SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા (૭) જૈનશાસનની પ્રભાવના : તેઓશ્રીની અમોઘ ઉપદેશલબ્ધિના બળે વિવિધ સ્થળોએ જૈનશાસનના મહત્ત્વનાં અંગોરૂપ જિનમંદિરો ઉપાશ્રયો આયંબિલ ભવનો– જ્ઞાનમંદિરો-પાઠશાળા-ધર્મશાળા-ભોજનશાળા વગેરેનાં અદ્ભુત નિર્માણ થયાં છે. એમાંય જીવનનાં છેલ્લાં મુખ્ય વર્ષો દરમ્યાન મુંબઈમાં વિચરીને સ્થળેસ્થળે જિનમંદિરઉપાશ્રયાદિના નિર્માણ કાજે એમણે જે ભગીરથ પુરુષાર્થ આદર્યો હતો એના જ કારણે મોહમયી મુંબઈનગરી મંદિરોથી મંડિત થઈ ગઈ છે. ચેમ્બર-ઘાટકોપર-કાંદિવલી ચતુર્વિશતિ જિનાલય ભાયંદર બાવન જિનાલય વગેરે દેવવિમાન જેવાં નયનરમ્ય મંદિરો તેઓશ્રીની જ પુનીત પ્રેરણાનાં પરિણામો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી નિર્મિત થયેલાં જિનમંદિરોની સંખ્યા લગભગ શતાધિક છે. એ જ રીતે મુંબઈ ગોડીજી જૈન ઉપાશ્રય, શાંતાક્રુઝ જૈન ઉપાશ્રય–બોરીવલી જામલીગલી જૈન ઉપાશ્રય જેવાં લગભગ ૬૫ ભવ્ય અને આલિશાન આરાધના-સ્થળો તેઓશ્રીની અમોઘ ઉપદેશલબ્ધિ અને પ્રખર પ્રેરણાશક્તિના પરિચાયક બની રહે તેવાં છે. = છેલ્લે છેલ્લે તેઓશ્રીની પ્રેરણાથી સંવત ૨૦૩૩ અને ૨૦૩૪માં યોજાયેલ ઐતિહાસિક અને અજોડ પદયાત્રા મહાસંઘો શ્રી શેત્રુંજય તીર્થ પદયાત્રા સંઘ અને શ્રી ગિરનાર તીર્થયાત્રાસંઘ-એ તો એક યશસ્વી, યાદગાર અને ચિરસ્મરણીય ઇતિહાસરૂપે સ્થાન-માન પ્રાપ્ત કર્યું છે. એ મહાસંઘોમાં જે ઉદારતાથી સંઘ-શાસનના ને અનુકંપાદિનાં આયોજનો થતાં હતાં તેના કારણે તો માત્ર જૈન સમાજમાં નહીં પરંતુ જૈનેતર સમાજમાં ય એ મહાસંઘો પરત્વે આદર અને સદ્ભાવનું એક અલૌકિક વાતાવરણ જામ્યું હતું. આ સર્વ કાર્યોની સાથે સાથે કેળવણીસહાય, હોસ્પિટલનિર્માણ સહાય વગેરે સાર્વજનિક કાર્યોમાં ય તેઓશ્રીનું યોગદાન અદ્ભુત રહ્યું છે. તેઓશ્રીની પ્રેરણાથી પાલિતાણામાં થયેલ શ્રી શેત્રુંજય હોસ્પિટલનું નિર્માણ અનેક યાત્રિકો અને સાધુસાધ્વીજીના માટે આશીર્વાદ બની ચૂક્યું છે. આવા પરમપુણ્યશાલી અને ગુણગણનિધાન પૂજ્યશ્રીના પાવન ચરણકમલમાં આપણે ભાવપૂર્ણ વંદન કરીએ અને તેઓશ્રીના દિવ્ય ગુણો આપણાં જીવનમાં અલ્પાંશે પણ થાય તેવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ. પૂજ્યશ્રીના જીવનનો મિતાક્ષરી પરિચય. Jain Education International RCC જન્મ સં. ૧૯૬૦, શ્રાવણ શુદિ ૧૧, તા. ૨૧-૮૧૯૦૪ રવિવાર, વઢવાણ શહેર. પિતા : શ્રી હીરાચંદભાઈ, માતા : શ્રી છબલબહેન, સાંસારિક નામ : શ્રી ભાઈચંદભાઈ. દીક્ષા : સં. ૧૯૭૬, મહા સુદિ-૧૧, સાંગણપુર, પ્રગુરુદેવ : પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયમોહનસૂરીશ્વરજી મ.સા., ગુરુદેવ : વિજય પ્રતાપસૂરીશ્વરજી મ.સા., દીક્ષિત અવસ્થાનું નામ : પૂજ્ય મુનિ શ્રી ધર્મવિજયજી મ.સા., પ્રવર્તકપદ : સં. ૧૯૮૭, પાલિતાણા. ગણિ-પંન્યાસ પદ : સં. ૧૯૯૨, કાર્તિક સુદિ ૧૪, પાલિતાણા, ઉપાધ્યાય પદ : સં. ૨૦૦૨, કાર્તિક વદિ બીજ, અમદાવાદ. આચાર્ય પદ : સં. ૨૦૦૭, પોષ વદ-૫, મુંબઈ-ભાયખલા. યુગદિવાકર પદ સં. ૨૦૨૦ મહા સુદિ ત્રીજ, મુંબઈ વાલકેશ્વર. સ્વર્ગારોહણ : સં. ૨૦૩૮, ફાગણ સુદિ-૧૩, મુંબઈ-મઝગામ. પૂ. યુગદિવાકરશ્રીનાં કાર્યોની સંક્ષિપ્ત ઝલક (૧) માત્ર ૯ વર્ષની બાળવયે સ્વતંત્રપણે શ્રી સંઘને પર્યુષણાની આરાધના (૨) માત્ર ૧૪ વર્ષના દીક્ષાપર્યાયમાં સંસ્કૃત ભાષામાં છ હજાર શ્લોકપ્રમાણ ‘સુમંગલા' ટીકાનું સર્જન. આ ઉપરાંત પંચમકર્મગ્રન્થ-ક્ષેત્રસમાસ, શ્રાદ્ધપ્રતિક્રમણ વંદિત્તસૂત્રનાં વિવેચનો, ષત્રિંશિકા ચતુષ્ક પ્રકરણ-પ્રશ્નોત્તર મોહનમાળા આદિ ગ્રન્થોનાં સંપાદનો તથા ભગવતીસૂત્રનાં પ્રવચનો—શ્રમણ ભગવાન મહાવીર આદિ ગ્રન્થોનાં આલેખનો (૩) કર્મસાહિત્યના પદાર્થો સમજાવતી વિશિષ્ટ વાચનાઓ તથા પ્રવચનો (૪) ભાયંદર-બાવન જિનાલય, કાંદિવલી-ચોવીશ જિનાલય, ચેમ્બૂરતીર્થ આદિ એકસોથી વધુ જિનાલયોનાં અનુપમ નિર્માણ (૫) ગોડીજી-પાયધુની, બોરીવલી-જામલીગલી આદિ અનેક આલિશાન ઉપાશ્રયોનાં નિર્માણ (૬) સાધર્મિકો માટે ભૂલેશ્વર લાલબાગમાં ૫૬ ખંડ અને ત્રણ હોલયુક્ત પંચમજલી ધર્મશાળા નિર્માણ તથા ‘સાધર્મિક સેવા સંઘ' આદિની સ્થાપના (૭) ૩૨ વાર ઉપધાન તપ, ૧૦૮ છોડ આદિ અનેક ઉદ્યાપનો (૮) એક સાથે ૨૦૦-૨૦૦, ૩૦૦-૩૦૦ પ્રભુજીઓની અંજનશલાકાઓની હારમાળા તથા પ્રભાવક પ્રતિષ્ઠામહોત્સવોની પરંપરાઓ (૯) જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા વગેરે સંખ્યાબંધ ધાર્મિક પાઠશાળાઓની સ્થાપના (૧૦) શ્રી કેસરિયાજી તીર્થ-શ્રી શત્રુંજય તીર્થ-શ્રી ગિરનાર તીર્થ આદિના ઐતિહાસિક વિરાટ છ'રીપાલક સંઘો (૧૧) શ્રી શત્રુંજય હોસ્પિટલ નિર્માણ, મોરબી પૂરહોનારત ફંડ, બિહાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy