SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા આચાર્યપ્રવર શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે મહામહોત્સવપૂર્વક દીક્ષા આપવામાં આવી અને મુનિશ્રી દર્શનવિજયજી નામ આપવામાં આવ્યું. પૂજ્યશ્રીના અદ્ભુત સમર્પણભાવ, ગુરુસેવા, જ્ઞાન પ્રાપ્તિની ઉત્કંઠા અને સંયમપાલનના પ્રભાવથી પ્રેરાઈને ગુરુવર્યશ્રીએ તેમને સં. ૧૯૬૯માં કપડવંજ મુકામે પંન્યાસપદ, સં. ૧૯૭૩માં સાદડી મુકામે ઉપાધ્યાયપદ અને સં. ૧૯૭૩માં ખંભાત મુકામે આચાર્યપદથી અલંકૃત કર્યા. અધ્યયનમાં તેમ, અધ્યાપનમાં પણ પૂજ્યશ્રી અનન્ય સાધારણ હતા. ‘શ્રી ધર્મરત્ન પ્રકરણ' નામક શાસ્ત્રગ્રંથમાં પૂ. આચાર્યશ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજે નિર્દેશેલા ‘ભાવસા’ના લક્ષણોની ઝાંખી પૂજ્યશ્રીના જીવનથી થઈ આવતી. (૧) સવત્તા गाणु सारिणी किरिया, (२) सद्धा पवरा धम्मे, (३) पन्नवाणिजमुनु માવા, (૪) વિષ્વાસુ અપમાઞો, (૬) આરંમો સળિાનુ ટાળે, (૬) ગુરુઞો મુળાનુશકો અને (૭) ગુરુ બાળારાદળ પરમ—આવાં ભવસાધુતાનાં સાત લક્ષણોની ઝાંખી પૂ. આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને તેઓશ્રીમાં થઈ હતી. અને તેના પરિપાક રૂપે ગુરુદેવે તેમને પ્રથમ પટ્ટધરપદે સ્થાપ્યા હતા. પૂજ્યશ્રીએ પચીસ હજાર શ્લોકપ્રમાણ વૃત્તિ લખી છે, જે મૂળ ગ્રંથને સમજવામાં ભોમિયાની ગરજ સારે છે. એમના જ અન્ય ગ્રંથ ‘તત્ત્વાર્થસૂત્ર' પરના વિવરણને સમજાવનાર ‘ગૂઢાર્થદીપિકા’નામની વૃત્તિ લખી છે. પર્યુષણ-માહાત્મ્ય દર્શાવતો ‘પર્યુષણ કલ્પલતા' નામનો સુંદર ગ્રંથ રચ્યો છે. આ ઉપરાંત, અનેક નાના–મોટા ગ્રંથોનું નિર્માણ કરીને પૂજ્યશ્રીએ જીવનકાળ દરમિયાન જ્ઞાનોપાસનાનો આદર્શ પૂરો પાડ્યો છે. તેઓશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેક સુકૃત્યો થયાં છે. ઉપધાન, પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉદ્યાપન, દીક્ષાદિ મહોત્સવો, સંઘયાત્રાઓ આદિ અનેક કાર્યો દ્વારા તેમણે અનેક જીવોને બોધિરત્ન પ્રાપ્ત કરાવ્યું છે. પૂજ્યશ્રીના જ્ઞાન-સાધનામય જીવનને જોતાં તેઓશ્રીને ‘ન્યાયવાચસ્પતિ’ અને ‘શાસ્ત્રવિશારદ' જેવાં શ્રેષ્ઠતાસૂચક બિરુદો પણ મળ્યાં છે. પૂજ્યશ્રીના વરદ્ હસ્તે થયેલી પ્રતિષ્ઠાઓમાં શ્રી તાલધ્વજ (તળાજા) તીર્થમાં બે વાર થયેલી પ્રતિષ્ઠા જેસર, જસપરા, સુરેન્દ્રનગર, શિહોર, ઘોઘા, તણસા, મહુવા, કપડવંજ વગેરે સ્થાનોના જૈન-જૈનેતર સમાજમાં ચિરસ્મરણીય બની રહે એવી સુસમ્પન્ન બની હતી. ૬૪ વર્ષના સુદીર્ધ દીક્ષાપર્યાયમાં પૂજ્યશ્રીએ જિનશાસનના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થાય એવાં સુકાર્યો Jain Education International For Private ૩૮૯ કર્યાં! એક મહાગ્રંથ રચાય એટલી પ્રવૃત્તિઓ કરી! સં. ૨૦૧૬ના ચૈત્ર વદ ૪ને દિવસે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની છાયામાં નશ્વર દેહનો ત્યાગ કરીને સ્વર્ગારોહણ પામ્યા. તેમની ગુણાનુવાદ સભાઓમાં પૂજ્યશ્રીના ગૌરવપૂર્ણ જીવનકાર્યોની ઝાંખી થઈ. તેઓશ્રીનો જન્મશતાબ્દી મહોત્સવ પણ તેમની અપૂર્વ કીર્તિગાથાનો પરિચાયક બની રહ્યો! એવા મહાસૂરિવરને કોટિ કોટિ વંદના! પ.પૂ. આ.શ્રી હેમચંદ્રસૂરિજી મ. તથા પ.પૂ. આ.શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મ.ની પ્રેરણાથી ગુણગુણાનુરાગી સુશ્રાવકો તરફથી હાલારદેશોદ્ધાર કવિરત્ન-પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ. પૂજ્યપાદ આચાર્યદેવશ્રીનો જન્મ સોજીત્રા (જિ. ખેડા) ગામે સં. ૧૯૫૫ના આસો સુદ બીજે થયો હતો. પિતાનું નામ માણેકચંદ, માતાનું નામ પરસનબહેન અને તેમનું સંસારી નામ અંબાલાલ હતું. તેમના પિતાશ્રી વ્યાપારાર્થે પ્રથમ ઉદેલ અને ત્યાંથી ખંભાત આવ્યા. એને લીધે ખંભાતમાં પૂજ્ય ગુરુભગવંતોના પરિચયમાં આવવાનું થયું. સં. ૧૯૭૮ની સાલમાં તેઓશ્રી યોગશાસ્ત્રનું અધ્યયન કરતા હતા અને તે વખતે તેનો અર્થ પણ લખતા. એક વાર તેઓશ્રી રાત્રે ખાટલા પર સૂતા હતા. તરસને કારણે જાગ્યા અને નીચે પાણી મૂકેલું તે પી ગયા, પણ છેલ્લે ખ્યાલ આવ્યો કે તેમાં ખૂબ કીડીઓ હતી. ભારે વિરાધના થવાથી તે પાપ ધોવા વધુ જાગૃત બન્યા અને સંયમનો લાભ જાગ્યો. ૧૯૮૦ના કારતક સુદ ૧૫ને દિવસે પૌષધ પારીને ગામ બહાર જઈને દીક્ષા લીધી. પાછળથી સંબંધીઓ આવ્યા પણ દીક્ષિતની દૃઢ ભાવનાને જોઈ ઠંડા પડી ગયા. આમ, સં. ૧૯૮૦ના કારતક સુદ ૧૫ની દીક્ષા થઈ અને પૂ. શ્રી કપૂરવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિરાજશ્રી અમૃતવિજયજી નામે જાહેર થયા. નૂતન મુનિરાજશ્રીના જ્ઞાનના ક્ષયોપશમ જોરદાર નહીં, પણ અભ્યાસ સતત કરે. આઠ કલાક ગોખે ત્યારે ચાર ગાથા આવડે, પછી તે મનમાંથી જાય નહીં. દરમિયાન પૂજ્યશ્રી અભ્યાસમાં આગળ વધતા રહ્યા. તેમાં સુધારકોનાં લખાણ સામે તેમણે ‘વીરશાસન’માં સિદ્ધાંતરક્ષાના લેખો લખ્યા અને જૈનસંઘમાં ખૂબ જાણીતા થયા. ઉપરાંત, પૂજ્યશ્રીમાં પૂજા ભણાવવાની, અને બાલજીવોને ધર્મમાં જોડવાની કળા સુંદર હતી, જેથી અનેક શહેરોમાં કે ગામડાઓમાં, Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy