SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ મસ્તક ઉપર પ્રતિમાજી લઈ લેવા જણાવ્યું. સાધુભગવંતોએ પણ ભગવાનને માથે લીધા, રાત્રે વિહાર કર્યો અને શ્રમણો અને શ્રમણોપાસકો ગુપ્ત માર્ગે અન્ય સ્થાને પહોંચી ગયા. આચાર્યશ્રીએ પોતાની પાસે ફક્ત ગણ્યા શિષ્યો જ રાખ્યા. તેની સાથે પોતે ઉપાશ્રયમાં આરાધના કરી રહ્યા હતા ત્યાં સમાચાર આવ્યા કે મ્લેચ્છોએ મહુવાને ઘેરી લીધું છે. તેમાંય દહેરાસરમાં મૂર્તિઓ જોવા ન મળવાથી બધાય ઉપાશ્રયે આવી રહ્યા છે. આચાર્યશ્રીએ શિષ્યોને સાવધ કર્યા, સ્વયં પણ જ્ઞાતાદ્રષ્ટાભાવમાં રહ્યા. મ્લેચ્છોએ ત્યાં ઘેરો નાખી આચાર્યશ્રીને પ્રતિમાની બાતમી આપવા જણાવ્યું. પણ બીજું વ્રત ન ભાંગે તેથી યક્ષદેવસૂરિજી મૌન રહ્યા. તેમની પાસેથી માહિતી ન મળતાં મ્લેચ્છો ઉશ્કેરાણા અને ત્યાં ઉપસ્થિત સાધુમહાત્માની હત્યા કરી નાંખી. આચાર્ય ભગવંતને પણ થાંભલે મુશ્કેટાટ બાંધી અન્નપાણી બંધ કરાવ્યા. તેમની બાજુમાં મૃત્યુ સુધી એક સૈનિકને હવાલો સોંપી સૈન્ય ધસમસતું બીજા મુકામે આગળ ગયું. આમ મહુવાની પરિસ્થિતિ ખૂબ તંગ બની ગઈ. પણ આચાર્યશ્રીના પુણ્યબળે પેલો સૈનિક જૈન નીકળ્યો, જે ફક્ત પૈસાની અછત હોવાથી આવા પાપકાર્યોમાં સૈન્યમાં જોડાયો હતો. તેને ખૂબ દયા આવી અને ગુપ્તરૂપે આચાર્યશ્રીને બંધનમુક્ત કરી અન્ય નગરમાં મોકલી આપ્યા. પ્રભુ પાર્શ્વનાથની પરંપરાના ઉપકેશ ગચ્છના ત્રીજા યક્ષદેવસૂરિજી પ્રતિમાની રક્ષા કરવામાં પોતાના વ્હાલસોયા વિદ્વાન શિષ્યોને ગુમાવી સાવ એકલા પોતાને ગામ પધાર્યા છે તેવી વાત વાયુવેગે બધેય ફેલાઈ ગઈ. તરત જ નગરનો જૈનસંઘ ભેગો થયો. શોકસભામાં નિર્ણય લેવાયો કે કોઈ પણ સંજોગોમાં અત્યારે સૌથી પ્રથમ આચાર્ય ભગવંતને એકાકી ન રાખવા શિષ્યો આપવા. તે માટે રૂપીયા-પૈસાની ટીપના બદલે વૈરાગી યુવાનોની ઉછામણીઓ થઈ. કહેવાય છે કે શાસનરક્ષક, પ્રભુભક્ત, અંતર્મુખી આચાર્યશ્રીના ચરણોમાં શ્રાવિકા બહેનોમાંથી ચૌદ શ્રાવિકાએ પોતાના એક એક દીકરા સોંપી દીધા અને નવા ચૌદ શિષ્યો સાથે આચાર્યભગવંત ફરી શાસનરક્ષાના કાર્યોમાં જોડાઈ ગયા. જૈન શ્રીસંઘની રક્ષા ને યોગક્ષેમ કરવામાં અનેક આચાર્ય ભગવંતોનો અમૂલ્ય ફાળો છે. ૨૫ વૃધ્ધાચાર્યની જીવંત જુવાની આ. વૃદ્ધવાદિસરિજી જિનશાસન ગુણપ્રધાન છે. ધર્મપ્રધાન છે. શ્રમણપ્રધાન છે. Jain Education International For Private ચતુર્વિધ સંઘ અહીં સંયમ ગ્રહણ કરતાં પુણ્યાત્માની ઉમ્ર નથી જોવાતી કે તેનું કુળ અથવા ભૂતકાળની ભૂલો કે પાપો નથી જોવાતા. ઉદારદિલથી આત્માના કલ્યાણ માટે જેણે જે દિવસે આ પુનિતપંથે વિચરણ કર્યું તેના ચરણ પણ શ્રીમંતોને પૂજ્ય બને છે. આમ વર્તમાનને સુધારી ભવિષ્ય માટે પાપઅકરણની પ્રતિજ્ઞા લેનારને ચતુર્વિધ શ્રીસંઘ પણ માન-સન્માન સાથે જોવે છે. નીચકુળમાંથી આવેલ છતાંય દીક્ષા પછી ઉચ્ચગોત્રકર્મના ઉદયવાળા ગણાય છે. આઠ વરસના નાના માસુમ બાળકો માટે પણ ચારિત્રનો ચોખ્ખો માર્ગ સદાબહાર છે તેમ વૃદ્ધોને પણ અસાર સંસારનો ત્યાગ કરી આ માર્ગે આવવાની ભાવના થાય તો તેમને પણ પ્રતિબંધ નથી જ. આવી બાળ દીક્ષાના કે વૃદ્ધદીક્ષાના પ્રસંગોમાંથી એક વૃદ્ધાત્માની દીક્ષા પ્રસંગની વિગતો રોચક ને જાણવા જેવી છે. તે વિપ્ર હતા પણ બ્રાહ્મણ મટી શ્રમણ બનવા વિદ્યાધર ગચ્છના પાદલિપ્તસૂરિજીના શિષ્ય કંદિલાચાર્ય પાસે દીક્ષિત બન્યા. ચારિત્ર-જીવનની શરૂઆત અને પાયામાં જ સાધુઓ માટે સ્વાધ્યાય પ્રધાન કહ્યો છે. તે યોગને સિદ્ધ કરતા આ વૃદ્ધ નૂતન દીક્ષિતે ગાથા ગોખવાની ધૂન મચાવી. પણ સશક્ત શરીર ને પહાડી અવાજના કારણે ગાથા ગોખતા બહુ સશક્ત જોરોમાં અવાજ પ્રતિધ્વનિત થતો હતો. ઉમ્રને કારણે ગાથા પણ જલ્દી નહતી ગોખાતી તેથી બુલંદ અવાજે રાત્રિના પણ ગાથાપાઠ કરતા હતા. તેથી જો કે ઉપાશ્રયમાં સ્વાધ્યાયનો ઘોષ ચાલતો હતો. પણ સહવર્તી મુનિ ભગવંતોને અશાતા ઉપજતી હતી. તેથી ગુરુદેવે નૂતનમુનિને રાત્રિના જોરથી ગોખવા મનાઈ ફરમાવી. તેઓ દિવસે ગોખતા તો શ્રાવકોનેય તકલીફ થતાં કોઈકે મશ્કરી કરી લીધી. આવા ઘાંટા પાડીને ગોખવાથી હવે આ ઉદ્મ શું મુશળ ફૂલાવશો? શાંતિ રાખો. સ્વાધ્યાયપ્રેમી સાધુનું સ્વમાન ઘવાયું. શરમાણા પણ બીજી જ ક્ષણે અભ્યાસની લગની હોવાથી સરસ્વતીના જાપ સાથે તપ પ્રારંભ્યો, લાગટ એકવીસ ઉપવાસ થયા ને સરસ્વતીએ ખરેખર દર્શન આપ્યા. સર્વે વિદ્યામાં પારગામી બનવા વિદ્વાન બની વાદવિજેતા બનવા અને મનવાંછિત પૂર્ણ કરવા સરસ્વતીએ પ્રસન્નતાપૂર્વક વરદાનો આપ્યા. આમ સાવ અભણ ને વૃદ્ધ મુનિને સરસ્વતીની કૃપા થતાં ઝટ વિદ્વાન બની ગયા. પછી તો સૌને હેરત પમાડવા નગરીના ચૌટે આવી, હાથમાં પાણીની Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy