SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1006
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૨ જ્ઞાન, ધ્યાન, તપમાં શાસનશણમા શ્રાવિકારત્નો શુભનિમિત્તો પામીને આત્મા ક્યારેક એવા દિવ્ય પરાક્રમો ફોરવે છે કે તેમની એક એક પ્રવૃત્તિ અજર અમર બની જાય છે. જૈન શાસનમાં જે શ્રાવકોની અમર ગાથાઓ કંડરાઈ છે તેના પાયામાં માતાઓની ઉચ્ચભાવના જ કામ કરી ગઈ હોય તેમ લાગે છે. આર્યસંસ્કાર અને જૈનત્વને પામેલાં ઘણાં શ્રાવિકારત્નોની ભક્તિભાવના આજે પણ આર્યરક્ષિતની માતા રુદ્રસોમાની યાદ અપાવે છે. ‘સંયમ વિના મુક્તિ નથી' એવી પ્રેરકવાણી જૈનાચાર્યોના મુખેથી સાંભળીને પોતાનાં સંતાનોને સંયમ માર્ગે પ્રેરણા આપનાર આ માતાઓનો તીવ્ર ધર્મપ્રેમ જ કારણભૂત બની જાય છે. જ્ઞાનમાં, તપમાં, ધ્યાનમાં હંમેશાં અગ્રેસર રહેનાર આ શાસનશણગાર શ્રાવિકારત્નોની આંતરિક ગુણસમૃદ્ધિનું વિરાટદર્શન પ્રસંગે પ્રસંગે થતું જ રહ્યું છે. જીવનમાં સરળતા, વ્યવહારકુશળતા અને નિસ્વાર્થ સેવાપરાયણતાને કારણે સૌનાં પ્રીતિપાત્ર બનનારાં, જૈનકુળમાં જન્મેલાં બાળકો આચારવિચારના ઉચ્ચસંસ્કારોથી સુવાસિત બને તેની સતત કાળજી અને જાગૃતિ રાખનારાં એવાં ઘણાં શ્રાવિકા આપણી વંદનાનાં અધિકારી બને – સંપાદક છે. પં. પ્રવર શ્રી વીરરત્નવિજયજી મ.સા. તથા સાધ્વીજી શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજી મ.સા.ની જન્મદાત્રી માતુશ્રી લક્ષ્મીબાઈ છોગાલાલજી મરડિયા-પિંડવાડા પિંડવાડામાં નવપદ ઓળીનું આયોજન હતું. શ્રી કાંતિલાલ છોટાલાલજી મડિયા દ્વારા પૂજ્યપાદ ગચ્છાધિપતિ આ.ભ. શ્રી સાથે પં. પ્રવર શ્રી વીરરત્નવિજયજી મ.સા. પણ પધાર્યા હતા. પૂજ્યશ્રીના સંસારી માતુશ્રી લક્ષ્મીબાઈ પરિવાર સાથે પુત્ર મુનિ પાસે બેઠાં હતાં ત્યારે જ પૂજ્યશ્રીએ પૂછ્યું : “માતાજી! આપની કોઈ ઇચ્છા હોય તો કહો!” “બે ઇચ્છા છે. ઓળી કરાવવી અને પ્રતિમાજી ભરાવવાં.” બહેન સાધ્વીજી શ્રી વિશ્વપ્રશાશ્રીજી પણ પ્રેરણાત્મક બે શબ્દો કહ્યા અને મોટાભાઈ ચંપાલાલજી બોલી ઊઠ્યા : શ્રી પદ્મપ્રભ સ્વામી પ્રતિમા શિવપુરમાં જ ભરાવશું અને નજીકના સમયમાં જ સામૂહિક નવપદ ઓળી–આરાધના પણ શિવપુરમાં કરાવશું” રમેશભાઈ, જયંતીભાઈ, અજિતભાઈએ ચંપકભાઈની ભાવનાને અનુમોદી. ચતુર્વિધ સંઘ પાલિતાણાના પિંડવાડા પ્રેમસૂરિવિહારમાં ચાતુર્માસ હતુ. Jain Education International ચાતુર્માસ પછી શ્રી વીરચંદજી પૂનમચંદજી મરડિયાએ નવ્વાણું યાત્રાનું આયોજન કરાવ્યું. યાત્રિક તપસ્વીઓનું સોનાની ચેઇન આપી બહુમાન કર્યું. આ વેળાએ ચંપાલાલજીએ પોતાની ભાવના દર્શાવી : “આ વર્ષે જ શિવપુરમાં નવપદ ઓળી કરાવી ભવ્ય ઉજમણું પણ કરાવવું છે. જે ખર્ચ થાય તે. કાર્યક્રમ શાસનપ્રભાવનાપૂર્વક થવો જોઈએ.'' પૂજ્યશ્રીએ કહ્યું : “આટલી ઉતાવળ શી છે? આવતા વર્ષે કરાવશું.’’ ચંપકભાઈએ પૂરી દૃઢતાથી કહ્યું : “નહીં, આ વર્ષે જ કરાવવી છે અને બહેન મહારાજ વિશ્વપ્રજ્ઞાશ્રીજીને પણ શિવપુર લઈ જવાં છે.” માળવાની જનતામાં ઓળીનો ઉત્સાહ હતો, કારણ કે માતુશ્રી તરફથી આરાધના હતી. ઓળી કરનારના ૧૮૦ નામ આવ્યાં. શુભારંભ થયો. બહેનસાધ્વીજી મ.સા. પણ આવી ગયાં. સાધ્વીજી કીર્તિપ્રભાશ્રીજી પણ સપરિવાર અહીં હતાં. એમણે શિષ્યાઓ સાથે એવું ઉજમણું સજાવ્યું કે જોનાર જોતાં જ રહી જાય. શ્રી નવકાર મહામંત્રપૂજન, શ્રી સિદ્ધચક્ર પૂજન, જન્મકલ્યાણક સમારોહ અને ૫૬ દિકુમારી મહોત્સવ સાથે આયોજનની સ્મૃતિઓ કાયમ થઈ ગઈ. પૂજ્ય ગુરુદેવશ્રીનાં માતુશ્રીનાં દર્શનનું સૌને આકર્ષણ હતું. આઠ દાયકાઓ પસાર કરી ચૂકેલાં માતુશ્રીને પૂજ્યશ્રી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy