SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા 429 એ નામે શ્રી ગુરવે -તેમ મારા વર્તમાનમાં પણ આ શ્રમણ-પરંપરા પોતાના પૂર્વજોની પરંપરાને જાગરુકપણે સાચવી અને સજાવી રહી છે. વર્તમાનમાં જૈનસંઘોની પવિત્ર-પુણ્યશાળી અને પ્રભાવક પ્રમુખ પ્રતિભાઓમાં જેઓશ્રીનું નામ અચૂકપણે આદરપૂર્વક સહસા લેવાઈ જાય એવા છે બંધુ-બેલડી પૂ. આ. શ્રી જિનચંદ્રસાગરસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરજી મ. જીવન તેજ-લકીરનું શબ્દ ચિત્ર......... મધ્ય ગુજરાતના વડોદરા જિલ્લાના છાણી ગામે જૈન સંઘને અનેક શ્રમણ-શ્રમણી રત્નોની ભેટ ધરી છે. ઘરે-ઘરેથી સંયમ સ્વીકારના આત્માઓથી “છાણી-દીક્ષાની ખાણી'રૂપે પ્રસિદ્ધ છે. આ છાણીમાં પિતા શ્રી શાંતિલાલ છોટાલાલ શાહ તથા માતા મંગુબહેનની રત્નકુક્ષિથી પાંચ પુત્ર-ત્રણ પુત્રીઓએ જનમ લીધો. માતાના હાલરડામાં જ સંયમ કોડને જગવતા ભાવો પ્રગટી રહ્યા હતા જેથી પરિવારમાંથી પાંચ સંતાનોએ સંયમ સ્વીકાર કર્યો છે. કુલ્લે આઠ પુણ્યાત્માઓ વીરધર્મની સંયમચર્યા આરાધી રહ્યા છે. - પરિવારમાં સૌથી નાના બે પુત્ર જયકાન્ત અને હર્ષકાન્ત બાલ્યકાળથી જ એક-બીજાના બંધુપ્રેમથી બંધાયા હતા. બંને બંધુ બધું જ કાર્ય સાથે જ કરતા. એમનું શૈશવ સત્ત્વ અને સંસ્કારથી શોભતું હતું. સુશ્રાવક શાંતિલાલે ઘરઆંગણે શાસન સુભટ ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ.ને પધરાવી ભવ્ય મહોત્સવ આયોજ્યો. પૂજ્યશ્રીના વરદ્હસ્તે સં. ૨૦૨૦ના વૈ. સુ. ૧૦ના દિવસે જયકાન્ત ઉંમર વર્ષ 12, હર્ષકાન્ત ઉંમર વર્ષ 10 સંયમધર્મ સ્વીકાર્યો. પ. પૂ. ગુરુદેવશ્રી અભયસાગરજી મ.ના શિષ્ય તરીકે ઘોષિત થયા. ત્યારબાદ વડી દીક્ષાના અવસરે પોતાના વડીલબંધુ અશોકસાગર મ.ના શિષ્ય રૂપે જાહેર થયા. ત્યારથી જ રામ-લક્ષ્મણ જેવી આ જોડી સમગ્ર સંયમજીવન એક થઈને સાધતી રહે છે. આગમ-વિશારદ, નવકારનિષ્ઠ, ભૂગોળ-ખગોળનિષ્ણાંત પૂ. પં. શ્રી અભયસાગરજી મ.ના સાંનિધ્યમાં જૈનધર્મની મૂળભૂત શિક્ષા ગ્રહણ કરી અપાર કૃપા હાંસલ કરી. ઉજ્જવળ ભાવિ જીવનના મૂળિયાં ઊંડા કરી લીધાં હતાં. પૂ. આ. શ્રી જિનચન્દ્રસાગર સૂરિ મ. સંસ્કૃત-પ્રાકૃતવ્યાકરણજીનાગમ શાસ્ત્રોનો સુચારુ અભ્યાસ-આરાધના સાથે ઉત્તમોત્તમ સંયોજક પણ છે. જૈન સંઘના કોઈપણ અનુષ્ઠાનને સફળ અને સંગીન બનાવવાની ક્ષમતા દાદ માંગે તેવી છે. (1) પૂ. પં. શ્રી અભયસાગરજી મ.સા. (2) પ.પૂ.આ. શ્રી જિનચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. (3) પ.પૂ આ શ્રી હેમચન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા. ભારતીય સંસ્કૃતિના તમામ ધર્મો હંમેશાં આત્માને કેન્દ્રમાં રાખીને પ્રજાજીવનને દોરતા રહ્યા છે. આજેય ભારત અધ્યાત્મ જગતમાં એક આગવી અને અલૌકિક પ્રતિભા લઈ વિશ્વને હિતમાર્ગ ચીંધી રહ્યું છે. ભારતની અર્થસમૃદ્ધિ ભલે 70 કષિક્ષેત્ર પર ઊછરતી હશે, પણ ભારતની મૈત્રીમૂલક ધર્મ સમૃદ્ધિ તો 100% સંતો-શ્રમણ સંઘો પર જ ઊછરી રહી છે અને રહેશે. ભારતની રંકથી લઈ તવંગર સુધીની પ્રજામાં આચાર-નિષ્ઠતા એ સંતોને જ આભારી છે. જ્ઞાનસંપન્નતા જીવનની છાયાની જેમ જળવાઈ રહી છે. તેમાંય ગુણનિષ્ઠ–અનેકાન્તમયઅપરિગ્રહમય-અહિંસામય જૈન દર્શને ભારતીય સંસ્કૃતિને જે તેજ અને વર્ચસ્વ બક્યું છે. સમસ્ત પ્રજાતંત્ર જાણે છે, માને છે અને પૂજે છે. જૈન શાસનની આ પ્રાણવાન પરંપરામાં આ અંતિમ તીર્થંકર પ્રભુ મહાવીર પ્રભુએ સ્થાપેલા તીર્થસ્વરૂપ શ્રી સંઘમાં શ્રમણોનું પ્રાધાન્ય રહ્યું છે. ઇતિહાસ આવા કેટલા શ્રમણો–યુગપ્રભાવક આચાર્યોની સાક્ષી લઈ બેઠેલો છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy