SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ ચતુર્વિધ સંઘ કરી માં ઘેડ બાલાપુરમાં આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી પૂજ્ય આચાર્યશ્રી વિજયઅશોકરત્નસૂરીશ્વરજી મહારાજ નામથી પ્રસિદ્ધ થયા. પૂજ્યશ્રીની નિશ્રામાં દીક્ષા, વડી દીક્ષા, ઉપધાન તપ, ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવો થઈ રહ્યા છે. ૩૬ વર્ષથી બેંગલોર અને મદ્રાસ તરફનાં નાનાં નાનાં ગામડાંઓમાં વિચરીને અને ત્યાં ચાતુર્માસ કરીને શાસનપ્રભાવના કરી રહ્યા છે. સૂરિમંત્રની આરાધના કરીને ઉલ્લાસપૂર્વક રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ રહ્યા છે. એવા એ પરમ શાસનપ્રભાવક સૂરિવર નિરામય દીર્ધાયુ પામી સુદીર્ધ શાસનસેવા કરતા રહો એવી પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને કોટિશઃ વંદના! * સંવત ૨૦૫૩, વૈશાખ વદ ૧૧ના સો ઓળી પારણું બેંગલોર પૂજ્ય રાજયશસૂરીશ્વરજી મ.સા. આદિ સમુદાય સાથે. * ગચ્છાધિપતિ પદ, તુમકુર, કર્ણાટક, આસો સુદ ૧, સંવત-૨૦૧૭, અનેક સંઘોએ તથા સમુદાય મળી. * દક્ષિણદિવાકરની પદવી : સંવત ૨૦૬૮ ના અષાઢ સુદ બીજને રવિવાર, બેંગલોર આદિ ૧૮ સંઘોની ઉપસ્થિતિમાં ચાતુર્માસ પ્રવેશ વખતે, દિરીપુરનાં ચાતુર્માસ પ્રવેશદિન. तस्मै श्री गुरवे नमः સિદ્ધાંત દિવાકર : સમર્થ શાસ્ત્રવેતા : કર્મસાહિત્યના ગહન અભ્યાસુ પ્રકાંડ પંડિતવર્ય : પૂજ્યપાદ વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યદિવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ – મુનિ મહાબોધિ વિજય પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજ એટલે ગુણોનો ઘૂઘવતો મહાસાગર, આ મહાસાગરમાં મરજીવા બનીને ઊંડા ઊતરીએ તો અનેક ગુણરત્નો હાથમાં આવ્યા વગર ન રહે. અહીં આપણે એમના પાંચ વિશિષ્ટગુણોનો આસ્વાદ કરીએ. - ૧. પરોપકારવૃત્તિ : સમસ્તવિશ્વ આજે દિન-પ્રતિદિને વધુને વધુ સ્વાર્થી બનતું જાય છે ત્યારે આ મહાપુરુષના લોહીના પ્રત્યેક બુંદમાં પરોપકારની વૃત્તિ વણાયેલી છે. નાનામાં નાના સાધુને કઈ વસ્તુની જરૂરિયાત હશે એનો ઉપયોગ તેઓશ્રીને સતત રહેતો હોય છે. ધર્મચક્ર પ્રભાવતીર્થ - વિલ્હોળી (નાસિક) (૧) પ.પૂ. આ. દેવ શ્રીમદ વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. (૨) પ.પૂ. આ. દેવ શ્રીમદ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. (૩) પ.પૂ. આ. દેવ શ્રીમદ જયઘોષસૂરીશ્વરજી મ.સા. (૪) પ.પૂ.આ.શ્રી ધર્મજિતસૂરીશ્વરજી મ.સા. | (૫) ૫.પૂ. આ. શ્રી જગવલ્લભસૂરીશ્વરજી મ. સા. સાધુને પણ આપણે ગૌતમસ્વામીના રૂપમાં જોવાના છે. સાધુને જે વસ્તુ આપવી હોય તે ઉત્તમકક્ષાની આપવી. હલકી, વધારાની કે અદલાબદલી રૂપે પણ કોઈ વસ્તુ સાધુને આપીએ તો આપણને ઘોર લાભાંતરાય કર્મ બંધાય છે.” એકવાર સ્વ. ગુરુદેવશ્રીએ પિંડવાડામાં એમને લખવા માટે નવી–સારી પેન આપી. સાથે કહ્યું : “આ પેન માત્ર તારે વાપરવાની.” એ વખતે પૂર્ણનમ્રતા સાથે પૂજ્યશ્રીએ કહ્યું : “ગુરુદેવ! એવી રીતે આ પેન હું નહીં રાખી શકું. કોઈ માંગશે, કોઈને ગમશે તો હું આપી દઈશ.” આચાર્યભગવંતે સહર્ષ અનુમતિ આપી. | બેસ્ટ કવોલિટીની કોઈપણ વસ્તુ આવે તો એનો સંગ્રહ ન કરતાં કે પોતાના ઉપયોગમાં ન લેતાં એને યોગ્ય જે સાધુ હોય તેને પહોંચાડી દેવામાં એમને વધુ આનંદ આવે છે. તેની તેઓશ્રી ઘણીવાર કહેતા હોય છે..... “આજના દાલત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy