SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૧૨૫૩માં શ્રીપ્રભસૂરિના શિષ્ય ઉદયસિંહે ધર્મવિધિની ટીકા રચી. સંવત ૧૨૫૪માં જાલિહર ગચ્છના દેવસૂરિએ પદ્મપ્રભચરિયં રચ્યું. સંવત ૧૨૬૦માં વડગચ્છના માનતુંગસૂરિના શિષ્ય મલયપ્રભુ જયંતી પ્રશ્નોત્તર સંગ્રહ પર સિદ્ધજયંતી વૃત્તિ રચી. સંવત ૧૨૬૧માં ચંદ્રગચ્છના શિવપ્રભસૂરિના શિષ્ય તિલકાચાર્યે પ્રત્યેકબુધ ચરિત્ત રચ્યું. સંવત ૧૨૬૨માં જિનપતિસૂરિના શિષ્ય જિનપાલે સ્થાન પર વૃત્તિ રચી. સંવત ૧૨૬૩માં અંચલગચ્છીય જયસિંહસૂરિના શિષ્ય ધર્મઘોષસૂરિએ પ્રાકૃતમાં શતપદી પ્રશ્નોત્તરપદ્ધતિ રચી. સંવત ૧૨૬૪માં નાગેન્દ્ર ગચ્છના દેવેન્દ્રસૂરિએ સંસ્કૃતમાં ચંદ્રપ્રભચરિત્ર રચ્યું. સંવત ૧૨૬૫માં વાયડગચ્છના જિનદત્તસૂરિએ કે જેણે અનેકને જૈન બનાવેલા તેમણે વિવેકવિલાસ નામનો ગ્રન્થ રચ્યો. સંવત ૧૨૭૩માં અજિતદેવે યોગવિધિ, હરિભદ્રસૂરિએ મુનિપતિ ચરિત્ર રચ્યું. સંવત ૧૨૭૪માં તિલકાચાર્યે જિતકલ્પ પર વૃત્તિ રચી. સંવત ૧૨૭૫માં પૂર્ણભદ્રે દશ ઉપાસકકથા રચી. સંવત ૧૨૯૯માં નાગેન્દ્ર ગચ્છના વિજયસિંહ સૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ ૫૪૯૪ શ્લોકપ્રમાણ વાસુપૂજ્ય ચરિત્ર રચ્યું. * રાસનો યુગ :અપભ્રંશ ભાષા ખેડાતા કાળક્રમે જૂની ગુજરાતી આદિ ભાષાઓ આવી. તે સમયે અનેક રાસોની રચના થઈ. તેને રાસયુગ કહેવાય, જો કે રાસો અનેક રચાયા છે. દેવચંદ્ર લાલભાઈ સંસ્થાના નેજા હેઠળ પૂ. આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજીએ ધણા બધાનું પ્રકાશન પણ કરાવેલ છે. અહીં તો માત્ર રાસયુગમાં કેટલાક શ્રુતોપાસકોની સાહિત્યરચના માત્ર અલ્પ–સામાન્ય ઝાંખી રૂપે મૂકી છે. અલબત્ત રાસ-સાહિત્યનું પ્રદાન તો ઘણું જ વિશાળ છે. તેના માટે તો જૈનગુર્જર કવિઓ’ પુસ્તકના બધા ભાગોને દૃષ્ટિતળે લાવવા પડે. જેમકે-તેરમી સદીમાં શાલિભદ્રસૂરિએ ભરતેશ્વર બાહુબલી રાસ રચ્યો, પછી બુદ્ધિદાસ રચ્યો. મહેન્દ્રસૂરિના શિષ્ય ધર્મમુનિએ જંબુસ્વામીરાસ રચ્યો. નાગેન્દ્ર ગચ્છીય વિજયસેનસૂરિએ રૈવતગિરિ રાસ રચ્યો. બૃહદ્ગચ્છના રામચંદ્રસૂરિના શિષ્ય મંગલસૂરિએ મહાવીર જન્માભિષેક-કાવ્ય રચ્યું ઇત્યાદિ. સંવત ૧૨૦૫થી ૧૩૦૩નો સાહિત્યકાળ આ યુગ વસ્તુપાલ-તેજપાલનો યુગ ગણાય છે. જે રાજમંત્રી તો હતા જ સાથે સાથે દેલવાડાનાં જૈન દેરાસરો પણ તેમણે બંધાવેલાં હતાં. તેમના સમયગાળામાં બાલચંદ્રસૂરિએ વસંતવિલાસ નામક મહાકાવ્ય રચેલું. જે રચનાકાળ આશરે સંવત ૧૨૭૭થી ૧૨૮૭નો હતો. તેની પૂર્વે તેમણે આદિજિનેશ્વર Jain Education International ૧૦૩ મનોરથમયસ્તોત્ર રચેલું હતું, અંબિકાસ્તવન રચેલું, અનેક સુક્તિઓ બનાવી. વસ્તુપાલ પોતે પણ કવિ તરીકે પ્રખ્યાત થયેલા હતા. સુંદર વિવેચનશક્તિ પણ ધરાવતા હતા. તેણે જ્ઞાનભંડારો પણ સ્થાપેલા. તેના કાળ ગૃહસ્થ કવિઓની પણ રચના જોવા મળે છે તે સમયે અમરચંદ્રસૂરિ નામે એક સંસ્કૃત સાહિત્યના નામાંકિત આચાર્ય થયા. તેમણે બાલભારત નામે સંસ્કૃત મહાકાવ્ય રચેલું. કવિકલ્પલતા પર કવિશિક્ષાવૃત્તિ નામે ટીકા રચી. તે ઉપરાંત કાવ્યકલ્પલતા પરિમલ અને અલંકાર પ્રબોધ રચ્યા, જે હાલ ઉપલબ્ધ નથી. તેમણે છંદોરત્નાવલી સ્યાદિ સમુચ્ચય અને પદ્માનંદ કાવ્ય પણ રચેલાં. ચતુર્વિશતિ જિનચરિત્ર, સૂક્તાવલી, કલાકલાપ પણ રચેલાં છે. પૂર્વે જેનો ઉલ્લેખ કર્યો તે બાલચંદ્રસૂરિએ કરુણાવજયુદ્ધ નામક પંચાંકી નાટક પણ રચેલું. તેમના સમકાલીન મહાકવિ આસડે રચેલ વિવેકમંજરી અને ઉપદેશકંદલી પર ટીકાઓ પણ રચી. આજ અરસામાં જયસિંહસૂરિ થયા તેઓ વીરસૂરિના શિષ્ય હતા. તેમણે વસ્તુપાલ–તેજપાલની દાનપ્રશંસા માટે એક સુંદર લાંબુ પ્રશસ્તિકાવ્ય રચ્યું. વસ્તુપાલ જેમને ગુરુ માનતા હતા તેવા વિજયસેનસૂરિના એક શિષ્ય નામે ઉદયપ્રભસૂરિ થયા. તેમણે સુકૃતકલ્લોલિની નામે પ્રશસ્તિકાવ્ય રચેલ. પછી ધર્માભ્યુદય મહાકાવ્ય અને લક્ષ્મક રચ્યાં, જ્યોતિષગ્રંથ આરંભસિદ્ધિ, સંસ્કૃત નેમિનાથચરિત્ર, ષડશીતિ અને કર્મસ્તવ એ બંને કર્મગ્રંથો પર ટિપ્પણ, ઉપદેશમાળા ઉપર ઉપદેશમાલાકર્ણિકા નામે ટીકા, કાવ્યપ્રકાશ પરની ટીકા રચી. તે જ સમયગાળામાં હર્ષપુરીય ગચ્છના જયસિંહ સૂરિના પરિવારમાં એક નરચંદ્રસૂરિ થયા. તેઓ વસ્તુપાલના સંઘમાં આચાર્ય તરીકે સાથે હતા. તેમણે પંદર તરંગોમાં કથારત્નસાગર રચેલ. તેમના શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિએ વસ્તુપાલના આનંદને માટે આઠ પ્રકરણમાં અલંકારમહોદધિ નામે ગ્રંથ રચેલો. નરચંદ્રસૂરિએ મુરારિષ્કૃત અનર્ધરાઘવ પર ૨૭૫૦ શ્લોકપ્રમાણ ટિપ્પણ રચેલું. ન્યાયકંદલી પર ટીકા રચેલી. નારચંદ્ર જ્યોતિષસાર રચેલું. તે સિવાય ચતુર્વિશતિજિનસ્તોત્ર આદિ અનેક ગ્રંથો રચ્યા છે. તેમની આજ્ઞાથી સંવત ૧૨૭૧માં ગુણવલ્લભે વ્યાકરણ ચતુષ્કાવસૂરિની રચના કરી. વસ્તુપાલનાં પ્રશસ્તિ-કાવ્યો રચેલાં. આ નરચંદ્રસૂરિના ગુરુ દેવપ્રભસૂરિએ સંવત ૧૨૭૦માં ૧૮ સર્ગમાં ૮૦૦૦ શ્લોકપ્રમાણ પાંડવચરિત્ર મહાકાવ્ય રચેલું. તેમ જ પાંચ વિશ્રામમાં મૃગાવતી ચરિત્રની રચના કરેલી. નરેન્દ્રપ્રભે અલંકારમહોદધિ અને કાકુસ્થકેલિ નામે ગ્રંથો રચેલા. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy