SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) (0 જૈનશાસનની તેજસ્વી પરંપરાની તવારીખ WXY XNXXAA પ્રિસ્તાવના નોંધ] ભાઈશ્રી નંદલાલ દેવલુકે ફરી પાછો એક દળદાર મોટો ગ્રંથ ‘ચતુર્વિધ સંઘ' આપણા હાથમાં ધર્યો છે! | છેલ્લાં કેટલાંક વર્ષથી તેઓ કહેતા આવ્યા છે કે “બસ, આ છેલ્લો ગ્રંથ પ્રગટ કરીને કામ પૂરું કરવું છે', પણ એમ કરતાં કરતાં એમણે ચાર ગ્રંથો પ્રગટ કર્યા છે. એ બતાવે છે કે એમની પાસે કેટલી શક્તિ, ખંત, ધીરજ, ચીવટ અને ઉત્સાહ છે! અત્યાર સુધીમાં એમણે એકલે હાથે એક યુનિવર્સિટી કરી શકે એટલું કામ કર્યું છે. મને લાગે છે કે કોઈકે એમનું નામ ગિનેશ બુક ઓફ રેકોર્ડ્ઝ'માં દાખલ કરાવવા માટે ભલામણ કરવી જોઈએ, કારણ કે એક જ વ્યક્તિએ એકલે હાથે આટલા બધા મોટા મોટા ગ્રંથો સંપાદિત કરીને તૈયાર કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. એમના ગ્રંથોમાં એટલી બધી માહિતી આપવામાં આવી છે કે સંદર્ભ ગ્રંથ તરીકે પણ તે મૂલ્યવાન છે. ગુરુ ગૌતમસ્વામી, માણિભદ્રવીર કે દેવી પદ્માવતી ઉપરના ગ્રંથોમાં જે માહિતી આપવામાં આવી છે, તેવી અને તેટલી બધી માહિતી કોઈ અન્ય એક ગ્રંથમાં નહીં મળે. એમના ગ્રંથો તે વિષય ઉપર પી.એચ.ડી. કરનાર વિદ્યાર્થીઓ માટે ઘણા ઉપયોગી છે. કોઈ યુનિવર્સિટી ધારે તો એમને માનદ્ Ph.D.ની પદવી આપી શકે. આ ચતુર્વિધ સંઘ વિશેના આ પુસ્તકમાં એમણે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારે ક્ષેત્રમાં થયેલી મહાન, તેજસ્વી, વિશિષ્ટ શક્તિ ધરાવનાર વ્યક્તિઓનો સુંદર સવિગત પરિચય કરાવ્યો છે. નક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy