SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) ગણધર ભગવાન શ્રી સુધર્મસ્વામીની પાટપરંપરાએ અનેક વંદનીય પરમપ્રભાવકો થયા. આ બધા પુણ્યપુરુષોએ ધનની, સત્તાની ક્યારેય લગીરે ઈચ્છા રાખ્યા વગર એક એક ક્ષેત્રમાં પોતાના જીવનનો અનોખો પ્રભાવ બતાવ્યો છે. રાજ્યાશ્રય કે રાજસત્તાની આ શ્રમણસંસ્થાએ ક્યારેય ઝંખના કરી નથી પણ રાજ્યકર્તાઓને બોધ આપવામાં આ શ્રમણો ક્યારેય શરમાયા નથી. એક કાળે શ્રમણોનો ઉપદેશ બાદશાહ અકબરના દરવાજે આંબી ગયો તે આપણે જાણીએ છીએ. માતાએ આપેલા સમ્યક જ્ઞાનના અભુત પ્રદાનને કારણે આર્યરક્ષિતસૂરિજીએ આખા પરિવારને સંસારત્યાગ કરાવ્યો. શાસનના આધારસ્તંભ સમા અનેક શ્રમણોએ જીવનભર જ્ઞાન અને શીલધર્મની સુગંધ પ્રસરાવી સમકિત શાસનના મુગુટમણિ બનીને આ શ્રમણસંસ્થાએ શ્રમણ સંસ્કૃતિ દ્વારા જીવનનું રસાયણ બનાવી અભુત સંજીવની નીપજાવી અનેક તાણાવાણા વચ્ચે માનવજીવનને એક નવોજ આકાર આપ્યો. સભ્ય જ્ઞાન, સમ્યગુ દર્શન, સમ્યગું ચારિત્રની નિર્મળ આરાધના, પરોપકારની વહેતી ગંગા, ઉન્નતિનાં અનેક શિખરો સર કરતા રહીને શરણાગત જીવોનું અપાર કલ્યાણ કરતા રહે, સન્માર્ગનો રાહ બતાવે, નિજકલ્યાણ તો સાધે જ, પણ જગકલ્યાણ માટે પણ અથાક પરિશ્રમ ઉઠાવે. આવા મહાપુરુષોનો દેહવૈભવ ભલે કાળક્રમે વિલીન થઈ જાય પણ તેઓનો ગુણવૈભવ ભવ્યાત્માઓના અંતરપટ પર સદેવ સ્મૃતિવિષય બની ગયો છે. આ ગ્રંથની એક લેખમાળા શ્રમણસંઘની પ્રબુદ્ધ પ્રતિભાઓ લેખમાળામાં પસંદ કરાયેલાં પાત્રો શીર્ષકની સાર્થકતા સાથે અત્યંત સુસંવાદિતા ધરાવે છે. કેટલીક એવી પ્રતિભાઓનું દર્શન કરાવ્યું છે, જેને નવા યુગના લોકો વિસ્મરી ચૂક્યા છે. વાસ્તવમાં તેમની પ્રતિભા પ્રસ્તુત લેખ કરતાં અનેકગણી ઊંચી છે, પણ અનુયાયીઅભાવે ઢંકાઈ ગઈ છે, તો એવા પણ અનેક પ્રતિભાવંત મહાત્માઓ છે, જેમને અન્ને સ્થાન આપી શક્યા નથી તો પણ લોકહૃદયમાં કાયમ બિરાજિત છે. ક્યાંક કોઈ પરિચયોમાં અતિશયોક્તિપૂર્ણ ચિત્ર રજૂ થયું છે છતાં ગુણાનુરાગ બુદ્ધિથી ત્રઋષિગુણ અનુમોદનારૂપ સુકૃત અનુમોદના કરવા માટે આ લેખમાળામાં લેખાંકિત થયેલા વિવિધ ગુણો જરૂર દીવાદાંડીરૂપ છે. આપણા પૂર્વજ મહાત્માઓ પરત્વે બહુમાનભાવ ઉત્પન્ન કરાવવા માટે અને વિવિધગુણોને આત્મસાત કરવા માટે પદચિહ્ન રૂપ આવી પ્રબુદ્ધ પ્રતિભાઓનું વધુ ને વધુ દર્શન સમાજ સન્મુખ પ્રસ્તુતી પામે તે આવશ્યક મારા જેવા અનેક અજૈનોને જિજ્ઞાસાભાવે પણ લગભગ બધા જ જૈનાચાર્યોના સતત સંપર્ક અને સાંનિધ્યમાં રહેવાનું સદ્ભાગ્ય સાંપડ્યું છે. આ પ્રભાવકોમાં રહેલાં તપ, ત્યાગ, જ્ઞાનવૈરાગ્ય, આચારશુદ્ધિ, વિચારશુદ્ધિ અને સાદી સરળ નિખાલસ જીવનશૈલીથી પ્રભાવિત થનારો ઘણો મોટો વર્ગ છે. આત્મભાવમાં સ્થિર રહેનારા, સંયમસાધનાના દિવ્યાકાશમાં વિહરનારા બહુશ્રુત જ્ઞાનીઓને અમારી લાખ લાખ વંદનાઓ. • નિર્મળ ચારિત્ર સંપદાનો મઘમઘાટઃ યશગાથાના પરિચાયકોનો કીર્તિકળશ શ્રી ચતુર્વિધ સંઘનાં ચારેય અંગોએ આજસુધીમાં જૈનધર્મની દિવ્ય જ્યોતને ઝળહળતી રાખી વિશ્વપ્રાંગણમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy