SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) જીવોમાં ગુણદર્શન પામી શકશે. આ જિનશાસનમાં ધનવાનો દાનધર્મથી ગવાયા છે તો ગુણવાનો શીલ, તપ કે ભાવધર્મથી ખ્યાતનામ બન્યા છે. પ્રભુવીરના સ્વમુખે પુણિયા શ્રાવકને વખાણ્યો કારણ કે તેની પાસે ૩૨ દોષરહિત સામાયિકની સંપત્તિ અકબંધ સચવાયેલી હતી. પ્રતાપી પૂર્વજોએ વહાવેલી ગુણાનુરાગી ગંગાનું આચમન જિજ્ઞાસુ જગતને દીર્ધકાળ સુધી ભારે મોટું બળ આપી રહેશે. પુણ્ય પુરુષોના સદ્ગુણો જ આપણાં સંકલ્પ, સાધના અને છેવટે સિદ્ધિની કેડી તરફ પહોંચવામાં મદદરૂપ થશે. આ સદ્ગુણો જ સમાજને બદલવાની પૂરી ક્ષમતા ધરાવે છે. તેથી જ કહેવાયું છે કે આ સદાચાર એ જ ધર્મ છે, માનવીના દેહ કે કુળ ક્યારેય પૂજાયા નથી. સદ્ગુણો જ હંમેશાં પૂજાયા છે અને પૂજાશે. ૦ જૈનારાધના : મોક્ષપ્રાપ્તિનું એકમાત્ર લક્ષ્ય જૈનધર્મ–જૈનશાસન લગભગ ત્રીજા આરાના અંતભાગથી પોતાની શુદ્ધ પ્રરૂપણા મુજબ ચાલ્યું આવે છે. તીર્થંકર ભગવંતોએ આ શાસનનાં વિકાસ-અખંડિતતા માટે દરેક ક્ષણે સુવિશુદ્ધ દેશનાઓ આપી શ્રદ્ધાળુ શ્રાવકોને પ્રગતિના પંથે વાળ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો ચોવીસે તીર્થંકર પરમાત્માઓએ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી સર્વપ્રથમ કર્તવ્યરૂપે પુનઃ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી છે. ચાલતા આવેલા શાસનને વેગ આપ્યો છે. જૈનધર્મ અનેકાન્તવાદી હોવાથી ધર્મપ્રભાવના અથવા આત્મકલ્યાણ વિવિધક્ષેત્રે અને વિવિધ રીતે થઈ શકે એમ કહી શકાય. કર્મ જેમ મૂળ પ્રકૃત્તિરૂપે આઠ છે તેમ તેના ક્ષય માટેની ધર્મપ્રવૃત્તિઓ પણ અનેક છે. એ પ્રવૃત્તિ કરવાની પાછળ આત્મકલ્યાણ, મોક્ષપ્રાપ્તિ અને શાસનપ્રભાવના છુપાઈ છે. જ્યાં જ્યાં આત્માર્થી જીવો આત્મોન્નતિનાં કાર્ય કરવા તૈયાર થાય છે ત્યારે ત્યારે પૂર્વસંચિત કર્મ અનુસાર ધર્મારાધના પસંદ કરે છે અથવા એજ ક્ષેત્રમાં પોતાની શક્તિ-બુદ્ધિ વાપરે છે. દર્શનમોહનીય કર્મના ક્ષય માટે જેમ દર્શનશુદ્ધિની પ્રવૃત્તિ આવશ્યક છે, તેમ જ્ઞાનાવરણીય કર્મના ક્ષય માટે જ્ઞાનની આરાધના જરૂરી છે. ટૂંકમાં જે રીતે જીવે કર્મ બાંધ્યાં છે તે રીતે જ તેના ક્ષય માટે પુરુષાર્થ કરવો પડે છે, અને થાય પણ છે. જિનશાસનમાં સાધુ--સાધ્વી, શ્રાવક--શ્રાવિકાઓની ગણતરી આરાધકોમાં થાય છે, અને તે ચાર પાત્રોએ પોતાની યોગ્યતા અનુસાર આરાધના કરી પરમપદ પ્રાપ્ત કર્યું છે. કહેવાનું તાત્પર્ય એજ કે કોઈ પણ પાત્રને જિનશાસનની પ્રભાવના કે આરાધનાના ક્ષેત્રમાંથી બાદ કરી ન શકાય. મોક્ષ–મુક્તિ પ્રાપ્ત કરવાની યોગ્યતા માટે ૧૫ પ્રકારો (ભેદ) જે બતાવ્યા છે તેમાં આ ચારેને એક યા બીજી રીતે સ્થાન મળેલ છે. કોઈ દ્રવ્યચારિત્ર સહિત ભાવચારિત્રી બની મોક્ષે ગયા તો કોઈ માત્ર ભાવમાત્રથી પણ મોક્ષ પામ્યા, એ વાત જુદી છે. એક વાત નિશ્ચિત છે કે, મોક્ષપ્રાપ્તિની યોગ્યતા એ ચારેમાં પ્રગટ છે. જૈનધર્મની મોટાભાગની ક્રિયાઓમાં એકલા ઇન્દ્રો જ નથી દેવીઓને પણ સ્થાન અપાયું છે. એજ ઘટના નારીજાતિ પરત્વેની સમ્માનની ભાવના પ્રગટ કરે છે. અનેક જગ્યાએ સ્ત્રીઓની ઉપેક્ષા થઈ છે, જ્યારે અત્રે શ્રાવિકાઓને વિશિષ્ટ સ્થાન અપાયું છે. આ શ્રાવકશ્રાવિકાઓ જ તીર્થંકરોનાં પૂજનીય માતા–પિતા છે. ♦ પ્રભાવશાળી વિભૂતિઓની સંઘયાત્રા : સંયમયાત્રા જિનશાસન એટલે પ્રકર્ષ પુણ્યવંતા પરમાત્માનું શાસન તેમાં પુણ્યવંતા પુરુષો પાકતા જ રહ્યા છે ને પાકશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy