર ભરી દેવા જેવી ચેષ્ટા કહી શકાય. કરોડ કરોડ વંદનાવલિ તીર્થંકર પ્રભુના ચરણકમળમાં. પૂ. શ્રી અમરચંદ્રસૂરિ મહાકવિએ રચેલા ચોવીસ જિનેન્દ્રનાં ચરિત્રો ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાએ પુસ્તક રૂપે પ્રકાશિત કરેલ તેમાંથી સંક્ષિપ્ત કરીને શ્રી દિવ્યકાન્ત સલોતે તેની રજૂઆત કરી છે. ૧0૮ વર્ષ જૂની જ્ઞાનસાગરની દીવાદાંડી રૂપ શ્રી જૈન આત્માનંદ સભાની સ્થાપના અને તેનો ઇતિહાસ પણ જૈન જગતના ક્ષેત્રે ઉજ્વળ, પ્રેરણાત્મક અને ભવ્ય છે. પૂ. આ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ.સા. (આત્મારામજી મ.સા.)ના કાળધર્મ પામ્યા પછી બાવીસમા દિવસે તા. ૧૩-૬-૧૮૯૬ના રોજ શ્રી જૈન આત્માનંદ સભાની સ્થાપના કરવામાં આવી હતી. આ જ્ઞાનપ્રદીપનું એક નાનું સરખું વિદ્યામંદિર છે. આપણા અમૂલ્ય જ્ઞાનનિધિમાંથી ઉત્તમ ગ્રંથરત્નો પ્રગટ કરવાં એ એનું જીવનવ્રત છે. એ વ્રતનું પાલન કરવા એ છેલ્લાં ૧૦૮ વર્ષથી અદનો પુરુષાર્થ કરી રહેલ છે. અત્યાર સુધીમાં અનેક પ્રાચીન ગ્રંથો પ્રગટ કરીને એણે માનવજીવનને અજવાળવાનો અને જૈન શાસનનું ગૌરવ વધારવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત આ સભા દ્વારા સાર્વજનિક ફી વાચનાલય, આત્મારામજી જૈન લાઇબ્રેરી, માસિક પ્રકાશન, ધાર્મિક પુસ્તકોનું વેચાણ, યાત્રા પ્રવાસ, કોલેજના વિદ્યાર્થીઓને ઇનામવિતરણ વગેરે માનદ્ સેવાનાં કાર્યો આજે પણ નિસ્વાર્થ ભાવે ચાલી રહ્યાં છે. ગ્રંથપાલશ્રી મુકેશભાઈ સરવૈયાની નિષ્ઠાપૂર્વકની સેવા પ્રશંસનીય છે. – સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy