SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા જ્યારે તેઓ તીર્થંકર પરમાત્માની પ્રતિમા સામે ઈશ્વરપ્રણિધાનમાં ઊતરી જાય છે ત્યારે તો આરામ, આહાર અને સ્થળ-કાળના ભેદને વીસરી ગયા હોય તેવું ભવ્ય અને પ્રેરક દૃશ્ય જોવા મળે છે! આહાર લેવાની વૃત્તિ ઉપર તથા સ્વાદ ઉપર એમણે જે કાબૂ મેળવ્યો છે તે હેરત પમાડે તેવો અને દાખલારૂપ બની રહે તેવો છે. પોતાનાં ધર્મપત્ની અને બંને સંતાનો સાથે તેમણે સંયમ અંગીકાર કરેલ છે. દર્શન-જ્ઞાન અને ચારિત્રરૂપી રત્નત્રયીની આરાધના તરફ તો ગૃહસ્થજીવન દરમ્યાન જ વળ્યા હતા અને દીક્ષા લીધા પછી તો એ આરાધના ખૂબ જ અંતરસ્પર્શી, મર્મગાહી અને વ્યાપક બની. અજાતશત્રુ અને અધ્યાત્મયોગી તરીકે સુપ્રસિદ્ધ થઈ ગયેલા પંન્યાસજી ભગવંત શ્રી ભદ્રંકરવિજયજી મ.સા.ના સાંનિધ્યમાં ઘણો સમય રહીને તેમના માર્ગદર્શન મુજબ તેઓશ્રીએ ધ્યાનસાધનામાં સવિશેષ પ્રગતિ સાધી છે. તે વખતે જ્યારે વ્યાખ્યાનાદિ પ્રસંગે પૂજ્યપાદ પંન્યાસજી ભગવંતની સાથે પાટ ઉપર બેસવાનું થતું ત્યારે તેઓ રત્નાધિક એવા પંન્યાસજી ભગવંતને વચ્ચે બેસાડતા અને પોતે તેમની બાજુમાં સાઇડમાં બેસતા! કેવો અદ્ભુત વિનય-નમ્રતા-લઘુતા!!! બાળકના જેવી નિર્દોષતા, ધ્યાનયોગની સાધના અને સમર્પિતભાવથી શોભતી . પરમાત્મકિત આદિ અનેકવિધ વિશેષતાઓના પ્રભાવે તેમના જીવનમાં એવી અનેક ઘટનાઓ બનતી રહે છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. દા. ત. એમની નિશ્રામાં થતી પ્રભુપ્રતિષ્ઠા દરમ્યાન જિનાલયમાં કલાકો સુધી સ્પષ્ટ અમીઝરણાં...તેઓશ્રી પસાર થયા હોય ત્યાં ક્વચિત જમીન ઉપર કેસરનાં પદ ચિહ્નો...વગેરે લગભગ સાડાચારસો જેટલાં સાધુ-સાધ્વીજી ભગવંતો તેમની આજ્ઞામાં હતા. અનેકવિધ શાસન પ્રભાવનાનાં કાર્યો તેમની નિશ્રામાં સહજપણે ચાલુ જ હોય છે, છતાં પણ તેઓશ્રી પોતાની આત્મસાધનાને જરાપણ ગૌણ બનવા દેતા નથી. વ્યવહાર અને નિશ્ચયનો અદ્ભુત સમન્વય તેમના જીવનમાં જોવા મળતો. ૨૪ કલાકમાં માંડ ૨-૩ કલાક જ તેઓ આરામ કરતા તેમના બંને પુત્ર મુનિવરો તેમની સાધના અને શાસનના કાર્યોમાં સુંદર સહયોગ આપી રહ્યા છે. અધ્યાત્મયોગી અપ્રમત્ત આચાર્ય ભગવંતશ્રીની આત્મસાધનાની હાર્દિક અનુમોદના સહ ભાવભીની વંદના. તેઓશ્રી ગત વર્ષે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. Jain Education International For Private ૨૦૫ સિદ્ધગિરિ આદિના પ્રત્યેક જિનાલયમાં પ્રત્યેક પ્રભુજીને ૩ ખમાસમણ દ્વારા વંદના પ.પૂ. આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. છએક વર્ષ પહેલાં કાળધર્મ પામેલા એક ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતશ્રીએ શ્રી સિદ્ધગિરિજી મહાતીર્થમાં બિરાજમાન લગભગ ૨૨૦૦૦ જિનબિંબોને ત્રણ-ત્રણ ખમાસમણ આપીને વંદના કરી હતી!... એવી જ રીતે અમદાવાદનાં તમામ જિનાલયોમાં બિરાજમાન પાષાણનાં સર્વ જિનબિંબોને પણ તેઓશ્રીએ ૩-૩ ખમાસમણ આપીને વંદના કરી હતી. ગુજરાત, મારવાડ, મેવાડ, મહારાષ્ટ્ર, બિહાર, બંગાળ, કચ્છ વગેરેમાં તેઓશ્રી જ્યાં પણ વિચર્યા ત્યાંના બંધા જિનાલયોનાં પાષાણનાં સર્વ જિનબિંબોને ૩-૩ ખમાસમણ આપીને વંદના કરી!... બે વાર વિધિપૂર્વક સિદ્ધગિરિજીની ૯૯ યાત્રા કરી ત્યારે પણ ગિરિરાજ ઉપર કદી પણ આહાર કે સ્થંડિલ માત્રુ કર્યું નહોતું. પાણી પણ બને ત્યાં સુધી ગિરિરાજ ઉપર વાપરતા નહીં. છેલ્લે ૯૫ વર્ષની બુઝર્ગ વયે યાત્રા કરી ત્યારે પણ અજવાળું થયા બાદ જ યાત્રાનો પ્રારંભ કરી નવટૂંકોનાં દર્શન તેમ જ મુખ્ય જિનાલયોમાં ચૈત્યવંદના કરતાં ૧૨ વાગ્યે દાદાના દરબારમાં પહોંચ્યા. ત્યાં પણ સ્તવન-સ્તુતિમાં લીન બની છેક સવા બે વાગ્યે બહાર આવ્યા અને ઘેટી પગલે ગયા. ત્યાં દરેક મંદિરમાં દર્શન-ચૈત્યવંદન કરી નીચે ઊતર્યા અને છેક ગા વાગ્યે પચ્ચક્ખાણ પાર્યું. વ્યાખ્યાન વાચસ્પતિ ઇત્યાદિ અનેક બિરુદાવલિથી અલંકૃત થયેલા તેઓશ્રીએ અનેકવિધ શાસનપ્રભાવક કાર્યો કર્યાં છે. આઠેક વર્ષ પહેલા તેઓ કાળધર્મ પામ્યા છે. તેઓશ્રીનું શુભ નામ વર્તમાને અવસર્પિણીકાળમાં ભરતક્ષેત્રમાં થયેલ ૯ બલભદ્રો પૈકી એક સુપ્રસિદ્ધ બલભદ્રનું નામ છે! (પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા.) પૂજ્યશ્રીની જિનભકિત-તીર્થભકિતની હાર્દિક અનુમોદના, તેઓશ્રીના પટ્ટધર, આજીવન ગુરુચરણસેવી આચાર્ય ભગવંત ગચ્છાધિપતિપદે હતા. તેઓશ્રીએ પણ પોતાના ગુરુદેવશ્રીની સાથે દરેક પ્રભુજીને ૩-૩ ખમાસમણ આપેલ છે. ૫. પૂ. આ. ભ. શ્રી મહોદયસૂરીશ્વરજી મ.સા. Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy