SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ઃ શાસનપ્રભાવક ભઠ્ઠારકો : શ્રીપૂયો : યતિવશે જૈન શ્રમણોનું જીવન તેમની અપરિગ્રહ, કરુણા અને અંતર્મુખ સાધનાની ગુણ સમૃદ્ધિથી વિશ્વના સંત સમુદાયમાં આગવું અને આદરભર્યું સ્થાન ધરાવે છે. છતાંય માનવ સહજ દુર્બળતા અને પ્રમાદના પરિણામે જૈન શ્રમણોમાં પણ ક્યારેક આચાર શૈથિલ્યે દેખા દીધી. શિથિલાચારનો આવો પ્રથમ સમય ૮૦૦-૧૦૦૦ વર્ષે આવ્યો. સાધુઓ સંયમની મર્યાદાના પાલનમાં શિથિલ બન્યા, મંદિર, ઉપાશ્રયોમાં કાયમી નિવાસ કરતા રહ્યાં. તપાગચ્છની ૬૧મી પાટે આજ વિજસિંહસૂરિ થયા. તેઓએ એવી વ્યવસ્થા ગોઠવી હતી કે આપણે સૌ ઘર છોડી નીકળ્યા છીએ તો હવે તે ખરેખર બધુ જ છોડવું, ત્યાગ અને સંયમના આચરણ દ્વારા આદર્શ જીવન બનાવવું, જેને જેને આવો મન– વચન-કાયાનો ઉલ્લાસ હોય તેણે ક્રિયોદ્ધાર કરીને સંવેગી મુનિ બનવું, અને બીજાઓએ ચિંત રહેવું. મુનિ અને યતિ સૌએ ગચ્છનાયકની આજ્ઞા પાળવી. સૌએ આપસ આપસમાં હળીમળીને રહેવું, અને ધર્મની પ્રભાવનાનાં કામોમાં સૌએ પૂરક બની રહેવું. આચાર્ય વિજયસિંહસૂરિને ઘણા શિષ્યો હતા. તેમાંથી કોઈ કોઈ સંવેગી મુનિ બન્યા અને કેટલાક યતિ બની રહ્યા. આ યતિ શિષ્યપરંપરામાં એક વિજયભટ્ટારક પરંપરા અર્થાત્ પતિપરંપરા ક્ષેત્રે ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં આ તિપરંપરાનો પણ ઘણો મોટો ફાળો છે. અહીં ‘ભટ્ટારક’નો સામાન્ય અર્થ જે સંવેગી મુનિ ન બન્યા પણ તિ રહ્યાં અને એ તિઓમાં, તે તે સમુદાયોમાં સૌથી મોટા એ ભટ્ટારક સમજવા. ૧. ભટ્ટારક શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજ કચ્છ પ્રદેશના વરાહી ગામના ઓશવાલ જ્ઞાતિના શાહ શિવગણના ધર્મપત્ની ભાણીબાઈની કુક્ષિએ સં. ૧૬૭૭માં એમનો જન્મ થયો હતો. સં. ૧૬૮૬માં માઘ સુદ ૧૧-ના દિવસે શ્રી વિજયદેવસૂરિજી પાસે દીક્ષા લઈ, શ્રી સિંહસૂરિજીના શિષ્ય તરીકે વીરવિજય નામે ઘોષિત થયા. શાસ્ત્રાભ્યાસ બાદ સં. ૧૭૦૧માં તેમને પંન્યાસપદ આપવામાં આવ્યું. શ્રી વિજયસિંહસૂરિના સ્વર્ગવાસ બાદ ગચ્છનાયક બનાવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતાં, પં. શ્રી સત્યવિજયજીએ સંવેગીપણું સ્વીકારવાની ભાવનાથી ગચ્છનાયકપદનો અસ્વીકાર કરતાં, પં. વીરવિજયજી પણ સંવેગીપણું સ્વીકારવાની ભાવનાવાળા હોવા છતાં, અને Jain Education International ૨૧૦ ક્રિયોદ્ધારના પટ્ટકમાં પણ પોતે સહી કરી હોવા છતાં, શ્રી વિજયદેવસૂરિની આજ્ઞાથી સર્વ ગીતાર્થો અને સંઘના આગેવાનોની સંમતિથી તેમને સં. ૧૭૧૦ના વૈશાખ સુદ ૧૦-ના શુભ દિને ગંધારમાં, અમદાવાદનિવાસી અખેચંદ દેવચંદના પત્ની સાહિબદેએ કરેલા મહોત્સવપૂર્વક આચાર્યપદે સ્થાપવામાં આવ્યા. સં. ૧૭૧૧ના માગશર માસમાં, અમદાવાદમાં, આચાર્ય વિજયપ્રભસૂરિને ભટ્ટારકપદ આપવામાં આવ્યું અને શ્રી વિજયદેવસૂરિએ તેમને પોતાની પાટે સ્થાપના કરીને ગચ્છનાયકપદે સ્થાપન કર્યા. આ પ્રસંગે સુરાના પુત્ર શા. ધનજીએ આઠ હજાર ખર્ચીને ગણાનુજ્ઞાનો નંદિમહોત્સવ કર્યો હતો. શ્રી વિજયપ્રભસૂરિ ઉંમરમાં, દીક્ષાપર્યાયમાં નાના હોવા છતાં શ્રી વિજયદેવસૂરિએ તેમનાં સ્વભાવ અને વ્યક્તિત્વ જોઈને For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy