SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૩૫૩ नाम श्री गग्य नमः કુટુંબના સજ્જડ વિરોધમાં કોણ સાધુ દીક્ષા આપવા તૈયાર થાય? એટલે પોતાની મેળે સાધુવેશ પહેરીને ઝાંપડાની પોળના ઉપાશ્રયમાં રહ્યા અને છેવટે જંગમ યુગપ્રધાન સમા તે સમયના મહાપ્રભાવક પરમ શ્રદ્ધેય શ્રી મણિવિજયજી દાદાએ એમને લવારની પોળમાં સંઘની ઉપસ્થિતિ વચ્ચે ભાગવતી દીક્ષા આપી. વિ. સં. ૧૯૩૪ના જેઠ વદ બીજને દિવસે સુરત શહેર મહારાજશ્રીનું ખૂબ રાગી રહ્યું. વિ. સં. ૧૯૫૭ની સાલમાં ભારે ઉત્સવપૂર્વક પૂ. પંન્યાસશ્રી ચતુરવિજયજી મહારાજના વરદ હસ્તે મુનિશ્રી સિદ્ધિવિજયજી મહારાજને પંન્યાસ પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. વિ. સં. ૧૯૫૭ની વસંતપંચમીને દિવસે મહેસાણામાં પૂજ્યશ્રીને આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા હતા. તેઓશ્રીનો કંઠ મધુર, ભલભલાને મોહી લે એવો હતો, એટલે જ્ઞાન સાથે વાણીની પ્રાસાદિકતાથી પૂજ્યશ્રીનાં પ્રવચનો અદ્ભુત પ્રભાવ પાથરતાં. જ્ઞાનોપાસના પૂજ્યશ્રીનું જીવન બની ગઈ હતી. એક બાજુ ઉગ્ર અને દીર્ઘ તપસ્યા અને બીજી બાજુ સતત જ્ઞાનસાધના. બાહ્ય અને અત્યંતર તપનો એક જ જીવનમાં આટલો સુમેળ વિરલ ગણાય. પ્રાચીન ધર્મપુસ્તકો હાથે લખાવવાં એ તેઓશ્રીની પ્રિયમાં પ્રિય પ્રવૃત્તિ હતી. ગામપરગામના અનેક લહિયાઓ પાસે આવાં પુસ્તકો લખાવે અને એ લખાઈ રહ્યા પછી એકધારા પીઠફલકના આધાર વિના કલાકોના કલાકો સુધી બેસીને પ્રાચીન મૂળ પ્રતોના આધારે એનું સંશોધન કરે. શાસ્ત્રસંશોધનનું આ કાર્ય છેક ૯૦ વર્ષની ઉંમર સુધી, આંખોએ કામ આપ્યું ત્યાં સુધી, અવિરતપણે કરતા રહ્યા. એ જ રીતે, પૂજ્યશ્રીએ જપ, ધ્યાન અને (યોગ) હઠયોગનો પણ (૧) પ.પૂ.આ. શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ.આ. શ્રી ભદ્રસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ.આ. શ્રી કારસૂરીશ્વરજી મ. સા. (૪) પ.પૂ.આ. શ્રી ભદ્રંકર-સૂરીશ્વરજી મ.સા. (૫) પ.પૂ.આ. શ્રી અરવિંદસૂરીશ્વરજી મ.સા. (૬) પ.પૂ.આ.શ્રી યશોવિજયસૂરીશ્વરજી મ. સા. (૭) પ.પૂ.આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મ. સા. કામમાં ધારી સફળતા મળ્યા વગર રહેતી નહીં. કોઈને પણ વહાલા થઈ પડવાનો સારામાં સારો કીમિયો તે કામગરાપણું. જે કામગરા હોય તેને સૌ હોંશે હોંશે બોલાવે અને ચાહે. ચૂનીલાલ પણ આ ગુણને લીધે સૌને ખૂબ પ્રિય હતા. માતપિતાની આજ્ઞાને વિનીત ચૂનીલાલે શિરોધાર્ય કરી અને અમદાવાદમાં જ આકાશેઠના કૂવાની પોળમાં રહેતા ખરીદિયા કુટુંબનાં ચંદનબહેન સાથે એમનાં લગ્ન થયાં. ચંદનબહેન ચૂનીલાલ કરતાં ફક્ત છ મહિના જ મોટાં હતાં અને ખૂબ જ ધર્મપ્રેમી હતાં. લગ્ન તો કર્યું, પણ અંતરનો વૈરાગ્ય દૂર ન થયો. બે-ત્રણ વર્ષ ગૃહસ્થજીવન ભોગવ્યું ન ભોગવ્યું અને વળી પાછી વૈરાગ્યની ભાવના તીવ્ર બની અને તેવીસ વર્ષની ભરયુવાન વયે ચૂનીલાલે અફર નિશ્ચય કરી લીધો કે હવે સંયમ લીધે જ છૂટકો. ફરી પાછો ઘરમાં સંસાર અને વૈરાગ્ય વચ્ચેનો ગજગ્રાહ શરૂ થયો. ઉગ્ર અને દીર્ઘ તપસ્યા માટે તો પૂ. બાપજી મહારાજનું જીવન એક આદર્શ બની ગયું હતું. સં. ૧૯૫૭થી તેઓશ્રી ચોમાસામાં એકાંતરે ઉપવાસનું ચોમાસી તપ કરતા હતા અને ૭૨ વર્ષની ઉંમરથી અંત સમય સુધી ૩૩ વર્ષ સુધી એકાંતરે ઉપવાસનું વાર્ષિક તપ ચાલુ રાખ્યું હતું. આમાં કયારેક બે ત્રણ ઉપવાસ પણ કરવા પડતા અને ક્યારેક ૧૦૫ ડિગ્રી જેટલો તાવ આવી જતો તો પણ તપભંગ થતો નહીં. પૂજ્યશ્રીનું આયંબિલ પણ અસ્વાદદ્ગતનું ઉત્તમ દષ્ટાંત હતું. મૂળે તો આંબેલની વસ્તુઓ જ સ્વાદ વગરની-લૂખીસૂકી હોય, એ પૂજ્યશ્રીના વ્રતમાં પ્રતીત થતું. આટલા ઉગ્ર તપસ્વી હોવા છતાં તેઓશ્રી કદી ક્રોધને વશ ન થતા. હંમેશાં સમતાભાવ ધારણ કરતા. એ વાત તેઓશ્રીના તપસ્વી જીવન પ્રત્યે આદર ઉત્પન્ન કરે તેવી છે. બહુ નારાજ થાય ત્યારે તેઓશ્રી દુઃખ સાથે માત્ર એટલું જ કહેતા : ‘હતુ, પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy