SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૪ શાંતિભુવન સંઘમાં ૧૭ દિવસનો ભવ્ય જિનભક્તિમહોત્સવ ઊજવાયેલ. બીજા પણ અનેક સ્થાનોમાં જિનભક્તિ મહોત્સવ ઊજવાયા. પૂજ્યશ્રીના કાળધર્મને ૧૦ વર્ષ થયાં પ્રત્યેક વાર્ષિકતિથિએ ભવ્ય જિનભક્તિ મહોત્સવ ઊજવાય છે. જેનસમાજના સુવિખ્યાત “કલ્યાણ” માસિકે પણ પૂજ્યશ્રીજીને શ્રદ્ધાંજલિ અર્પતો દળદાર વિશેષાંક બહાર પાડેલ. અનેક ભવ્ય આત્માઓ માટે આલંબનભૂત જીવન જીવનારા મહાપુરુષોનાં ચરણોમાં નતમસ્તકે વંદનાંજલિ! - પૂ. મુનિશ્રી કુલશીલવિજયજી મ.સા.ની પ્રેરણાથી પદમશી કુંવરજી શાહ કલકત્તાના સૌજન્યથી અનુપમ જ્ઞાનસાધનાનું શિખર : બત્રીસનબત્રીસીના વિદ્વાન ટીકાકાર મુનિરાજ ચશોવિજયજી મહારાજ મહાન રચયિતાના ગહન ગ્રંથોમાં અનુપમ, અભુત અને જીવનપ્રકાશક અર્થો નિહિત હોય છે. આવા અર્થો પર પોતાની જ્ઞાનોપાસનાથી પ્રકાશ પાડનાર વિરલા જ હોય છે. ગ્રંથો આપણી પાસે સેંકડો વર્ષોથી હોય છે, પરંતુ એનું ઊંડું અવગાહન કરીને એ ગ્રંથોનો જ્ઞાનપ્રકાશ વિશ્વમાં પ્રસરાવનાર વિરલ વિદ્વાન જ હોય છે. એ ગ્રંથોમાં પડેલાં સ્વ- પર કલ્યાણ વિચારોનાં અનુપ મૌક્તિકો અથાગ પ્રયત્નથી શોધીને જગતને આપનારા વિરલા હોય છે. કોઈ મરજીવા મહાસાગરના તળિયે ડૂબકી મારીને મોતી ખોળી લાવે છે. એના કરતાં ય ઊંડા જ્ઞાનસાગરના ગહન જળમાં સાધનાની ડૂબકી લગાવીને આવાં જ્ઞાનોતી પ્રાપ્ત કરવાનાં હોય છે. આજથી સાડા ત્રણસો વર્ષ પૂર્વે થયેલા સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં ન્યાય, વ્યાકરણ, યોગ અને અદ્યાત્મના ગ્રંથોની રચના કરનાર મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજને “લઘુહરિભદ્ર' અથવા “દ્વિતીય હેમચંદ્રાચાર્ય' જેવાં વિશેષણથી વર્ણવવામાં આવે છે. એમના સમદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાહિત્યસર્જનને કારણે તેઓને જૈનસાહિત્યમાં અંતિમ શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુસ્વામીની જેમ ઉપાધ્યાય યશોવિજયજીની “અંતિમ શ્રુતપારગામી’ તરીકે ઓળખ અપાય છે. એમના પછી આજ સુધીમાં એમના જેવા શ્રુતવેત્તા અને શાસ્ત્રવિશારદ, સમર્થ વિદ્વાન અન્ય કોઈ થયા નથી. એકસોથી વધુ ગ્રંથોના રચયિતા, મહાન દાશનિક, પદશનના જ્ઞાતા એવા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ચતુર્વિધ સંઘ મહારાજને ‘તત્ત્વવિશારદ' અને “કુર્ચાલ શારદા' બિરુદ આપવામાં આવ્યાં હતાં. અન્ય સમાજના વિદ્વાનોએ એમને ‘ન્યાયાચાર્ય” અને “ન્યાયવિશારદ' એવાં બિરુદ આપ્યાં હતાં. કાશીની દુજેય વિદ્વાનોની સભામાં પાંચસો પંડિતોને એકલે હાથે જીતીને તેઓ “ન્યાયાચાર્ય'નું બિરુદ પામ્યા હતા. આવા શાસ્ત્રોમાં સર્વજ્ઞ તરીકે ઓળખાતા ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે આજથી સાડાત્રણ સો વર્ષ પહેલાં “ધાત્રિશદ્ધાત્રિશિકા' નામના ગ્રંથની રચના કરી. આ અનુપમ ધર્મગ્રંથમાં બત્રીસ-બત્રીસ શ્લોકોમાં એક-એક વિષયનું આલેખન કર્યું. દાન, જ્ઞાન, પૂજા જેવા બત્રીસ વિષયોનું યથાર્થ–સ્વરૂપ સમજાવતા બત્રીસ વિભાગ પાડ્યા અને તે દરેક વિભાગને બત્રીસ શ્લોકમાં સંપૂર્ણ કર્યો હોવાથી એનું નામ “દ્વિત્રિશદ્ધાત્રિશિકા' છે, જેને ગુજરાતમાં ‘બત્રીસી–બત્રીસી' તરીકે ઓળખવામાં આવે છે. આ વિરલ ગ્રંથ પર પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ‘તત્ત્વાર્થદીપિકા' નામની મૂળ ગ્રંથ પર ટીકા પણ લખી છે જે ૫૦-૫૦ શ્લોક પ્રમાણ છે. આ બત્રીસ-બત્રીસી' ગ્રન્થ ઉપર આજના સમયના વિદ્ધદવિભૂષણ પૂ. મુનિરાજ શ્રી યશોવિજયજી મહારાજે “નયેલતા” નામક સંસ્કૃત ટીકા (૫૦ હજાર શ્લોક પ્રમાણ) અને તેના ઉપર ‘કાત્રિશિકાપ્રકાશ” નામક ગુજરાતી વિવેચના અથાગ પરિશ્રમ બાદ તૈયાર કરી છે. આને મૂળ ગ્રંથ ટીકાઓ, વિવેચનાસહિત મુનિરાજ શ્રી યશોવિજયજીએ અઠ્ઠાવીસ હજાર પૃષ્ઠોમાં આઠ ગ્રંથોરૂપે આલેખ્યો છે. વિશિષ્ટ પ્રજ્ઞા અને અનુપમ શ્રુતસાધનાની સાથોસાથ એમની બહુશ્રતતા અને જુદાં જુદાં દર્શનોનો ઊંડો અભ્યાસ આમાંથી પ્રગટ થાય છે. એના સંદર્ભોની તુલના માટે એમણે અનેક ગ્રંથોમાંથી દ્રષ્ટાંતો આપ્યા છે. આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી અનેક ગ્રંથરત્નોનો અર્થ સંગ્રહિત કરીને આલેખન કરતા હતા એ જ રીતે અને એ જ શૈલી ઉપાધ્યાય યશોવિજયજીએ અને અત્યારે મુનિરાજ યશોવિજયજીએ આ ગ્રંથમાં અપનાવી છે. આ રીતે યોગ, આગમ અને ન્યાય એ ત્રણેના શિરમોર સમો આ ગ્રંથ મુનિરાજશ્રી યશોવિજયજી મહારાજની અખંડ જ્ઞાનસાધનાનું અમૃત અર્પે છે. માત્ર અઢાર વર્ષની વયે દીક્ષા લેનાર આ મુનિરાજશ્રી સતત જ્ઞાનસાધનામાં ડૂબેલા હોય છે અને એની સાથોસાથ એમની ત્યાગસાધના પણ એટલી જ ઉત્કૃષ્ટ અને વંદનીય છે. લગભગ વીસ વર્ષનો દીક્ષા પર્યાય ધરાવતા આ મુનિરાજે એક મહાન જ્ઞાનભંડારને પોતાની સાધના, ગહનતા, વિદ્વત્તા અને Jain Education Intemational Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy