SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા સાસરીયા ઘેર જ ભિક્ષા વહોરવા ગયા. પત્નીએ પોતાનું પાપ છૂપાવવા પતિને મુનિવેશ ત્યાગી ફરી પોતાના પતિ તરીકે ભોગી બનવા ભારપૂર્વક ભલામણ કરી. મુનિરાજે ઉત્તમ સંયમની ઉમદા કિંમત સમજાવી છતાંય કામાંધ સોમશ્રી ન માની. સાંસારિક પત્નીના સકંજામાંથી બચવાનો કોઈ જ માર્ગ જ્યારે ન મળ્યો ત્યારે મુનિરાજ બહાનું બનાવી સોમશ્રીના બાજુના ખંડમાં ગયા. અને સંયમરક્ષાને પ્રધાનતા આપવા તે ખંડમાં જ વસ્ત્રનો ગાળીયો બનાવી ફાંસો ખાધો અને સમાધિ સાથે કાળધર્મ પામી બારમા દેવલોકે સિધાવી ગયા. બીજી તરફ સોમશ્રીના નિમિત્તે મુનિ ત્યા થઈ હોવાથી તેના પિતા જયવર્ધન શ્રેષ્ઠીએ તેણીને ઘરબહાર કરી. આર્તધ્યાનમાં મૃત્યુ પામી તેણી દુર્ગતિમાં ગઈ. એ જ રીતે સોમદત્ત મુનિને ભરયૌવનમાં સંયમ કષ્ટો સહન કરતા દેખી તેમની પત્ની વિજયશ્રી પણ ભોગાંધ બની. વિચરણ કરતા પધારેલ મુનિરાજને આંતરી વાસનાપૂર્તિની માંગણી કરી. બાલ અને બદનને ખુલ્લા કરી ચેષ્ટાઓ કરતી તેણીને દેખી સોમદત્તમુનિ ખૂબ વિરાગ પામ્યા. પોતાના મોટાભાઈના જીવનસમાપ્તિની ઘટના તાજી જ હતી તેને લક્ષ્યમાં લઈ તેઓ પણ સત્વ ફોરવી યુદ્ધભૂમિએ ગયા. તાજા ખેલાયેલા યુદ્ધમાં પડેલા મડદાઓની મીજબાની ગીધડાઓ કરી રહ્યા; હતા - વચ્ચે સંથારો કરી મૃતની જેમ પડ્યા રહ્યા અને માંસલોલુપીન્ગ ધોઅં તેમને પણ મૃત માની ચાંચોથી ફોલી ખાધા. છતાંય બ્રહ્મચર્યન રક્ષાના શુભ ઉદ્દેશ્યથી સમાધિ મરણ મેળવી મુનિરાજ સોંમદત્ત પણ છેક સર્વાર્થસિદ્ધ દેવલોકના ઉત્તમ ભાગી બન્યા. બ્રહ્મચર્ય રક્ષા માટે આત્મબલિદાન આપી દેનાર બેઉ મહાત્માની યશોગાથા આજે પણ ગવાય છે. શાસ્ત્રોમાં બ્રહ્મચર્યવ્રત રતા એ જ સંયમ રક્ષા તરીકે ગણાયેલ છે. ૮ ખોટા કલંકની સાચી દાસ્તાન ઝાંઝરીયા મુનિ આ નાનીશી જીંદગાનીમાં અનેક પ્રકારની કર્મની વિડંબનાઓ અનુભવાતી હોય છે. ક્યારેક ગુનેગારો નિર્દોષ જાહેર થાય છે, તો ક્યારેક સાવ નિર્દોષ ઉપર ગુનો આરોપાય છે. છતાંય સત્યમેવ જયતે ના ન્યાયે અંતે સાચો જ વિજેતા બને છે, અને ખોટો મોટો બનેલ માનવી મોડેથી પણ જૂઠો ઠરે છે. બની ગયેલ પ્રસંગ જેના નાયક હતા મુનિરાજ મદનબ્રહ્મ. જેમણે બત્રીસ–બત્રીસ સુલક્ષણા નારીઓનો સંસાર વૈરાગ્યપૂર્વક ત્યાગી સંયમ સ્વીકારેલ અને ત્યાગ-તપ અને સ્વાધ્યાય દ્વારા Jain Education International ૧૩૫ ગુરુની કૃપાના પાત્ર બનેલા. વિચરણ કરતાં ત્રંબાવટી નગરીએ આવ્યા (આજે જે ખંભાત કહેવાય છે). બપોરે ભિક્ષાભ્રમણ કાજે ગયેલ, તેમને વાસનાવિહ્વળ એક શેઠાણીએ દાસી મારફત બોલાવ્યા. પોતાનો પતિ બહારગામ અને પોતે એકલી હોવાથી કામવિકાર શમાવવા મથતી હતી. તેમાં મદનબ્રહ્મ જેવી મોહમયી માયાવાળી કાયામાં વ્યામોહ પામી તેમની પાસે ભોગયાચના કરી. મુનિરાજે ઉપદેશ દ્વારા તેણીને સમજાવવા પ્રયત્ન કર્યો, પણ વાંકા કર્મને કારણે શેઠાણી વધુ વાસનાગ્રસ્ત બની મુનિરાજને ભેંટી પડી. મહાત્મા હજુ કાંઈ વિચારે તે પૂર્વે તો તે કામિનીએ મુનિરાજનું પતન કરવા બધુંય પ્રારંભ કર્યુ. મહાત્મા હવે ચેતી ગયા. ઉપદેશ આટોપી વ્રતરક્ષા હેતુ જેવા ભાગ્યા તેવા તેમને પગની આંટીથી તે માનુનીએ નીચે પાડ્યા. અને પછી પોતાના પગનું ઝાંઝર જે સરકીને મુનિ મહાત્માના પગમાં ભરાઈ ગયું તેને જ કલંકનું નિમિત્ત બનાવી મુનિ મદનબ્રહ્મને દોષિત અને શીયલ લૂંટનાર જાહેર કરી દીધા. પણ પુણ્ય જોગે રાજા ઝરૂખામાંથી તે સત્ય પ્રસંગ દેખી રહ્યો હતો તેથી મુનિની નિર્દોષતાને જાહેર કરી અને પેલી સ્ત્રીને દેશનિકાલનો દંડ કર્યો. છતાંય બત્રીસ પત્નીઓના ત્યાગી મુનિ મદનબ્રહ્મને મોહઅજ્ઞાન ભરેલ લોકો ઝાંઝરની ઘટના પછી ઝાંઝરીયા મુનિ નામે બોલાવવા લાગ્યા. કર્મ હજુ વક્ર હતા. બીજો એક પ્રસંગ આવી ઊભો. વિચરણ કરતાં ઉજ્જૈની નગરીએ આવ્યા. ત્યાં શાંતિ-સમાધિ હતી પણ એક દિવસ ગોચરી ગવેષણાએ નીકળેલ તેમને ત્યાંના રાજા-રાણીએ દીઠા. રાણી તો તરત ઓળખી ગઈ કે તે મહાત્મા તેમના સંસારી ભાઈ છે, પણ મનની વાત મનમાં જ રાખી પોતાના ભાઈને સંયમકષ્ટ વેઠતાં દેખી અચાનક રડી પડી. જે પ્રસંગથી રાજાને એમ થયું કે આ તો મારી પત્નીની બેવફાઈ છે કે જે પરપુરુષને દેખતાં જ પીગળી ગઈ. કદાચ તે સાધુ થતા પૂર્વે મારી રાણીનો પ્રિયપાત્ર બન્યો હશે તેમ શંકા કરી. ખાનગીમાં સૈનિકોને આદેશ આપી દીધો કે ખાડો ખોદી તેમાં મુનિરાજને ઉતારી ગરદનથી ઉડાવી દેવા. રાજાના આદેશે સૈનિકોએ મુનિવરને ઝડપી ખાડામાં ઉતાર્યા, વગર વધુ ખુલાસો કરી સીધી જ ગળા ઉપર તલવાર ફેરવી દીધી. મહાત્મા જાગૃત હતા, પ્રથમના ઉપસર્ગ પછી તેઓ વધુ સાવધાન અને તરત જ અશુભ કર્મો ખપાવવાનો મોકો માની મૌનપણે ધ્યાનયોગમાં પ્રવેશ્યા. રાજા અને મારા બેઉને પોતાના કર્મ ખપાવવામાં સહાયક માની મૈત્રીભાવમાં આગળ વધતાં શુભ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy