SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1023
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા બીજો–ત્રીજો ઉપધાન પૂર્ણ કર્યો. છેલ્લાં વીસ વરસથી છૂટે મોઢે જેમણે આહાર-પાણી લીધાં નથી. કેન્સરના ભય ઉપર પગ મૂકી દઈ ૫૦૦ એકાંતર આયંબિલનું તપ ચાલુ કર્યું અને તેમાંય મૃત્યુના પાંચ માસ પૂર્વે બીલીમોરાથી શ્રી સમ્મેત શિખરજીની જાત્રામાં વર્ધમાન તપની ૨૭મી ઓળી પૂર્ણ કરી. જાત્રામાં અડધે જ તબિયત લથડી ગઈ ને ચાલુ જાત્રાને મૂકી પિરવારનાં સૌને બનારસ રોકાઈ જવું પડ્યું. છતાંય ધર્મનિષ્ઠા શ્રમણોપાસિકાએ એકાંતર આયંબિલ ન છોડ્યાં. પણ.......પણ કાળ જે દશ વર્ષથી પીછો કરી યમરાજના કહેણ મોકલી રહ્યો હતો તેણે ધર્મશરણની પણ શરમ ન રાખી. ૫૦૦માં દસબાર આયંબિલ બાકી હતાં ત્યાં તો તા. ૧-૩-૨૦૦૧ની સાંજે આઠ વાગે બીલીમોરા મુકામે ઘસમસતી આવી રહેલ રાજધાની એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં ચાલુ આયંબિલ તપની ભાવના સાથે પાણાહારની પ્રતિજ્ઞા વચ્ચેજ મરણને શરણ થયાં. તા. ૧૨-૩-૨૦૦૧ના શુભ દિને અનાવલ મુકામે સ્વ. સીતાબહેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉપસ્થિત સભા મધ્યે ગચ્છાધિપતિ પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિરાજ જયદર્શન વિ. મ. સાહેબે તેમના ઉગ્ર ધર્મપુરુષાર્થની અનુમોદના કરતાં જણાવ્યું કે સ્વ. સીતાબહેનની ધર્મખુમારી એક સાધુપુરુષને શોભે તેવી હતી. નીરોગી કાયા વખતે ઉપધાન, બે વરસી તપ, વર્ધમાનતપની ઓળીઓ, દસ ઉપવાસ, ક્ષીરસમુદ્ર તપ, ચૌમાસી તપ, ચંદનબાળા તપ, છ માસી તપ, નવપદજીની આરાધના વગેરે તપસ્યાથી દેહદમન કર્યું છે. સાધર્મિક ભક્તિનાં અપાર પ્રેમી, પ્રેમાળ સ્વભાવ તથા ધર્મનાં દૃઢ અનુરાગી સ્વ. સીતાબહેનની ધર્મારાધનાની અનુમોદનાર્થે અમારા પરિવારે પૂ. મુનિરાજ જયદર્શન વિ.મ.સા.ની નિશ્રામાં બીલીમોરા મુકામે બેઉ સંઘમાં વિ.સં. ૨૦૫૭ના ચૈત્ર માસની શાશ્વતી આયંબિલ ઓળીનું આયોજન કર્યું છે, જે સાથે પ્રભુ પરમાત્મા મહાવીર ભગવાનનો ૨૬૦૦મો જન્મકલ્યાણઉત્સવ પણ ગોઠવાયો, જે સઘળાય કાર્યક્રમોમાં નગરનાં તમામ જૈન ભાવિકોએ લાભ લીધો છે તથા ખૂબ સારી શાસનપ્રભાવનાઓ પણ થવા પામી. સ્વ. માતુશ્રીનાં ગુણો–ધર્મભાવના અમારા જીવનમાં પ્રવેશ પામે એવી મંગલ પ્રાર્થના શાસનદેવને કરીએ છીએ તથા તેમની છ'રીપાલક સંઘની અધૂરી ભાવનાને ટૂંક સમયમાં પૂર્ણ કરવા શુભ સંકલ્પ કરીએ છીએ. લિ. રમેશચંદ્ર, રસિકલાલ, મહેન્દ્રભાઈ તથા જિજ્ઞેશભાઈ પરિવાર મુ : અનાવલ (જિ. સુરત). Jain Education International GCC શ્રીમતિ કોમલબેન તારકભાઈ શાહ જિન શાસન અનેક આરાધક ચૈતન્યરત્નોની મોટી ખાણ છે. શાસનની દૈદીપ્યમાન ઈમારત ત્યાગ અને સમર્પણના પાયા ઉપર ઉભી છે. આ શાસનમાં સૌને માટે ત્યાગની અને છોડવાની જ વાત કેન્દ્રસ્થાને છે. સુરેન્દ્રનગરના વતની કોમલબહેનને સંસ્કારી માતા પિતાનો ધર્મસંસ્કારનો વારસો મળ્યો, સામાન્ય શાળાકીય જ્ઞાનની સાથે ધાર્મિક અભ્યાસમાં બે પ્રતિક્રમણ અને અન્ય સ્વાધ્યાય સાથે વૈયાવચ્ચમાં પણ કદી પાની કરી નથી. ભાવનગરના જાણીતા અગ્રણી પત્રકાર શ્રી તારકભાઈ શાહ સાથે લગ્નગ્રંથો જોડાયા, અગાઉ સોળ ઉપવાસ કરેલા, આ વરસે માસખમણની ઉગ્ર તપસ્યા કરી આત્મકલ્યાણના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યા છે. અપૂર્વ શાંતિ, સમતા અને ક્ષમાથી શોભતા કોમલબહેનની તપસ્યાજ્યોતને વંદના કરીએ છીએ. અનુમોદન શ્રીકૃષ્ણના મોટાભાઈ બલભદ્રજી રૂપરૂપના ભંડાર હતા. એક વાર રૂપનો અનર્થ નિહાળી, પાપી રૂપ ઉપર તિરસ્કાર લાવી, તે મુનિ થઈ જંગલમાં વિહરવા લાગ્યા. આ જંગલમાં એક હરણ ફરે. એ બલભદ્રજીનું હેવાયું થઈ ગયું. મુનિ ધ્યાનમાં બેસે, તો એ પાસે બેસે, ભિક્ષાએ જાય તો સાથે જાય. વનમાં ભિક્ષા મળવી મુશ્કેલ. એમાંય ચોમાસાના દિવસો આવ્યા. સાત દિવસની વરસાદની હેલી. મુનિ સાત દિવસથી ક્ષુધા સહીને બેઠા હતા. અબોલ હરણું પરિસ્થિતિ પારખી ગયું હતું. એકાએક સાજે ઉઘાડ નીકળ્યો ને સાથે એક વટેમાર્ગુ વડ નીચે ભાતું ખાવા બેઠો. હરણાએ એ જોયું ને કૂદતું-નાચતું મુનિના વસ્ત્રનો છેડો મોંમાં લઈ મુનિને ત્યાં ખેંચી લાવ્યું. એની આંખોમાં આનંદ હતો. વટેમાર્ગુએ અણધાર્યા પવિત્ર અતિથિને આવેલા જોઈ હર્ષથી ભિક્ષા આપવા હાથ લંબાવ્યો. મુનિએ પાત્ર લંબાવ્યું : હરણાએ આનંદ ઠેક લીધી, ને વિજળી આકાશમાંથી કડેડાટ સાથે તૂટી પડી. ત્રણે જીવ અવસાન પામ્યા. લેનાર ને અનુમોદન કરનાર ત્રણે તરી ગયા. ધન્ય ઘડી! ધન્ય વેળા! For Private & Personal Use Only મહુવાવાળા અનંત સી. મહેતા (ફોજદાર) હાલ બોરીવલી–મુંબઈના સૌજન્યથી. www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy