SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ४७० પ્રભાવના થઈ હતી. મુંબઈ-બોરીવલી ચંદાવરકર લેનમાં નવનિર્મિત ભવ્ય જિનાલયની અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગે પૂજ્યશ્રીએ અદ્ભુત યોગદાન અને શાસ્ત્રીય માર્ગદર્શન આપ્યું છે. શ્રીસંઘ આ બાબત તેઓશ્રીને મહાન ઉપકારી માને છે. નાસિકના ચાતુર્માસમાં ૨૫૦ ઘરમાં ૧૮૩ સામુદાયિક સિદ્ધિતપનું ભવ્ય અનુષ્ઠાન પૂજ્યશ્રીના ઉપદેશથી અને તેઓશ્રીની વાત્સલ્યમયી અમીવૃષ્ટિ રૂપ નિશ્રામાં જ થયું હતું. પારણાં પ્રસંગે ભવ્યાતિભવ્ય મહોત્સવ ઊજવાયો હતો. પૂજ્યશ્રીનાં પ્રત્યેક ચાતુર્માસ ઐતિહાસિક અને અનેરી શાસનપ્રભાવનાયુક્ત થયાં છે. પ્રત્યેક સ્થળે સુંદર ધર્મદર્શન કરાવી ભવ્યાત્માઓને ધર્મકાર્યોમાં ઉત્સાહિત અને ઉલ્લસિત બનાવ્યા છે. તેમ જ તપાગચ્છાધિપતિ પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સ્વર્ગગમન અવસરે તેઓશ્રીના સંયમ–જીવનની અનુમોદનાર્થે અમદાવાદ-નવરંગપુરાના આંગણે આયોજિત પંચાહ્નિકાશ્રી જિનભક્તિમહોત્સવ અને ૧૧૧ છોડનું ભવ્યઉઘાપન આજે પણ અમદાવાદવાસીઓ માટે યાદગાર સંભારણું બની રહ્યું છે. પૂજ્યશ્રીના ઉપદેશથી નાસિકનગરમાં પૂ. આ.શ્રી વિજયપ્રેમસૂરિજી જૈન પૌષધશાળા', પૂ. આ.શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી પ્રવચન હોલ’ તથા ‘મહારાષ્ટ્ર-કેસરી પૂ.આ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી જૈન ગુરુમંદિર'નું નવનિર્માણ થયું છે. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં વણા (સુરેન્દ્રનગર), ગાધકડા (સૌરાષ્ટ્ર), માલેગાંવ (મહારાષ્ટ્ર) વગેરે સ્થળોએ શાનદાર– યાદગાર પ્રતિષ્ઠા મહોત્સવો ઊજવાયા છે અને શ્રીસંઘોમાં પૂજ્યશ્રીએ એકતા કરાવી છે. પૂજ્યશ્રીના શિષ્યો પૂ.આ. શ્રી વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. મુનિરાજ શ્રી ભવ્યભૂષણવિજયજી આદિ ૧૨ શિષ્ય-પ્રશિષ્યો જૈનશાસનની આરાધના-રક્ષા કરવા સાથે અનેરી ધર્મપ્રભાવના વિસ્તારી રહ્યા છે, જ્યારે પૂ. મુનિરાજ શ્રી ચંદ્રદર્શનવિજયજી મહારાજ પણ વૃદ્ધવયે પોતાના ગુરુદેવની અજોડ વૈયાવચ્ચ, સંયમ અને તપધર્મની ઉત્કૃષ્ટ સાધના કરતાં કરતાં સમતા અને સમાધિપૂર્વક મૃત્યુને મહોત્સવ બનાવી ગયા છે. તેમ જ પોતાના વિશાળ સંસારી કુટુંબને સંયમધર્મની અનુમોદનાનું ભારોભાર આલંબન આપી ગયા છે. પૂ. મુનિરાજ શ્રી મહાબલવિજજી મહારાજની યોગ્યતા જાણી પૂ.આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજે તેઓશ્રીને સં. ૨૦૪૧ના ફાગણ સુદ ૩ના દિવસે શ્રી હસ્તગિરિ મહાતીર્થની છત્રછાયામાં ગણિ પદે અને મુંબઈ-લાલબાગભૂલેશ્વરમાં સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૪ના દિવસે પોતાના સંસારી Jain Education International ચતુર્વિધ સંઘ પુત્ર શિષ્ય-મુનિ સાથે પંન્યાસ પદે બિરાજમાન અને સં. ૨૦૪૭ના દ્વિતીય વૈશાખ સુદ ૬ના દિવસે તેઓશ્રીના જ વરદહસ્તે આચાર્ય પદે અભિષિક્ત કર્યા. શાસનદેવને એક જ પ્રાર્થના કે, પૂ. આચાર્યશ્રી વિજયમહાબલસૂરીશ્વરજી મહારાજ જૈનશાસનની સુંદર આરાધના, રક્ષા અને પ્રભાવના દ્વારા સૂરિષદને શોભાવે અને સહુનું યોગક્ષેમ કરે! પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિશઃ વંદના. સૌજન્ય : વાત્સલ્યનિધિ પૂ. આ. ભ. વિ. મહાબલસૂરીશ્વરજી મ.સા. તથા પ્રવચન પ્રદીપ પૂ. આ. ભ. વિ. પુણ્યપાલસૂરીશ્વરજી મ.સા.ના સંયમજીવનની અર્ધ શતાબ્દી પૂર્ણાહુતિ પ્રસંગે શેઠ મહેન્દ્રકુમાર મનસુખલાલ દૂધવાળા (ગાધકડા નિવાસી, હાલ મુંબઈ), આગવી પ્રજ્ઞા-પ્રતિભા અને પ્રભાવકતાના ધાર હૃદયસ્પર્શી મધુર જિનવાણીના ઉદ્દગાતા-મધુરકંઠી–શાસનસંનિષ્ઠ વ્યક્તિત્વના સ્વામી સિદ્ધાંતપ્રભાવક પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મહારાજ જિનશાસનમાં આગવી પ્રજ્ઞા, પ્રતિભા ને પ્રભાવકતાના ધારક, કર્મસાહિત્યનિપુણ, અનુપમેય સંયમધારક પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની છત્રછાયામાં બાળપણ વિતાવનારા બાળદીક્ષિત પૂ. આ. શ્રી વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મહારાજના નામથી જૈનજગતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે. સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ના શુભ દિને વણી (નાસિક) મુકામે પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના વરદહસ્તે દીક્ષિત બનેલા અને પ્રવીણ મટીને ‘મુનિ પુણ્યપાલવિજયજી' તરીકે નવાજાયેલા પૂજ્યશ્રી સ્વપિતા-મુનિની ભાવનાને અનુરૂપ આધ્યાત્મિક જીવનવિકાસ સાધવા સાથે ત્યાગ-વૈરાગ્યના માર્ગે ખૂબ જ આગળ વધી રહ્યા છે. માત્ર ૮ વર્ષની વયે પંચપ્રતિક્રમણ, નવસ્મરણાદિ પૂર્ણ કરનાર પૂજ્યશ્રી આજે તો સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, આગમશાસ્ર વગેરેનો સંગીન અભ્યાસ પૂર્ણ કરવા સાથે, અગાધ અભ્યાસનું પ્રભાવક પુણ્યદર્શન કરાવી રહ્યાં છે. પરિણામે, તેઓશ્રીની પ્રવચનશક્તિ આકર્ષક બની રહી છે. જૈનધર્મનાં તત્ત્વો, વિવિધ અને રસપોષક દૃષ્ટાંતોનો તેઓશ્રી પાસે વિપુલ ભંડાર છે. સ્વરમાધુર્યથી પ્રવચનમાં તેઓશ્રીએ આગવી શૈલી સ્થાપિત કરી છે. પૂજ્યશ્રીની વાણીમાં મધુરતા અને ગંભીરતાનો સમન્વય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy