SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા આગમના પ્રખર વ્યાખ્યાતાઓ ‘આગમના પ્રખર વ્યાખ્યાતાઓ' લેખમાળા રજૂ કરે છે પૂ. મુનિશ્રી દીપરત્નસાગરજી મહારાજ, જેમના જીવનના પ્રત્યેક શ્વાસોચ્છવાસનું એક માત્ર ધ્યેય જ શ્રુત ઉપાસના અને સાહિત્ય સર્જન રહ્યું હોય એવો સતત ભાસ ઉત્પન્ન કરાવતા મુનિ એટલે દીપરત્નસાગરજી મહારાજ. સમાજમાં ઉભરાતા સાહિત્ય સમુદ્ર મધ્યે કંઈક અભિનવ કરતા રહેવું અને રત્નોસમાન બહુ મૂલ્યવાન અને નવું નવું જ સમાજને અર્પતા રહેવું એ જેમનો જીવનમંત્ર હોય તેમ જીવનને વહાવ્યા કરવું એવા ધ્યેયથી વ્યાકરણ, વ્યાખ્યાન, પ્રભુભક્તિ, આરાધના, શ્રાવકધર્મ, જાપ, પંચાગ તત્ત્વાર્થ, ડિરેકટરી વિધિ આદિ અનેક વિષયોને સ્પર્ધા પામ્યા અને પ્રકાશિત કર્યા પછી છેલ્લા આઠ વર્ષોથી ‘જિન-આગમ’ ઉપાસનાના ક્ષેત્રે ગળાડૂબ રહી કેવળ આગમ સંબંધી કાર્યોમાં વ્યસ્ત રહ્યા છે. આગમ સાહિત્યના ક્ષેત્રમાં પૂ. સાગરાનંદસૂરિજી મહારાજશ્રીએ ખૂબ ખેડાણ કર્યું. પૂ. પુણ્યવિજયજી મ. (આગમદિવાકર)એ આગમગ્રંથોના સંપાદન સંશોધનને જીવનનું મુખ્ય મિશન બનાવ્યું. પૂ. જંબૂવિજયજી મ૦ પણ આ જ કાર્ય કરી રહ્યા છે. પૂ. જયઘોષસૂરિજી મહારાજ પણ વિશિષ્ટ કોટિના આગમ મર્મજ્ઞ આચાર્યદેવ છે. Ja Li Jain Education International વર્તમાનકાલિન સાહિત્ય સર્જકોમાં મુનિ દીપરત્નસાગર એક એવું નામ છે કે જેમણે આગમ કાર્યોની આખી એક નવી શ્રેણિ જ રચી દીધી છે. આગમના મૂળ સૂત્રોનું પ્રકાશન, સર્વાંગ ૯૦૦૦૦ શ્લોક પ્રમાણ ધરાવતા મૂળ આગમોનું ગુજરાતી ભાષાંતર, હિન્દી ભાષાંતર અને સાડા ત્રણ લાખ-શ્લોક પ્રમાણ કરતાં પણ વધુ કદ ધરાવતા આગમના નિર્યુક્તિ-ભાષ્ય-ચૂર્ણિ-વૃત્તિનું સંશોધનાત્મક પ્રકાશન કર્યું. ત્યાર પછી આગમના વિષયમાં બે ડીક્ષનેરીઓ બનાવી. એક શબ્દોની અને બીજી નામોની. જેમાં પ્રચુર સંદર્ભો સાથે તે શબ્દો તથા નામોને રજૂ કરી દીધા. પછી પિસ્તાળીશે આગમોની એક ઇન્ડેક્ષ--અનુક્રમણિકાનું દળકાર પુસ્તક તૈયાર કર્યું. પછી આગમના ચાર અનુયોગમાંના એક એવા કથાનુયોગને સર્વાંગ સંપૂર્ણ રજૂ કરતા છ પુસ્તકો તૈયાર કર્યા અને એ રીતે આગમને વિવિધ સ્વરૂપે ઉજાગર કરવાના તેમના અથાગ પુરુષાર્થે દેશ અને વિદેશમાં પણ પિસ્તાલીશ આગમ રૂપ જૈન વાઙમયને ખ્યાતિ અપાવી. જીવનમાં વ્રત અને નિયમોની મહત્તા સ્વીકારી શ્રમણ જીવનને સાર્થક કરતા એવા આ મુનિએ ૧૦૮ કરતા વધુ ખાદ્ય વસ્તુઓનો આજીવન ત્યાગ કર્યો છે. ઉપધિ-ઉપકરણો પણ બે વર્ષ પર્યન્તની આવશ્યકતા માટે રાખીને વિશેષ પરિગ્રહનો ત્યાગ કર્યો છે. શ્રુત આરાધનાની નિર્વિઘ્નતા જળવાઈ રહે માટે હજારોની સંખ્યામાં વિવિધ જાપ કરતા રહે છે. ત્રિકાળ ૧૦૮ નવકાર મંત્ર સ્મરણ કરતા અને ગૃહસ્થ પરિચય અતિ અલ્પ રાખતા આ મુનિની સાહિત્ય સાધના સાથે મોક્ષલક્ષી વિચારધારા અને તનુસાર જ પ્રરૂપણા દ્વારા સમ્યક્દર્શનનું અદ્ભુતલક્ષ્ય જોવા મળે છે. -સંપાદક ૧૫૧ 1, —આગમદિવાકર મુનિ દીપરત્નસાગર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy