SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ મૂકતા ગયા. (મુનિશ્રી વાચસ્પતિવિજયજી મહારાજના એક લેખમાંથી ટૂંકાવીને) દર્શતશાસ્ત્રી, સાહિત્યરસિક, જ્ઞાતવૈરાગ્યતી સૌમ્યમૂર્તિ પૂ. આ. શ્રી વિજયલાવણ્યસૂરિજી મ. શાસનપ્રભાવનાના અનેકવિધ ક્ષેત્રોમાં જપ-તપનાં મહાન અનુષ્ઠાનો થાય, તો કોઈ તપસ્વીના હસ્તે તીર્થસ્થાનોના જીર્ણોદ્વાર થાય, કોઈ ગુરુવર્ય આગમોનાં અર્થઘટનોમાં ઊંડા ઊતરે, તો કોઈ મનીષી અન્ય શાસ્ત્રોમાં પારંગત બને—એવા એક ભવ્ય શાસનજ્યોત સમા પ્રકાશિત સાધુપુરુષ હતા પ. પૂ. આ. શ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ. સં. ૧૯૫૩ના ભાદરવા વદ પાંચમના દિને સૌરાષ્ટ્રના બોટાદ શહેરમાં જન્મેલા આ મહામાનવે, ૧૯ વર્ષની ભરયુવાન વયે, સં. ૧૯૭૨ના અષાઢ સુદ પાંચમને શુભ દિને રાજસ્થાનના સાદડી મુકામે દીક્ષા અંગીકાર કરી. પ્રથમ પ્રવર્તક પદ-પ્રદાન સં. ૧૯૮૭માં અમદાવાદમાં થયું. સં. ૧૯૯૦માં માગશર સુદ આઠમને દિવસે ભાવનગરમાં ગણિપદ અને બે દિવસ બાદ પંન્યાસપદ. ત્યારબાદ સં. ૧૯૯૧માં મહુવામાં વાચક (ઉપાધ્યાય)પદ અને સં. ૧૯૯૨માં આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યા. તેઓશ્રી અર્ધી સદી જેટલા લાંબા અને યશસ્વી દીર્ઘપર્યાય પછી ૬૭ વર્ષની ઉંમરે તા. ૯-૩-૧૯૬૪ના દિવસે રાજસ્થાનના ખીમાડા ગામે કાળધર્મ પામ્યા. વ્યાકરણવિદ્ સંયમ સ્વીકાર્યા પૂર્વે જ તેઓશ્રીની જ્ઞાનપીપાસા તીવ્ર હતી. તેમાં અધ્યયન અને સ્વાધ્યાયતપની અનુકૂળતાનો ઉમેરો થતાં આ પિપાસા વધુ ઉત્તેજિત અને તત્પર બની. સતત વાચન-લેખન અને ચિંતન-મનનમાં નિમગ્ન રહેવા લાગ્યા. આ મુનિવરને જોનાર પ્રથમ દૃષ્ટિએ તો તેમને એકાકી જીવ માની લેતા. કારણ કે અહોરાત અભ્યાસમાં રત રહેવું એ જ તેઓશ્રીની વૃત્તિ અને પ્રવૃત્તિ હતી. પરિણામ સ્વરૂપ, તેઓશ્રીના હસ્તે અનેક તત્ત્વદર્શી અને શાસ્ત્રીય ગ્રંથોની વિદ્વતાપૂર્ણ ચર્ચાવિચારણા થઈ છે. તેઓશ્રીએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ટરચિત ‘શબ્દાનુશાસન’ ઉપર જે સ્વોપજ્ઞ શબ્દ મહાર્ણવન્યાસ છે તેનું સંપાદન અને ત્રુટિત ભાગનું અનુસંધાન કરવાનું દુષ્કર કાર્ય હાથ ધરીને ૭ ભાગ બહાર પાડ્યા છે. ધાતુરત્નાકર’ના ૮ ભાગ તેઓશ્રીની ખ્યાતનામ રચના છે. ‘કૃતપ્રત્યયાનામ્ મહાયંત્રમ્’ દ્વારા આચાર્યશ્રીએ કૃદંતની કઠિનતાને સરળ બનાવી છે. ‘વિભક્ત્યર્થ નિર્ણય ગ્રંથ'માંની વિભિક્તિની ચર્ચા તેઓશ્રીની બુદ્ધિપ્રતિભાનું પ્રતીક છે. આ ઉપરાંત, ‘હેમચંદ્રિકા'નામની લઘુ પુસ્તિકા તો Jain Education International For Private ચતુર્વિધ સંઘ બાળકોને સરળતાથી વ્યાકરણના મહત્ત્વના સિદ્ધાંતો સમજાવનારી અદ્ભુત પુસ્તિકા છે. આમ, મહત્ત્વના વ્યાકરણગ્રંથોમાં તેઓશ્રીની અપ્રતિમ પ્રતિભાનાં દર્શન થાય છે. દર્શનશાસ્ત્રી : તેઓશ્રીએ શ્રી સિદ્ધસેન મહારાજ કૃત ગહન દાર્શનિક ‘દ્વાત્રિંશિકા'ઓ પર કિરણાવલી નામક અર્થગંભીર ટીકા રચી છે. પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય' ઉપર સ્યાદવાદ્વાટિકા નામની પ્રૌઢ ટીકા રચી છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરના કેટલાક ગ્રંથોની ટીકાઓમાં ‘સપ્તભંગી નયપ્રદીપ’ ઉપર બાલબોધિની વૃત્તિ, ‘નયરહસ્ય’ ઉપર પ્રમોદાવિવૃત્તિ, ‘નયોપદેશ’ ઉપર તરંગિણી-તરણીવૃત્તિ, ‘અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણમ્’ ઉપર તત્ત્વબોધિની વૃત્તિ વગેરે વૃત્તિઓ રચી છે. ‘નયગોચર ભ્રમનિવારણમ્' દ્વારા નયસંબંધે બહુશ્રુત પૂર્વાચાર્ય ભગવંતોની વ્યાખ્યાનું સમુદ્ઘાટન અને એમાં થતાં ભ્રમનું નિવારણ સુંદર રીતે કર્યું છે. ધર્મશાસ્ત્રમાં ‘તત્ત્વાર્થત્રિસૂત્રિ પ્રકાશિકા’ રચીને તત્ત્વજ્ઞાનની સૌરભને વ્યાપકરૂપે વિસ્તારી છે. સાહિત્યરસિક : કવિ ધનપાલરચિત ‘તિલકમંજરી’ ઉપરની પરાગ ટીકા તો આચાર્યશ્રીની લબ્ધપ્રતિષ્ઠ રચના છે. હેમચંદ્રાચાર્યના સ્વોપજ્ઞ ‘કાવ્યાનુશાસન'ની અને ‘છંદાનુશાસન’ ઉપર પ્રદ્યોત નામક ટીકા તેઓશ્રીની ઊંડી સાહિત્યસૂઝની પરિચાયિક છે. સ્વોપજ્ઞ દેવગુર્વાષ્ટકમાં તેમણે શ્રી નેમિનાથ ભગવાન અને શ્રી નેમિસૂરિજી આચાર્યશ્રીનું જીવન-કવન સુંદર રીતે ગૂંચ્યું છે. ધૈયર્થક આ રચનામાં તેઓશ્રીએ શબ્દલાલિત્ય અને અર્થગાંભીર્ય ઠાંસી ઠાંસીને ભર્યા છે. જ્ઞાન-વૈરાગ્યની સૌમ્યમૂર્તિ : પૂજ્ય આચાર્ય શ્રી જ્ઞાનગંભીર સાગરની પ્રતિભા ધરાવતા હતા, તે સાથે પ્રભાવશાળી વક્તા પણ હતા. તત્ત્વદર્શન જેવા શુષ્ક વિષયને દૃષ્ટાંતો-દલીલોથી રસાળ અને હૃદયંગમ બનાવવાની તેમની માવજત અનન્ય હતી. અનેકવિધ શાસ્ત્રોનું વિપુલ જ્ઞાન ધરાવતા હોવા છતાં તેઓશ્રી આબાલવૃદ્ધ સહુ સાથે સૌહાર્દપૂર્વક સૌમ્ય વ્યવહાર કરતા. વિશાળ શિષ્યપ્રશિષ્ય પરિવાર ધરાવતા અને પ્રલંબ દીક્ષાપર્યાયથી શાસનસેવાનાં અનેક કાર્યો કરી જનારા ગીતાર્થ આચાર્યશ્રીને કોટિ કોટિ વંદના. સર્વસંપદાના ઋણને અદા કરવા પોતાના પરમોપકારી ગુરુદેવ પ્રત્યેનો જેમનો સમર્પણભાવ ઉચ્ચ કોટિનો હતો એવા પ્રાકૃતવિશારદ ધર્મરાજા પૂ. આચાર્યશ્રી વિજયકસ્તૂરસૂરિજી મ. બહુરત્ના વસુંધરા : જગતના જીવોને અભયમાર્ગ તેમ જ મુક્તિમાર્ગદાતાશ્રી જિનેશ્વર ભગવંતના શાસનરસિક ધર્માત્માઓથી મઘમઘતું અને તે ધર્માત્માઓની જિનશાસન Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy