SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૦ તવારીખની તેજછાયા. સ્તુતિઓ અને સ્તવનાઓ ભાવવિભોર બનીને જિનભક્તો દ્વારા જિનાલયોમાં ગવાતી કર્ણગોચર બને છે, નિપાણી, વાલવોડ જેવાં પ્રાચીન તીર્થો કે વટામણ જેવાં અભિનવ તીર્થોના ઉદ્ધાર કે ઉત્થાનમાં જેમની પ્રેરણા અને પ્રભાવનો બહુમૂલ્ય ફાળો છે તે પૂ. આ. કે. શ્રી વિજયજગવલ્લભસૂરીશ્વરજી મહારાજના નામથી સકલ સંઘ સુજ્ઞાત છે. સૌરાષ્ટ્રના ઝાલાવાડ પ્રદેશમાં ‘ભગતના ગામ'ના નામથી સુપ્રસિદ્ધ સાયલા ગામ એ તેઓશ્રીની જન્મભૂમિ, પિતાજી જગજીવનભાઈ અને માતુશ્રી હીરાબહેન એ તેમના ધર્મસંસ્કૃત પિતાજી અને માતાજી હતાં. વિ.સં. ૧૯૯૯ના ફાગણ વદ ૧૦ના દિને હીરાબહેને જોડિયાં સંતાનોને જન્મ આપ્યો. એકનું નામ જયંતી અને બીજાનું નામ જશવંત રાખ્યું. જશવંતનું આંતરપોત કાંઈક જુદું જ હતું. તેમાં સંસ્કારી માતાપિતાની ઓથ મળી. જિનપૂજા જેવા પ્રાથમિક આચારો તો શૈશવથી જ તેમના જીવનમાં શોભી ઊઠ્યા. ધર્મક્ષેત્ર પ્રત્યેનો સહજ ઝોક હતો જ, તેમાં એક સુંદર નિમિત્ત મળ્યું. પૂ. આ. દે, શ્રી વિજયચિદાનંદસૂરીશ્વરજી મ.સા.નું સાયલામાં ચાતુર્માસ હતું. તેમની સાથેના બાલમુનિરાજ શ્રી નંદીઘોષવિજય મ.સા.ને બાલ્યવયમાં સંયમના સોહામણા સ્વાંગમાં શોભતા નીરખીને સંયમધર્મ પ્રત્યે વિશેષ અનુરાગ જાગ્યો. નિયતિ પણ જાણે તેમને શુભ ભણી ખેંચી રહી હતી! સુરેન્દ્રનગરમાં પાવિત્રમૂર્તિ સિદ્ધાન્ત મહોદદિ પૂ. આ. કે. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજીનાં પાવન પદાર્પણ થયાં, આસપાસના વિસ્તારમાંથી દર્શનાર્થીઓનાં વૃંદો સુરેન્દ્રનગર ઊમટતાં હતાં. પૂજ્યપાદશ્રીની કરુણાનજર જશવંત ઉપર પડી. જશવંતને પણ પૂજ્યપાદશ્રીના પાવન સાનિધ્યમાં રહેવાનો ભાવ થયો અને તે ભાવને અમલમાં મૂકી સંયમની અભિલાષાને પરિપક્વ કરી. વિ.સં. ૨૦૧૮ના ફાગણ સુદ ૧૦ના દિને ભીષ્મ તપસ્વી પૂ. આ. કે. શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે સાયલા ગામમાં જ પ્રવ્રજિત બન્યા. વૈશાખ સુદ ૬ના દિને વાત્સલ્યમૂર્તિ પૂ. આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા થઈ. પૂ. મુનિરાજશ્રી ધર્માનંદવિજયજી (પછીથી પૂ. આ. કે. શ્રી વિજયધર્મજિતસૂરીશ્વરજી) મ.સા.ના શિષ્ય બન્યા અને મુનિરાજશ્રી જગવલ્લભવિજય મ.સા.ના નામે સંયમજીવનના વિવિધ યોગોની આરાધનામાં લીન બન્યા. ઝળહળતો વૈરાગ્ય વિશિષ્ટ ત્યાગમાં પરિણમ્યો. પ્રવ્રજ્યાજીવનના પ્રારંભમાં જ અનેક વિશિષ્ટ આજીવન અભિગ્રહો ૬૩. ધારણ કર્યા. પ્રાયઃ તમામ મેવા-મીઠાઈ અને મોટા ભાગનાં ફરસાણનો ત્યાગ કર્યો. લગભગ તમામ ફૂટ સહિત લીલોતરીનો પણ જીવનભર માટે ત્યાગ કર્યો. સ્વાધ્યાયયોગની ગહનતામાં ડૂબકી મારીને વિવિધ વિષયનાં અનેકાનેક શાસ્ત્રોનું અધ્યયન કર્યું. સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, પ્રકરણો, આગમ ગ્રન્થો વગેરે વિવિધ વિષયનાં જ્ઞાતા બન્યા. અનેક શ્રમણોને શાસ્ત્ર ગ્રન્થોનું અધ્યાપન પણ કરાવ્યું. પ્રાપ્ત કરેલું જ્ઞાન વિશેષ રૂપે સંયમ અને ભક્તિમાં પરિણત થતું રહ્યું. ગુરુજનોની સેવા અને શ્રમણોની વૈયાવચ્ચમાં સદા ખૂબ ઉત્સાહી રહ્યા. ગુરુસેવાના મંત્રને જીવનમાં કેન્દ્રમાં રાખ્યો. પ્રારંભિક ૧૨ વર્ષ તો સતત ગુરુસેવામાં રત રહ્યા. પ્રદાદાગુરુદેવ આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા, દાદા ગુરુદેવ પૂ. આ. ભ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ અને ગુરુદેવ પૂ. આ. ભ. શ્રી વિજયધર્મજિતસૂરીશ્વરજી મહારાજા–એ ત્રણેય ગુરુવર્યોની અંતરંગ કપા સંપાદિત કરી. પૂજ્ય ગુરુવર્યોનાં આશીર્વાદ અને આજ્ઞા પામીને વિ.સં. ૨૦૩૦ની સાલમાં છાણીમાં પ્રથમ ચાતુર્માસ કર્યું. ત્યારથી એક વિશિષ્ટ પ્રવચનકાર અને શાસન-પ્રભાવક તરીકેનું તેઓશ્રીનું વ્યક્તિત્વ પ્રકાશિત થયું. વિવિધ અને વિશિષ્ટ અનુષ્ઠાનો દ્વારા પ્રારંભિક જીવોને ધર્મમાં જોડી તેમને જ્ઞાન અને ક્રિયાના રસિક બનાવવાની એક અભુત હથોટી તેઓશ્રી ધરાવે છે. ચતુર્શરણ, દુષ્કૃત્યગહ, સુકૃત્ય અનુમોદના, પુગલ વોસિરાવવાની ક્રિયા, શ્રી નમસ્કાર મહામંત્રની નવ એકાસણાં સહિતની આરાધના. શ્રી ૧૦૮ પાર્શ્વનાથના અટ્ટમ, શ્રી ધર્મચક્રતપ, ઉપધાનતપ, છ'રીપાલક સંઘ વગેરે તેમનાં પ્રિય અનુષ્ઠાનો છે. આ તારક અનુષ્ઠાનો દ્વારા તેમણે હજારો આત્માઓને દઢધર્મી બનાવ્યા છે. વિવિધ પૂજનો વગેરે ભક્તિ-અનુષ્ઠાનોમાં શુદ્ધિ અને વિધિની ચુસ્તતાનો સદાય તેમનો આગ્રહ રહ્યો છે. તેઓશ્રીની નિશ્રામાં થતાં મહાપૂજનો આદિ અનુષ્ઠાનોની ભવ્યતા અને દિવ્યતાનું હંમેશાં ભક્તજનોમાં આકર્ષણ રહ્યું છે. પ્રભુભક્તિ એ તેમનો પ્રિય યોગ છે અને તેથી ભક્તિ-સાહિત્યના વિષયમાં તેમણે સારું પ્રદાન કર્યું છે. ગુરુકૃપાથી તેમને અસાધારણ કવિત્વશક્તિ પ્રાપ્ત થયેલી છે. તેથી અઢળક સ્તવનાઓ અને સ્તુતિઓનું ભવ્ય ભેટશું તેઓશ્રીએ પ્રભુચરણે ધર્યું છે. પ્રભુમિલનનો સેતુ, ભક્તિની શક્તિ, ભાવભરી સ્તવનાવલી, નવનિધાન વગેરે પુસ્તકોમાં તેમની ભક્તિરચનાઓ સંગ્રહિત થઈ છે. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ તીર્થદર્શન ગ્રન્થ (બે ભાગ) એ તેઓશ્રી દ્વારા જૈન સંઘને મળેલી એક અણમોલ ભેટ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy