SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ પાલનપુરમાં જડાવબહેન રાયચંદ મહેતા દ્વારા ઉપધાનતપ; પાટણ અને ગઢમાં ઉપધાનતપ અને માળારોપણ, પાટણથી શ્રી શત્રુંજય તીર્થનો શેઠ આલમશા દ્વારા યાત્રા સંઘ; તથા અનેક સ્થળોએ વ્રતોચ્ચાર આદિ ધર્મકાર્યો થયાં હતાં. પૂ. પંન્યાસજીના ઉપદેશથી ગઢ (બનાસકાંઠા)માં અને અમદાવાદ–કસુંબાવાડમાં સંઘમાં પ્રવર્તતા ક્લેશ દૂર થયા હતા. પં. શ્રી રત્નવિજયજી દ્વારા શાસન-ઉદ્યોતનાં અનેક કાર્યો થયાં, તેમાં અમદાવાદ-ડહેલાના ઉપાશ્રયના વિશાળ ગ્રંથભંડારના તેમ જ થરાદના જ્ઞાનભંડારના ઉદ્ધારનું કાર્ય યશસ્વી અને ચિરસ્મરણીય હતું. ડહેલાના ઉપાશ્રયના હસ્તલિખિત ભંડારની સમગ્ર ગોઠવણ અને પ્રતિમાઓની યાદી તેમના જ હાથે તૈયાર થઈ હતી, જે તેમની ઊંડી સૂઝ અને અથાગ પરિશ્રમનું પરિણામ હોવાની સાક્ષી પૂરે છે. પં. શ્રી રત્નવિજયજી ગણિ વિ. સં. ૧૯૪૪ના વૈશાખ વદ ૧૩ના રોજ અમદાવાદમાં સ્વર્ગવાસ પામ્યા હતા. Tatlyartha Sutra | ૨ જોશી 1 mm તવારીખની તેજછાયા - પૂજ્યશ્રી ગુજરાત, મારવાડ, મેવાડમાં વિચર્યા હતા અને ત્યાંની જૈન પ્રજા પર ઉપદેશ દ્વારા મોટો ઉપકાર કર્યો હતો. પં. શ્રી કીર્તિવિજયજી ગણિને ૧૫ શિષ્યો હતા; જેમાં તપસ્વી કસ્તૂરવિજયજી, ઉદ્યોતવિજયજી, બુદ્ધિવિજયજી, જીવવિજયજી, માણેકવિજયજી આદિ મુખ્ય હતા. શ્રી જીવવિજયજીએ ‘સકલ તીર્થ વંદું કરજોડ', “અવધુ સદા મગનમેં રહનું’, ‘સુણ દયાનિધિ તુજ પદપંકજ મુજ મનમધુકર લીનો” વગેરે સુંદર રચનાઓ કરી હતી અને શ્રી માણેકવિજયજીએ “માતા મરુદેવીનાનંદ'–“શ્રી આદીશ્વર અંતરજામી’ વગેરે રચનાઓ કરી હતી. (સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જૈન પરંપરાનો ઇતિહાસ' ભાગ-૪- માંથી સાભાર.) અમદાવાદ-ડહેલાના ઉપાશ્રયના ગ્રંથભંડારના ઉદ્ધારક પૂજ્ય પં. શ્રી રત્નવિજયજી ગણિવર્ય પૂજય પંન્યાસશ્રી રત્નવિજયજી ગણિનો જન્મ વિ. સં. ૧૮૯૩માં, રાધનપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ હકમચંદ અને માતાનું નામ લહેરીબાઈ હતું. તેમનું સંસારી નામ રાવજી હતું. રાવજીને છ વર્ષની બાળવયે માતાનો વિયોગ થયો અને તેમની દસ વર્ષની વયે પિતાએ દીક્ષા અંગીકાર કરી. આથી તેમનો ઉછેર પિતાની માતા-દાદી અમરતબાઈની છત્રછાયામાં થયો. તેઓ વ્યાવહારિક શિક્ષણ મેળવ્યા બાદ વ્યવસાયમાં જોડાયા, પરંતુ તેમનું ચિત્ત વ્યવસાયમાં લાગતું ન હતું. પિતા ગયા તે માર્ગે જવાની ભાવના સતત રહ્યા કરતી હતી. તેમાં એક વખત ડામરશી સુજાણના સંઘમાં કચ્છ ગયા અને ત્યાં પં. સૌભાગ્યવિજય ગણિનો સમાગમ થતાં તેમની વૈરાગ્યભાવના સાકાર બની અને શ્રી સૌભાગ્યવિજયજી પાસે દીક્ષા ગ્રહણ કરી નિ રત્નવિજયજી નામે તેમના શિષ્ય બન્યા. વિહાર કરતાં કરતાં તેઓ ગુરુજી સાથે ભાવનગર પધાર્યા, જ્યાં તેમની વડી દીક્ષા થઈ. વિ. સં. ૧૯૨૯ના કાર્તિક વદ ૧૧ના રોજ પં. મણિવિજયજી ગણિવરે તેમને પંન્યાસપદથી અલંકૃત કર્યા. . શ્રી રત્નવિજયજીએ અનેક સાધુ-સાધ્વીજીઓને યોગોદ્દહન કરાવ્યાં હતાં, અનેકને પદવીઓ આપી હતી, અનેકને દીક્ષા આપી હતી. શ્રી ભાવવિજયજી, શ્રી સુજ્ઞાનવિજયજી, શ્રી કાંતિવિજયજી, શ્રી મોહનવિજયજીની દીક્ષાઓ તેમના હસ્તે સુસમ્પન્ન થઈ હતી. કુવાલામાં દીક્ષા પ્રસંગે ૪૫ ગામોના સંઘોએ એકત્ર થઈ ભવ્યાતિભવ્ય મહોત્સવ ઊજવ્યો હતો. તેઓશ્રીના સાંનિધ્યે અમદાવાદમાં નંદીશ્વર દ્વીપના દેરાસરની પ્રતિષ્ઠા, (બાડ્યા ) ત્તિ kયાગ અર્ચિતર તપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy