SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૦ સરળતા, સહજતાની પ્રતિમૂર્તિ, શાસનપ્રભાવક આ.શ્રી વિજય વીરેન્દ્રસૂરીશ્વરજી મ.સા. આચાર્ય શ્રી વિજયવીરેન્દ્ર સૂરિજી મહારાજ જૈનશાસન અને વિજયવલ્લભ સમુદાયના આદર્શ અને ઉજ્જ્વળ નક્ષત્ર છે. તેઓ સ્વભાવે અત્યંત સરળ, ઉદારહૃદયી, મધુર, મિલનસાર, શાંત સ્વભાવી, ચિંતનશીલ સાધક છે. ઊંચા ગજાના વિચારક વક્તા, કવિ અને સારા લેખક છે, જગતના કોલાહલથી દૂર, એકાંતસાધનામાં લીન, સમતા યોગ્યના ઉપાસક વ્યક્તિત્વના સ્વામી છે. એમનો જન્મ ગુજરાતના અત્યંત પ્રાકૃત્તિક વનાંચલમાં આવેલા પાણીબાદ નામના ગામમાં થયો. એમના પિતા અતિ ધાર્મિક પ્રકૃતિના વ્યક્તિ છે. આચાર્ય વિજયવીરેન્દ્રસૂરિજીનું બચપણનું નામ વિષ્ણુકુમાર હતું. જન્મથી જ એમનામાં મૌલિક પ્રતિભા હતી. કુશાગ્ર બુદ્ધિ વિષ્ણુકુમારે સરળતા, સહજતાપૂર્વક નવા નવા વિષયો’ગ્રહણ કરી લીધા. અગિયાર વર્ષની નાની ઉંમરમાં છોટા ઉદયપુર શહેરમાં એમની દીક્ષા થઈ. એમની સાથે જ એમના પિતા મુનિરાજ શ્રી ગૌતમવિજયજી અને બે નાના ભાઈઓ મુનિરાજ શ્રી હરિસેનવિજય અને મુનિ શ્રી ઇન્દ્રવિજયે પણ દીક્ષા અંગીકાર કરી અને પરમાર ક્ષત્રિયોદ્ધારક આચાર્ય શ્રીમદ્ વિજય ઇન્દ્રદિન સૂરીશ્વરજી મહારાજના શિષ્ય બન્યા અને નામ ધારણ કર્યું મુનિ શ્રી વીરેન્દ્રવિજયશ્રી મહારાજ. દીક્ષા ગ્રહણ કર્યા પછી એમણે વ્યાકરણ, કોષ, કાવ્ય, આગમ, જ્યોતિષ વગેરે વિષયના અભ્યાસનો આરંભ કર્યો અને થોડા જ સમયમાં વિદ્વાન મુનિરાજ બની ગયા. જૈન દિવાકર આચાર્ય શ્રીમદ્ વિજયઇન્દ્રદિન સૂરીશ્વરજી મહારાજના સુયોગ્ય નેતૃત્વમાં બીજા અનેક ધાર્મિક વિષયોનું જ્ઞાનસંપાદન કર્યું અને પ્રસિદ્ધ વક્તા, લેખક અને કવિ તરીકે પ્રખ્યાત થયા. એમણે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, હિમાચલપ્રદેશ, ઉત્તર પ્રદેશ વગેરે પ્રાંતોમાં વિહાર કર્યો સાથે સાથે અનેક તીર્થોની યાત્રા કરી. વડોદરા (ગુજરાત), વિલેપાર્લે (મુંબઈ), નાગપુર (મહારાષ્ટ્ર), લુધિયાણા (પંજાબ), નવરંગપુરા (અમદાવાદ) વગેરે સ્થળોએ સ્વતંત્ર ચાતુર્માસ કરી જિનશાસનની પ્રભાવનાના મહિમાની અભિવૃદ્ધિ કરી છે. વડોદરા અને પંચમહાલ જિલ્લામાં નૂતન જૈનમંદિર બને. ભાઈઓમાં સુસંસ્કારોનું સિંચન, વૃદ્ધિ અને જૈન શ્રદ્ધાને સુદૃઢ Jain Education International For Private ચતુર્વિધ સંઘ બનાવવા જૈન ધર્મનો પ્રસાર-પ્રચાર કરીને માનવતાની મોટી સેવા કરી છે. નવનિર્મિત પાવાગઢ તીર્થ અને બીજાં અનેક ગામો-શહેરોમાં નિર્માણાધીન મંદિરો, ઉપાશ્રયો અને પાઠશાળાઓ માટે દાનવીર મહાનુભાવોને પ્રેરણા આપી અધૂરાં કાર્યો પૂર્ણ કરાવ્યાં. અનેક પ્રતિષ્ઠાઓ, અંજનશલાકાઓ અને છ'રિપાલિત સંઘોના આયોજનોમાં એમનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે. એમની મહેકતી શાસનપ્રભાવનાઓને નજરમાં રાખીને જૈનદિવાકર આચાર્ય શ્રીમદ્ વિજયઇન્દ્રદિન સૂરીશ્વરજી મહારાજે હસ્તિનાપુરમાં ગણિ પદ અને ભારતની રાજધાની દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નિર્મિત વિજયવલ્લભ સ્મારક અંજનશલાકાના પ્રતિષ્ઠામહોત્સવના શુભ અવસરે ‘પંન્યાસ પદ'થી અલંકૃત કર્યા. તેઓ ભારત હૃદયના કવિ છે. એમણે રચેલાં ભજનો અને સ્વતનો ગાતાં લોકો ભક્તિમાં લીન થઈ જાય છે. જેવા તેઓ ઉત્તમ કવિ છે, એવી જ એમના કંઠમાં મધુરતા છે. તેઓ જિનશસનની અભૂતપૂર્વ સેવા કરી રહ્યા છે. સને ૧૯૯૦માં ચાતુર્માસ એમણે ઉત્તર ભારતના સૌથી મોટા લુધિયાણામાં કર્યાં. આરાધના અને સાધનાની દૃષ્ટિએ એમનાં આ ચાતુર્માસ અપૂર્વ રહ્યાં. આ ચાતુર્માસમાં એમણે નવી પેઢીમાં ધર્મસંસ્કાર માટે બાલઇન્દ્ર ધાર્મિક શિબિરનું આયોજન કર્યું અને ચાતુર્માસમાં એમણે અનેક સ્તવનો અને ભજનોનાં બે સંકલનો ઇન્દ્રસૌરભ’ નામે પ્રકાશિત કરાવ્યાં. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજના સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી વર્ષમાં ચાતુર્માસમાં એમના સાન્નિધ્યમાં અનેક રચનાત્મક કાર્યક્રમોના આયોજનમાં સમગ્ર સમાજમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો. સૌજન્ય : શુભનીશ જૈન, દીપક જૈન, દિલ્હી તરફથી. જિનશાસનની સૌરભ....લબ્ધિસમુદાયનું ગૌરવ....... વિક્રમગુરુના વૈભવ.....શ્રદ્ધેય સમતાનિધિ પ.પૂ. આ.દે.શ્રી યશોવર્મસૂરિજી મ.સા. જન્મ-ફા.સુ. ૧૩, ૨૬-૨-૧૯૫૩, ઉમરગામ. દીક્ષા-પોષ વદ-૧૦, તા. ૨૭-૧, વિ.સં. ૨૦૨૧, ભાયખલા, મુંબઈ દીક્ષાદાતા તથા ગુરુમાતા—તીર્થપ્રભાવક, નિત્ય ભક્તામરસ્તોત્રપાઠી પ.પૂ. ગુરુદેવશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy