SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ ભાષ્ય, ૨ કર્મગ્રંથ સુધીનો અભ્યાસ કર્યો. સાડાત્રણ વર્ષ પાઠશાળામાં રહ્યા. ૧૬ વર્ષની ઉંમરે વર્ધમાનતપનો પાયો નાખ્યો. ૧૮ વર્ષની ઉંમરે તેમની દીક્ષાની ભાવના સાકાર થઈ અને મેત્રાણ તીર્થે પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજના વરદ હસ્તે દીક્ષિત થઈ, પૂ. પં.શ્રી અભયસાગરજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી કલ્યાણસાગરજી નામે જાહેર થયા. પૂજ્યપાદ ગુરુભગવંતોની પાવન નિશ્રામાં આગમન્યાય-વ્યાકરણ આદિનો ગહન અભ્યાસ કર્યો. કેટલાંક ચાતુર્માસ પૂજ્યોની નિશ્રામાં કરીને પછીથી સ્વતંત્રપણે શાસનસેવાનાં કાર્યો ઉપાડ્યાં. સં. ૨૦૩૬ના માગશર સુદ ૬ને દિવસે મુંબઈ– વિલેપાર્લેમાં પ.પૂ. ઉપાધ્યાય શ્રી દર્શનસાગરજી મ.સા.ના વરદ્ હસ્તે ગણિ પદ પ્રદાન થયું. સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ને દિવસે પાલિતાણામાં પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરજી મહારાજના વરદ્ હસ્તે પંન્યાસપદ પ્રદાન થયું. પૂજ્યશ્રીનાં પગલેપગલે તેઓશ્રીના વયોવૃદ્ધ પિતાએ, નાનાભાઈએ, નાનીબહેને પણ સંયમ સ્વીકાર્યું. સુદીર્ધ દીક્ષાપર્યાય દરમિયાન પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનેક ભવ્યાત્માઓની દીક્ષા થઈ છે. અનેક છ’રિપાલિત સંઘો નીકળ્યા છે, અનેક ઉપધાન-ઉદ્યાપન આદિ તપશ્ચર્યાઓ થઈ છે. શાસનપ્રભાવનાનાં અન્ય કાર્યો ચિરસ્મરણીય રીતે સુસંપન્ન થયાં છે અને થઈ રહ્યાં છે. તેમાં સવિશેષ નોંધપાત્ર છે : પૂજ્યશ્રીની પ્રેરણાથી ઈડર પાસે રાણી તળાવમાં શ્રી અષ્ટાપદ જલમંદિર નિર્માણ યોજના ટ્રસ્ટની સ્થાપના થવા સાથે તેની અંતર્ગત શ્રી પાવાપુરી જલમંદિરનું ભવ્ય નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સં. ૨૦૫૨માં પૂ. શાસનપ્રભાવક ગચ્છાધિપતિ શ્રી આચાર્યદેવશ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે ખાનપુર માકુભાઈ શેઠના બંગલે વૈ.સુ.-૭ના આચાર્ય પદ પ્રદાન થયું હતું. સં. ૨૦૫૪માં કાંદિવલી જૈન સંઘ, શંકરગલી ચાતુર્માસમાં ૧૩૪ની વિશાળ સંખ્યામાં ૯૧ માળ તથા ૨૭ બાળક–બાલિકાઓએ ઉપધાન તપ કરેલ. માળારોપણ ભવ્યાતિભવ્ય થયેલ. સં. ૨૦૫૬માં કાંદિવલી તથા શાન્તાક્રુઝ જૈન સંઘના સહકારથી પાવાપુરી જલમંદિર તીર્થનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ થયું. વૈ.સુ.-૧૦ના દિવસે ૧૩ દિવસના મહોત્સવ સાથે ઐતિહાસિક અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. ૬-આચાર્ય ૩૬ સાધુ ૮૦ સાધ્વીજી મ.સા. અને વિશાળ જનસમુદાયની હાજરી હતી. સં. ૨૦૫૮ના પાવાપુરી જલમંદિર તીર્થમાં પૂજ્યશ્રીને ૧૦૦મી ઓળીનું પારણું ખૂબ જ ભવ્ય મહોત્સવ કરવાપૂર્વક થયું. આ તીર્થના વિકાસ અને પ્રગતિમાં Jain Education International For Private ચતુર્વિધ સંઘ મુખ્ય ફાળો—મૌન, તપ-જપ, સ્વાધ્યાય રત્નવિનયી શિષ્યમુનિશ્રી રાજતિલકસાગરજી મ.સા.નો રહેલ છે. પૂ. પ્રકાશચંદ્ર વિ. તથા મુનિ શ્રી ધર્મકીતિ સા.નો પણ સહકાર મળેલ છે. ડહેલાવાળા સમુદાયના સાધનાનિષ્ઠ પ.પૂ. આ. શ્રી વિમલરત્નસૂરિજી મ.સા. સમુદાય અને સંઘ સમાજમાં સાધના અને સમતાભર્યા સ્વભાવપ્રભાવની સુવાસ ફેલાવનાર પ્રશાંતમૂર્તિ પૂજ્યશ્રીનો જન્મ માલવાડામાં ધર્મશ્રદ્ધાળુ જૈન પરિવારમાં થયો. નામ રાખ્યું કાન્તિભાઈ. રાજસ્થાનના ધર્મનિષ્ઠ પિતા પૂનમચંદજી અને માતા વસ્તુબહેન આ શ્રાવકદંપતી ધર્મરંગે રંગાયેલા હતા. સંતાનોનું લાલનપાલન પણ ધર્મસંસ્કારોથી જ કર્યું. પરિવારમાં બે ભાઈઓ વીરચંદભાઈ તથા લહેરચંદભાઈ અને ત્રણ બહેનો રંગુબહેન, લક્ષ્મીબહેન અને હસુમતીબહેન (સા.શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ.સા.). શ્રાવકજીવનની દરેક આરાધનાનું આચરણ આ પરિવારમાં હતું જ. કુટુંબજીવનના ધાર્મિક સંસ્કારો અને પૂર્વજન્મના પુણ્યસંચયે તેઓને બચપણથી જ વૈરાગ્યભાવના સુષુપ્ત અવસ્થામાં હતી જ. સંસ્કારસંપન્ન જીવનમાં ક્રમેક્રમે દાન, દયા, દક્ષતા પ્રાપ્ત કરવાની સાથે જ આ શ્રાવક-શ્રાવિકાને સંસારની અસારતાનો ખ્યાલ આવી ગયો અને વિતરાગ પરમાત્માને શરણે જવાનો સંયમમાર્ગનો રંગ લાગ્યો. કાન્તિભાઈએ સાંસારિક જીવનનો ત્યાગ કરી પૂ. બહેન મહારાજશ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ.ની પ્રેરણાથી સંયમનો કઠિન માર્ગ સ્વીકાર્યો. શ્રાવક કાન્તિભાઈનું વેવિશાળ ઝાંખડી મુકામે શા. ઉકાજીની સુપુત્રી કુસુમબહેન સાથે થયેલ. કુસુમબહેને પણ પૂજ્યશ્રીની વૈરાગ્યભાવના જોઈ દીક્ષા ગ્રહણ કરી, જે કીર્તિપૂર્ણાશ્રીજી નામ રાખી સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ.ના શિષ્યા બન્યાં. બહેન મહારાજ પૂ. હર્ષપૂર્ણાશ્રીજી મ.નાં ત્રણ શિષ્યારત્નો આ મુજબ ઃ— ચારિત્રપૂર્ણાશ્રીજી મ., સંયમપૂર્ણાશ્રીજી H.. કીર્તિપૂર્ણાશ્રીજી મ. હાલ કુલ પિસ્તાલીસનો પરિવાર છે. પૂર્વના કોઈ પુણ્ય જાગતા હોય ત્યારેજ ભવ્યાત્માઓ ભાગવતી દીક્ષા લઈ શકતા હોય છે. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy