SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ઉમાસ્વાતિનો પરિચય આમ છે ઃ ન્યગ્રોધિકા ગામ, કૌભિષણી ગોત્ર, માતાનું નામ ઉમા અને પિતાનું નામ સ્વાતિ. માતા–પિતાનાં નામને જોડીને તેમનું દીક્ષાનું નામ કર્યું ઉમાસ્વાતિ. વેદશાસ્ત્રોના વિદ્વાન અને સંસ્કૃતભાષાના પંડિત શ્રી ઉમાસ્વાતિ જિનપ્રતિમા નિહાળીને વૈરાગ્ય પામ્યા અને સાધુ બન્યા. તેમના સમયમાં વિદ્વાનોની ભાષા સંસ્કૃત હતી. જૈન આગમસૂત્રોના તલસ્પર્શી જ્ઞાતા શ્રી ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્રનો આગમગ્રંથોમાં સારવીને અદ્ભુત ગ્રંથ સર્જી આપ્યો અને તેમની વિશિષ્ટતા પ્રસ્થાપિત કરી. ‘તત્ત્વાર્થ સૂત્ર’ અજોડ ગ્રંથ છે. ‘તત્ત્વાર્થ સૂત્ર' શું છે? ‘તત્ત્વાર્થ સૂત્ર' શ્રી ઉમાસ્વાતિની ભવ્ય કલ્પનાશક્તિનો અદ્ભુત નમૂનો છે. તેમણે જૈન ધર્મના સિદ્ધાંતોને, જૈન આગમગ્રંથોમાંથી સૂત્રરૂપે ચૂંટીને ‘તત્ત્વાર્થ સૂત્ર’ સ્વરૂપે સર્જન કર્યું છે. શ્વેતાંબર પરંપરા અનુસાર આજે પણ ‘તત્ત્વાર્થ સૂત્ર'નો સ્વાધ્યાય કરનાર એક ઉપવાસનું ફળ પ્રાપ્ત કરે છે. ‘તત્ત્વાર્થ સૂત્ર'માં જીવવિજ્ઞાન, જવિજ્ઞાન, જનનવિદ્યા, શરીરવિજ્ઞાન, માનવિજ્ઞાન, લોકવિજ્ઞાન, ભૂગોળ, ખગોળ, કર્મવિજ્ઞાન, મોક્ષ ઇત્યાદિ અનેક વિષયોનો ઉલ્લેખ છે. આવા અનેક વિષયોનો એકમાત્ર આ સારગ્રંથ છે અને શ્વેતાંબર તથા દિગંબર પરંપરામાં અલ્પપાઠભેદ સાથે સમાનભાવે સ્વીકૃત થયો છે. દિગંબર પરંપરા શ્રી ઉમાસ્વાતિને શ્રુતકેવળી તુલ્ય ગણે છે. સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર મોક્ષમાર્ગ છે તેવું સિદ્ધવચન ‘તત્ત્વાર્થસૂત્ર'માં મળે છે. જૈનદર્શનની અનેક માન્યતાઓનું પ્રતિપાદન તત્ત્વાર્થસૂત્રકાર તેમાં કરે છે. ‘તત્ત્વાર્થસૂત્ર’માં ૧૦ અધ્યાય છે અને તેમાં ૩૫૭ સૂત્રો છે. પ્રથમ ચાર અધ્યાયમાં ૧૫૮ સૂત્રો છે, તેમાં જીવ અને તેના ભેદો, દેવ અને નરક–ભૂમિ, ભૌગોલિક સ્થિતિનું નિરૂપણ છે. પાંચમા અધ્યાયમાં ૪૨ સૂત્ર છે, તેમાં ધર્માસ્તિકાય– અધર્માસ્તિકાય આદિનું નિરૂપણ છે. છઠ્ઠા અધ્યાયમાં ૨૭ સૂત્ર છે, તેમાં આસ્રવ તત્ત્વનું નિરૂપણ છે. સાતમા અધ્યાયમાં ૩૯ સૂત્ર છે, તેમાં સંવરતત્ત્વનું નિરૂપણ છે. આઠમા અધ્યાયમાં ૨૬ સૂત્ર છે, તેમાં કર્મતત્ત્વનું નિરૂપણ છે. નવમા અધ્યાયમાં ૪૭ સૂત્ર છે, Jain Education International ચતુર્વિધ સંઘ તેમાં નિર્જરા તત્ત્વનું નિરૂપણ છે. દસમા અધ્યાયમાં મોક્ષનું નિરૂપણ છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’નું સર્વાંગી વિલોકન કરતાં કહી શકાય કે તે જૈન શાસનનો આકર ગ્રંથ છે અને તેની રચનાથીજ જૈનદર્શનના દાર્શનિક સાહિત્યના નિર્માણનાં મંડાણ થયાં. ‘તત્ત્વાર્થ સૂત્ર’ જૈન ધર્મનો પ્રતિનિધિ ગ્રંથ છે. ‘તત્ત્વાર્થસૂત્ર’ના વ્યાખ્યાગ્રંથોમાં ‘તત્ત્વાર્થાધિગમભાષ્ય' એ શ્રી ઉમાસ્વાતિની સ્વોપજ્ઞ રચના છે. તત્ત્વાર્થાધિ-ગમભાષ્ય'ની પ્રશસ્તિમાં ઉમાસ્વાતિનો સંક્ષિપ્ત જીવનપરિચય સાંપડે છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’ વિશે દિગંબર આચાર્યોએ ‘સર્વાર્થ-સિદ્ધિ’, ‘શ્રુતસાગરી’, ‘રાજવાર્તિક’, ‘શ્લોકવાર્તિક' આદિ ટીકાઓની રચના કરી છે. તત્ત્વાર્થની સૌથી મોટી ટીકાની રચના શ્વેતાંબર પરંપરક સિદ્ધસેન ણિની છે. આ ટીકાકાર સિદ્ધસેન ગણિ ‘તત્ત્વાર્થ ભાષ્ય’ની વૃત્તિની પ્રશસ્તિમાં પોતાને ભાસ્વામીના શિષ્ય ગણાવે છે. ભાસ્વામી આર્યદિત્નસૂરિના પ્રશિષ્ય અને આર્ય સિંહગિરિના શિષ્ય હતા. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ પણ ‘તત્ત્વાર્થ ભાષ્ય’ પર લઘુવૃત્તિની રચના કરી છે. તેમની આ વૃત્તિ લગભગ પાંચ અધ્યાયો પૂરતી છે. પછીની વૃત્તિની રચના તેમના શિષ્ય શ્રી યશોભદ્રસૂરિ અને તેમના શિષ્યે પૂરી કરી છે. ‘તત્ત્વાર્થ સૂત્ર’ અને ભાષ્ય ઉપરાંત, ‘જંબુદ્વીપ સમાસ’, ‘પૂજા પ્રકરણ’, ‘શ્રાવક પ્રજ્ઞપ્તિ’, ‘ક્ષેત્રસમાસ', ‘પ્રશમરતિ પ્રકરણ' આદિની રચનાઓ પણ શ્રી ઉમાસ્વાતિની ગણાય છે. શ્રી ઉમાસ્વાતિએ ૫૦૦ ગ્રંથો રચ્યા હતા તેવી માન્યતા શ્વેતાંબર પરંપરામાં સ્વીકારાઈ છે. વિક્રમીય ૧૯મી સદીમાં થયેલા તપાગચ્છીય જૈનાચાર્ય શ્રી વિજયાનંદસૂરિજી મહારાજ-શ્રી આત્મારામજી મહારાજે, શ્રી ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થ સૂત્ર'માં ક્યું સૂત્ર ક્યાં આગમમાંથી ઉદ્ધરિત કર્યું છે તેવું એક વિશિષ્ટ સંશોધન પણ પ્રકટ કર્યું છે. પં. સુખલાલજીએ તત્ત્વાર્થસૂત્રનો કરેલો ગુજરાતી અનુવાદ અને વિવેચન પણ અહીં સંભારવા ઘટે. પરંપરાગત સંશોધન અનુસાર શ્રી ઉમાસ્વાતિ વીર નિર્વાણ સંવત ૭૦૦ આસપાસ થયા હતા તેવું પ્રતિપાદિત થાય છે. hum For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy