SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ સ્વ-પર કલ્યાણના માર્ગે તેઓશ્રી ચારિત્રધર્મને ઉત્તરોત્તર અજવાળી રહ્યા છે. પૂજ્યશ્રીને વિ.સં. ૨૦૫ર, જેઠ સુદ ૩ના ઉપાધ્યાય પદ-પ્રદાન અને જેઠ સુદ-૬ના ગુરુ-પુષ્યામૃત સિદ્ધિયોગમાં આચાર્ય પદ-પ્રદાન પૂ. આ.ભ. શ્રી વિજયપ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે થયેલ. પૂજ્યશ્રી તથા તેઓશ્રીના ગુરુબંધુઓની પ્રેરણાથી અમદાવાદ-પાલિતાણા હાઈ–વે રોડ ટચ (૧૨ વીઘા જમીન) ખડોલ મુકામે પૂ. ગુરુમહારાજશ્રીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે શ્રી નેમિ-ઉદય-મેરુ વિહારધામનું કાર્ય ઝડપથી આગળ ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીના વરદ્ હસ્તે શાસનપ્રભાવનાનાં કાર્યો સુસંપન્ન થતાં રહો એ જ શુભકામના સાથે પૂજ્યશ્રીનાં ચરણારવિંદે કોટિશઃ વંદન! સૌજન્ય : શ્રી ઘેલાભાઈ કરમચંદ જૈન સેનેટોરિયમ ટ્રસ્ટ મુંબઈ તવારીખની તેજછાયા પ.પૂ. આચાર્યશ્રી સિંહસેનસૂરિજી મહારાજ પૂ.આ. શ્રી સિંહસેનસૂરિજી મહારાજનો જન્મ તા. ૨૦૧-૪૨ના રોજ અમદાવાદ સાબરમતીના પ્રતિષ્ઠિત આગેવાન સુશ્રાવક શ્રી પોપટલાલ મગનલાલને ત્યાં, તેમનાં ધર્મપરાયણ પત્ની હીરબહેનની કુક્ષિએ થયો. તેમનું જન્મનામ શશિકાંત હતું. શશિકાંતનો ઉછેર સુખસમૃદ્ધિ વચ્ચે થવા સાથે એટલા જ ઉચ્ચ સંસ્કારી વાતાવરણમાં થયો. વ્યાવહારિક ઉચ્ચ અભ્યાસ સંપાદન કરવા સાથે ધાર્મિક અભ્યાસ પણ ઘણો સારો કર્યો. ધર્મભાવના પ્રબળ હોવાથી પૂ. શ્રમણભગવંતોનો સમાગમ થતો રહ્યો અને વૈરાગ્યભાવ પ્રબળ બનવા લાગ્યો અને એક દિવસ, ૨૬ વર્ષની વયે, તેમની એ ભાવના સાકાર બની. સં. ૨૦૨૪ના વૈશાખ સુદ ૬ને દિવસે અમદાવાદ-સાબરમતીમાં પરમ ગીતાર્થ પૂ. આ. શ્રી વિજયઉદયસૂરિપટ્ટધર પૂ. આ.ભ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષા અંગીકાર કરી, પ્રખર પ્રવચનકાર પૂ. આ. શ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે જાહેર થઈ મુનિશ્રી સિંહસેનસૂરિવિજયજી નામ પામ્યા. એ જ વર્ષે અષાઢ સુદ ૧૦ને દિવસે તેમની વડી દીક્ષા પૂ. આ. ભ. શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મ.સા.ના વરદહસ્તે થઈ. - જ્ઞાનસંપાદનની તીવ્ર રુચિ અને તેજસ્વી બુદ્ધિના કારણે દીક્ષા બાદ તેઓશ્રી સંયમની ઉત્કૃષ્ટ સાધના અને ધર્મશાસ્ત્રના ઊંડા અભ્યાસમાં એકાગ્ર બની ગયા. પૂજ્ય ગુરુદેવના સાંનિધ્યે અને કૃપાબળે તેમને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું સહજ જ્ઞાન પ્રાપ્ત થયું. વ્યાકરણ, ન્યાય, તર્ક, સાહિત્ય, આગમ આદિમાં પારંગત બન્યા. તેઓશ્રીની યોગ્યતા જાણી સં. ૨૦૪ ના કારતક વદ ૧૦ના દિવસે ગણિ પદથી અને સં. ૨૦૪૬ના વૈશાખ સુદ ૬ના દિવસે પંન્યાસ પદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. પંન્યાસશ્રી સિંહસેનવિજયજી મહારાજ ધર્મશાસ્ત્રોના ઊંડા જાણકાર અને કુશળ વ્યાખ્યાનકાર પણ છે. પૂ. ગુરુદેવશ્રી વિજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ઊજવાતાં તપારાધનાનાં અને ધર્મપ્રભાવનાનાં અનેકવિધ કાર્યોમાં તેઓશ્રી રસપૂર્વક સારો એવો ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને પૂજ્યશ્રી દ્વારા નવપદજીની શાશ્વતી ઓળીની સામુદાયિક આરાધના વખતે આરાધકોમાં ધર્મશાન ખીલવવા પરીક્ષાદિનું સુંદર આયોજન વર્ષોથી થતું આવ્યું છે. પૂ. પંન્યાસશ્રી વિનય-વિવેક-વૈયાવચ્ચ આદિ ગુણોથી સુસંપન્ન છે, સ્વભાવે શાંત અને સૌમ્ય છે, સ્વાધ્યાયશીલતા એ એમના સંયમજીવનનો વિશેષ ગુણ છે. જ્ઞાનની પ્રાપ્તિ અને પ્રસાર માટે તેઓશ્રી સદાય તત્પર રહે છે. પ.પૂ. આ.શ્રી વિજયભદ્રસેનસૂરિજી મ.સા. જન્મ : ૧૯૮૨, માગસર સુદ-૨, સુઈગામ. પિતાશ્રી : પરશોત્તમદાસ. માતુશ્રી : નરભીબહેન. ગામ : અસારા, તા. વાવ (જિ. બનાસકાંઠા), (ઉ.ગુ.). સાધર્મિક ભક્તિવત્સલ : મૈત્રી-પ્રમોદ-કારણ્ય-માધ્યસ્થ ભાવનાને વરેલા, દર્શન–જ્ઞાન–ચારિત્રની ભાવનામાં ઓતપ્રોત થયેલા પૂજ્યશ્રી મુનિરાજશ્રીએ માનવતાનો દીવડો પ્રગટાવવા, સાધર્મિક પ્રત્યેની સહાનુભૂતિને કારણે ૨00 બ્લોકો ભાયંદરઇસ્ટમાં સાધર્મિક ભાઈઓ માટે બનાવવા પ્રેરણા કરી. તેમ જ દર વર્ષે અમક ઘરોમાં નિયમિત રોકડ-અનાજ મદદ તેમની જીવદયાપ્રેમી : ઉપરોક્ત બિરુદને સાર્થક કરવા સર્મ પાંજરાપોળને રૂા. ૫૧ હજાર, કંકાવટી પાંજરાપોળમાં રૂ. ૨ હજાર, દરેક પાંજરાપોળમાં છૂટક દાન દર વર્ષે તેમની પ્રેરણાથી મોકલાય છે. સમ્યગુ જ્ઞાનરસિક : સમ્યજ્ઞાનના પ્રચારાર્થે (૧) શ્રી ચારિત્રવિજયજી જૈન પાઠશાળા (કાંદિવલી) (૨) શ્રી મુક્તિવિજયજી જૈન પાઠશાળા (ભાયંદર-વેસ્ટ) (૩) શ્રી ચારિત્ર વિજયજી જૈન પાઠશાળા (કરા–પંચમહાલ)ના સ્થાપક અને શ્રી જગદ્ગુરુ હીર સૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા (કૃષ્ણનગર)ના પ્રેરણાદાતા તેમ જ અનેક પાઠશાળામાં પ્રસંગોપાત ઇનામ-દાન અપાવેલ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy