SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૧ ગયા. તેઓશ્રી ખુદ ધન્ય બની ગયા અને બીજાઓને ધન્ય બનાવતા ગયા. એવા એ મહામાનવને કોટિશ: વંદના! પ.પૂ. આ.શ્રી જયંતસેનસૂરિજી મ. સા.ની પ્રેરણાથી ઘેવરચંદજી મોદી-પરિવાર રાયચૂર (કર્ણાટક)ના સૌજન્યથી શૈલાનાનરેશ પ્રતિબોધક, સ્વ-પર-શાસ્ત્રરહસ્યનિષ્ણાંત, સાક્ષરશિરોમણિ; આગમશાસ્ત્રોનું વિવિધ પ્રકારે સંવર્ધન-પ્રકાશન કરનારા આગમોદ્ધારક પૂજ્યપાદ આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ तस्मै श्री गुरवे नमः તવારીખની તેજછાયા. મહારાજને પસંદ કરવામાં આવ્યા. સં. ૧૯૬૫માં જેઠ સુદ ૧૧- ને દિવસે જાવરા (મધ્યપ્રદેશ) માં ચતુર્વિધ સંઘની સાક્ષીમાં પૂ. ઉપાધ્યાયજીને આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું. જનસમૂહમાં આચાર્યદેવ શ્રીમદ્ વિજયધનચંદ્રસૂરીશ્વરજીએ મહારાજનો જયનાદ ગુંજવા માંડ્યો. તેઓશ્રી સ્વશ્રેયની આરાધનામાં લીન રહેવા સાથે ગચ્છની ધુરાને સંભાળતાં પ્રતિષ્ઠા, અંજનશલાકા, ઉપધાન, ઉદ્યાપન આદિ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સ્વ-પર જીવનને ધન્ય બનાવતા રહ્યા. તેમ જ ઉપાધ્યાયજી શ્રી ગુલાબવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી તીર્થવિજયજી મહારાજ, મુનિરાજ શ્રી બોધિવિજયજી મહારાજ જેવા અનેક ભાવિકોને ચારિત્રરત્ન પ્રદાન કરીને આત્મોદ્ધારને માર્ગે આગળ ધપાવ્યા. તેઓશ્રી રચિત સમકિત અષ્ટપ્રકારી પૂજા, અષ્ટપ્રવચન માતા પૂજા, બાહર ભાવના પૂજા, સમવસરણ પૂજા, વિશતિ સ્થાનક પૂજા અને જિનેન્દ્ર પંચકલ્યાણક પૂજા વગેરે પૂજાઓમાં એમની વિદ્વત્તાનાં દર્શન થાય છે. સં. ૧૯૭૭નું વર્ષ. પૂજ્ય આચાર્યદેવ પોતાના શિષ્યમંડળ સાથે બાગરા (રાજસ્થાન) માં ચાતુર્માસ ગાળી રહ્યા હતા. સંઘમાં આનંદમંગલ છવાઈ ગયો હતો. ગામમાં ગણનાયક આચાર્યશ્રીનો ચાતુર્માસ હોય તો એવા લાભથી કોણ વંચિત રહે ! બાબરામાં જાણે ચતુર્થ આરો પ્રવર્તી રહ્યો હોય એમ જણાતું હતું! પર્યુષણ પર્વના ચાર દિવસ વીતી ગયા. મહાવીર જન્મવાચનનો દિવસ આવ્યો. આચાર્યશ્રી તો પોતાની તૈયારીમાં લાગી ગયા. તેઓ સ્વર્ગીય ગુરુદેવનું સ્મરણ કરવા માંડ્યા અને પરમેષ્ઠી ભગવંતોનું શરણ ગ્રહણ કરવા માંડ્યા. તે સમયે જનસમાજ મધ્યાહ્નની તૈયારીમાં હતો, પરંતુ અચાનક સમાચાર મળતાં જ થોડીવારમાં શ્રમણવંદ, શ્રમણી વૃંદ અને શ્રાવકશ્રાવિકાઓનો સમૂહ ઉપાશ્રયમાં ઉપસ્થિત થઈ ગયો. “અહેમુ અહમ'નાં ઉચ્ચારણો સાથે આચાર્યશ્રીનો આત્મા આ નશ્વર દેહ ત્યાગીને પરલોકના પવિત્ર પંથે પ્રયાણ કરી ગયો. આચાર્યશ્રીના મહાપ્રયાણથી સંઘમાં શોક છવાઈ ગયો. દૂર દૂર સુધી આ સમાચાર ફરી વળતાં બાગરાની ધરતી પર જનસમુદાય ઊમટી પડ્યો. ગામની બહાર દક્ષિણ દિશામાં લોકોએ અશ્રુભીની આંખે એમના પાર્થિવ શરીરનો અગ્નિસંસ્કાર કર્યો. “જય હો! અમર રહો!” ના ગગનભેદી જયઘોષથી આકાશ ગુંજી ઊઠ્યું. સર્વ પોતપોતાના સ્થાને પાછા ફર્યા. બાગરા જેન શ્વેતામ્બર ત્રિસ્તુતિક સંઘે ભવ્ય સમાધિમંદિરનું નિર્માણ કર્યું અને પ્રતિષ્ઠા-ઉત્સવની સાથે પૂ. આચાર્યશ્રીની સુંદર પ્રતિમાની સ્થાપના કરી. પૂ. આચાર્યશ્રી ગયા, પણ પોતાની ગુણગરિમા સંસારમાં છોડતા (૧) પૂ.આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.સા. (૨) પૂ.આ.શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. (૩) પૂ.આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા. (૪) પૂ આ. શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મ.સા. વ્યક્તિ નહીં પણ સંસ્થા : પૂ. સાગરજી મ.સા. * ૮,૨૪,૪૫૭ શ્લોક પ્રમાણ “આગમ-ટીકા' આદિ પ્રાચીન ગ્રંથોનું સૌ પ્રથમવાર સંપાદન કરી મુદ્રણ કરાવ્યું. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy