SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ખેલદિલી દર્શાવી હતી. આચાર્યશ્રીના માનમાં રાજાએ જાહેર કરેલ બાર ગામો તથા એક લાખ દ્રવ્યનું દાન સૂરિજીએ પાછું વાળ્યું અને તેમાંથી પાટણમાં ભવ્ય જિનાલય બંધાવવામાં આવ્યું. જીવનમાં વાદિદેવસૂરિજીએ શાસન રક્ષા કરતાં સાડા ત્રણ લાખ લોકોને નવા જૈન બનાવ્યા છે. ૨૨ પ્રવચન પ્રભાવકો : આ. નન્નસૂરિજી તથા આ. ગોવિંદસૂરિજી જિનેશ્વર પરમાત્માએ પોતાના ઉજ્જ્વળ કેવળજ્ઞાનના પ્રકાશમાં ચૌદ રાજલોકની વિસ્તૃત દુનિયાનું સત્ય જે સ્વરૂપમાં જાણ્યું તેને યથાવત્ રીતે રજૂ કરી શાસ્ત્રોમાં એવી તો અનુપમ વાતો મૂકી છે કે આજે પણ આબાલ બ્રહ્મચારી એક સંયમી આત્મા સંસારના સુખભોગોનો અનનુભવી છતાંય શાસ્રના વચનોને આધારમાં રાખી ગુરુકૃપાના બળે તેવું માનસિક રીતે અનુભવી શકે કે ભુક્તભોગીના સ્વાનુભવ પણ ઝાંખા પડે. જ્ઞાનપ્રેમીઓને હરવા-ફરવાના દેહશ્રમ દ્વારા ઉત્પન્ન થતા ક્ષણિક આનંદ કરતાં પણ જ્ઞાનસાગરમાં સ્થિતપ્રજ્ઞતા દ્વારા ચિરંજીવી સહજાનંદનો અનુભવ જે થાય છે, તે વર્ણનાતીત હોય છે. આવા અનેક અનુભવીઓથી શ્રમણસંસ્થા ગૌરવવંતી રહી છે. જે કાળે આમ રાજાને જૈનધર્મનું ઘેલું લગાડનાર આચાર્યશ્રી બપ્પભટ્ટસૂરિજી થયા તે જ સમયે અન્ય શાસનપ્રભાવક આચાર્યો પણ થઈ ગયા છે. આમરાજાને જિનધર્મમાં વધુ સ્થિર કરવા બપ્પભટ્ટસૂરિજીએ અનેક વાર ચમત્કારો સર્જી રાજાના મનને આવર્જિત કરી દીધું, પણ તેથી પણ વધુ શ્રદ્ધા વધારવા અને પોતા ઉપરના દૃષ્ટિરાગને તોડવા તેમના સમકાલીન ઉમદા શાસનપ્રભાવક ને સમર્થ શક્તિમાન નન્નસૂરિજી તથા ગોવિંદસૂરિજીનો પરિચય કરાવ્યો. તેઓ પોતાથી પણ ઉત્તમ આરાધક અને પ્રભાવક છે તેમ જણાવ્યું. તેથી તેવા શાસનપ્રભાવક સૂરિજીના દર્શન માટે આમરાજાનું મન તલસી ઉઠ્યું. કર્યો વેશપલટો અને એક સામાન્ય પ્રજાજન જેવા બની આચાર્યશ્રીની પ્રભાવકતા પીછાણવા છૂપાવેશે મોઢેરા પહોંચી ગયા. પ્રવચનમાં માનવ મહેરામણ સમાતું ન હતું. ઉપાશ્રયનો વિરાટ ખંડ પણ નાનો બની ગયો હતો. તેમાં એક શ્રોતાની અદાથી રાજા આમ ગોઠવાઈ તો ગયો પણ પ્રવચનમાં તત્ત્વજ્ઞાન કે વૈરાગ્યની વાતોના સ્થાને રાજાના કાનમાં કામશાસ્ત્રની વાતો પડવા લાગી. આચાર્ય નન્નસૂરિજીએ વહેતી ધર્મકથામાં આવેલ Jain Education International For Private ચતુર્વિધ સંઘ કોઈક કામપ્રસંગનું વર્ણન એવું ઝડપ્યું હતું કે ભલભલાના ભેજામાં શૃંગાર૨સ ઉદીરણા પામી જાય. આમરાજા તો નવાઈ પામી ગયો કે સંસારસુખનો અનુભવી હું જે દેહભોગની વિલાસી વાતો જાણતો–સમજતો નથી તે બ્રહ્મચારી સાધુ અનુભવ વગર જ ભરી સભામાં કઈ રીતે વર્ણવી શકે! કામપુરુષાર્થનું આવું વર્ણન કરી શકનાર ભલે કપડાના ઉજળા પણ મનથી મલિન હોવા ઘટે. હૈયામાં હોય તે જ હોઠે આવેને? આમ અવળો વિચાર કરી આમરાજા બેઉ આચાર્યો ઉપર શંકાવાળો બની વંદન-પરિચય કર્યા વગર જ પાછો વળી ગયો અને પોતાના માનનીય ગુરુ બપ્પભટ્ટસૂરિજીને બેઉ આચાર્ય ઉપર દુર્ભાવ–અભાવ થયાની વાતો કરી. આમ રાજાનું મન બગડ્યાનું જાણી બપ્પભટ્ટસૂરિજીએ તરત જ મોઢેરા મુકામે ખાનગી સમાચાર આપી બેઉ આચાર્યભગવંતોને શાસ્ત્રાર્થમાં પણ ખૂબ ઊંડા ઉતરવાના સ્થાને મધ્યમ પ્રકારે શાસ્ત્રવાર્તા કરવા ગર્ભિતસૂચન કર્યું. અને બીજી બાજુ જૈન શાસનના નવા અનુરાગી આમરાજાના નિમિત્તે શાસનપ્રભાવનાના સ્થાને શાસન માલિન્યનીં શંકાથી ફરી રાજાને મોઢેરા જવા તૈયાર કર્યો. બીજી વારની મુલાકાત સમયે વ્યાખ્યાનમાં ભરતબાહુબલિના યુદ્ધનું વર્ણન ચાલતું હતું. તે વર્ણનમાં આચાર્યશ્રી એવા ઓતપ્રોત બની ગયા હતા કે તેમના વચનમાંથી ઝરતો વીરરસ ન જીરવી શકનાર શ્રોતાવર્ગ પણ ઉશ્કેરાટ પામી મારો– કાપો કરતો ઉભો થઈ ગયો. સ્વયં આમરાજાએ પણ તલવારને મ્યાનથી મુક્ત કરી વીંઝવાનું ચાલું કર્યું. વચ્ચે વક્તા બેઉ આચાર્યને પડવું પડ્યું ને શાંતરસના વાક્યો દ્વારા રાજા અને શ્રોતાના મન શાંત પાડ્યા. સૌને શાસ્ત્રોની મહાનતા અને ગુરુકૃપાથી વિકસેલ વાણીના દર્શન થયા. આમરાજાનો અવિશ્વાસ આચાર્ય ભગવંતો પ્રતિ અટલ વિશ્વાસમાં પલટાઈ ગયો. ૨૩ ખોટું બની ગયું સાચું : ગોવિંદ મુનિ આજ સુધીમાં વૈજ્ઞાનિક ઢબે અનેક સંશોધનો થયા અને હજુ પણ થશે છતાંય વીતરાગી ભગવંતોએ જીવાજીવની જે જે વ્યાખ્યા કરી સત્યનો રસથાળ જગતને પીરસ્યો છે તેના સત્ય સિદ્ધાંતોને તાપ-છેદ, વાદ-વિવાદ કે વિખવાદના બળે પણ કોઈ ભેદી શકશે નહિ. પરમાત્મા મહાવીરદેવના નિર્વાણ પછી છેલ્લા કેવળી જંબૂસ્વામિ થયા, તે પછી જે જે બાબતમાં મતમતાંતર થયા તેના Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy