SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ સમર્પણભાવ લાવી ૧૪ વર્ષની બાળવયમાં વિ.સં. ૨૦૩૮, ફાગણ સુદ ત્રીજના દિવસે ઈડરનગરમાં હર્ષોલ્લાસપૂર્વક સંયમજીવનનો સ્વીકાર કર્યો. સંયમજીવન સાથે જ પૂજ્ય ગુરુદેવશ્રીના સાંનિધ્ય અને કૃપાબળથી વ્યાકરણ, ન્યાય, કાવ્ય, કોશ, તર્કશાસ્ત્ર, શિલ્પવાસ્તુ અને આધ્યાત્મિક ગ્રંથોના અધ્યયન સાથે ગુરુસમર્પણ દ્વારા બાળવયમાં તેજસ્વી પ્રભાવક બન્યા. દક્ષિણકેશરી પૂજ્ય ગુરુદેવશ્રીના પુણ્યપ્રભાવથી પૂજ્ય મુનિરાજશ્રીએ અનેક તીર્થો, જિનમંદિરો, ધર્મસંસ્કાર સ્થળોનું માર્ગદર્શન કરીને શિલ્પવાસ્તુકલા, જૈન સંસ્કૃતિકલા, ધર્મકલા દ્વારા એકવીસમી સદીનાં મહાન તીર્થો શ્રી નાકોડા અવંતિ ૧૦૮ પાર્શ્વનાથ જૈન તીર્થધામ, શ્રી પાર્શ્વલબ્ધિધામ ભેટ આપ્યાં છે. જિનભક્તિમાં તન્મયતા, તીર્થનિર્માણ-કાર્યોના સંકલ્પ સાથે નિર્માણ કરાવવાની શક્તિ, શાસનભક્તિમાં મગ્નતા જેવા અનેક ગુણો દ્વારા જીવનને શાસનપ્રભાવક, મહાન બનાવ્યું છે. શ્રી નાકોડા અતિ ૧૦૮ પાર્શ્વનાથ જૈન તીર્થધામ વિક્રમ સ્થૂલભદ્ર-વિહારની ઐતિહાસિક પ્રતિષ્ઠાવેળા દક્ષિણ ભારતના જૈનસંઘો તથા શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના અધ્યક્ષશ્રી શ્રેણિકભાઈએ ગુરુદેવશ્રીના સાંનિધ્યમાં પૂજ્ય મુનિરાજશ્રીને ‘વાસ્તુશિલ્પકલા મનીષી’ અને ‘દક્ષિણ ભારત તીર્થપ્રભાવક' પદવીથી અલંકૃત કરાયા. પૂજ્ય ગુરુદેવશ્રીના પુણ્યપ્રભાવ અને શિષ્યમાં ગુરુશક્તિ દ્વારા ભારતવર્ષનાં અજોડ, અદ્વિતીય, શિલ્પસ્થાપત્યના બેનમૂન દેવનહલ્લી ૧૦૮ પાર્શ્વતીર્થમાં પૂજ્ય ગુરુદેવશ્રીની ૫૧ દિવસીય સૂરિમંત્રની સાધનાથી અને પૂજ્ય મુનિરાજશ્રીને શ્રી વીરમાણિભદ્રની દિવ્ય છાયા, દિવ્ય સંકેતનાં દર્શનથી પહાડ પર દક્ષિણ ભારતના બેનમૂન શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામમાં મુખ્યમંદિર, બાવન જિનાલય, ઘેટીપાગ મંદિર, વર્ષીતપ મંદિર, લબ્ધિ દાદાવાડીનું નિર્માણ પૂજ્યશ્રીની અખંડ સાધનાનું પરિણામ છે. ચિકપેટ (બેંગલોર) શ્રી આદિનાથ પ્રભુના મંદિરજીના જીર્ણોદ્ધારનો પ્રારંભ પૂજ્ય આચાર્ય ભગવંતની પ્રેરણાથી જ થયો. નવનિર્મિત જિનાલયમાં ૨૧મી સદીની ઐતિહાસિક શિલ્પકલા પૂજ્ય મુનિરાજશ્રીના માર્ગદર્શનનું સુફળ છે. દક્ષિણ ભારતની દેવનગરી (દેવનહલ્લી)માં ગુરુશિષ્યની સાધનાનું અપૂર્વ યોગદાન રહ્યું છે. ગુરુહૃદયમાં એમણે પોતાનું એક અપૂર્વ સ્થાન બનાવ્યું છે. ગુરુકૃપાએ અનેક શાસનસેવા–શક્તિઓનો પ્રાદુર્ભાવ થયો છે. પૂજ્ય ગુરુદેવશ્રીનાં આધ્યાત્મિક પ્રવચનોના પ્રભાવે, ગુરુ Jain Education International For Private ચતુર્વિધ સંઘ પ્રેરણાના બળે તેઓ પણ પ્રવચન-પ્રભાવક બન્યા છે. ગુરુદેવશ્રીની પ્રેરણાથી નવનિર્મિત શ્રી ચંદ્રપ્રભ લબ્ધિધામ (અમદાવાદ), શ્રી શત્રુંજય તીર્થ (પોરુર-ચેન્નઈ) સહ ઈડર પોશીના તીર્થોના તીર્થોદ્વારમાં એમનું અપૂર્વ યોગદાન છે. દક્ષિણ ભારતમાં એમને બધાં ‘કમ્પ્યૂટર માઇન્ડ’ તરીકે જ ઓળખે છે. ચારિત્રમાં ઉચ્ચતા, કાર્યમાં કુશળતા, જિનશાસનનાં શાસનપ્રભાવક કાર્યોમાં તેમની રાતદિવસની સાધના સુવર્ણાક્ષરે અંકિત થઈ શકે એવી મહાન છે. સંઘર્ષો વચ્ચે પણ શાસનનો જયજયકાર કરાવી શાસનનાં કાર્યો પ્રભાવક રીતે આયોજિત કરે છે. એમની અવિહડ સાધનાના પ્રતાપે દક્ષિણ ભારતના ઘરઘરમાં જૈનમ્ જયિત શાસનમ્' નો દિવ્યનાદ ગુંજતો થયો છે. પ્રભુકૃપા અને ગુરુકૃપાથી એમને વિ.સં. ૨૦૫૯, જેઠ સુદ એકમ, તા. ૦૧-૦૬-૨૦૦૩ના રોજ પૂજ્ય ગુરુદેવશ્રીએ ‘આચાર્ય પદ’થી અલંકૃત કર્યા છે. લબ્ધિ સમુદાયની મહાશક્તિ, ગુરુ સ્થૂલભદ્રની કૃપાશક્તિ એટલે શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રી ચંદ્રયશસૂરીશ્વરજી મ.સા. સૌજન્ય : સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ, શાસનપ્રભાવક ટ્રસ્ટ, પારીવાલગુડા દેવનહલ્લી પૂ. આ. મહાયશસાગરસૂરીશ્વરજી મ. : : * ગામ : મૂળી, * નામ : મનહરભાઈ, * પિતાશ્રી : અમૃતલાલ કોઠારી, * માતુશ્રી ચંપાબહેન, * જન્મ : સં. ૧૯૯૭, પોષ વદ ૩, બુધવાર, તા. ૧૫-૧-૧૯૪૧, ૪ દીક્ષા સં. ૨૦૧૯, મહાવદ ૫, કુમારડી (શિખરજી પાસે), * વડી દીક્ષા : સં. ૨૦૧૯, વૈ. વ. ૬, કેનિંગ સ્ટ્રીટ/કલકત્તા, * ગુરુદેવ પૂ.આ. દર્શનસાગરસૂરિજી મ.સા., * ગણિ પદ : સં. ૨૦૩૬, માગ. સુ. ૬ (પાર્લા/પૂર્વ), * પંન્યાસ પદ : સં. ૨૦૪૪, માગ. સુ. ૧૫, કૈલાશનગર, સુરત, * આચાર્ય પદવી : સં. ૨૦૫૩, કા. વ. ૬, ગોદાવરી/વાસણા, અમદાવાદ, * શિષ્યો : ચાર, * શિખરજીયાત્રા : બે વાર, * સિદ્ધગિરીની યાત્રા : ૧૯૩૦, * વર્ષી તપ : નવમું (સં. ૨૦૫૯), * કુલ વિહાર : સવા લાખ કિ.મી.થી વધારે, * જાપ : નવકાર મંત્રનો લગભગ ૩ કરોડ તથા ગૌતમસ્વામી આદિનો જાપ, ક્રૂ દીક્ષાદાન : ૮૦, * કુટુંબ*સગામાંથી દીક્ષાઓ : બે મામા, ત્રણ મામાના પુત્રો, ભત્રીજા ૭ (હાલમાં ૪), બેન ૨, બનેવી ૧ અને ભાણી ૧, બારનવ્વાણું, * સુકૃતો : પદવી, પ્રતિષ્ઠા, અંજનશલાકા, ૧૧ છ'રિપાલિત સંઘ, ૧૧ ઉદ્યાપન તપ, અનેક સ્થળે પાઠશાળા આદિ કાર્યો. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy