SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૧ कुरुदेशैकमाणिक्य, अश्वसेननृपांगज । श्रीमन्सनत्कुमार त्वं, जय त्रैलोक्यविश्रुतः॥१॥ ભાવાર્થ-“કુરુદેશના એક માણિક્ય સમાન અને અશ્વસેન રાજાના પુત્ર એવા હે શ્રીમાન સનકુમાર! ત્રણ લોકમાં વિખ્યાત એવા તમે જય પામો.” આ પ્રમાણે શ્લોક સાંભળીને મહેન્દ્રસિંહ અતિ હર્ષ પામ્યો. તેથી આગળ જઈને જુએ છે, તો તેણે સાક્ષાત્ સનકુમારને જોયો. સનકુમાર પણ મિત્રને જોઈને અત્યાનંદ પામ્યો. બન્ને મિત્રો પ્રેમથી પરસ્પર આલિંગન કરી મળીને એક આસન પર બેઠા. કુશલ વૃત્તાંત પૂછતાં મહેન્દ્રસિંહ બોલ્યો કે “હે કુમાર! આટલા બઘા દિવસો તમે ક્યાં નિર્ગમન કર્યા?” કુમારે કહ્યું કે “મને નિદ્રા આવે છે, માટે હું જરા સૂઈ જાઉં છું. તમને મારું સર્વ વૃત્તાંત આ મારી બકુલવતી નામની પ્રિયા પ્રજ્ઞસિ વિદ્યાથી જાણીને કહેશે.” એમ કહીને સનસ્કુમાર સૂઈ ગયો. પછી બકુલવતી બોલી કે “હે. મહેન્દ્રસિંહ! તમારા મિત્રનું અપહરણ કરીને તે વિપરીત શિક્ષાવાળો અશ્વ તેમને એક મોટા અરણ્યમાં લાવ્યો. ત્યાં ત્રીજે દિવસે સુઘા તૃષાથી પીડા પામીને તે અશ્વ મરણ પામ્યો. કુમાર પણ જળ વિના આંખે અંધારા આવવાથી મૂછ ખાઈને પૃથ્વી પર પડી ગયા. તે વખતે કોઈ એક યક્ષે તેમને જળ છાંટીને સાવધ કર્યા. એટલે કુમારે તે યક્ષને પૂછ્યું કે “આવું જળ ક્યાં છે?” યક્ષ બોલ્યો કે “આવું જળ માનસરોવરમાં છે.” કુમારે કહ્યું કે “જો હું તેમાં સ્નાન કરું તો મારા શરીરનો તાપ શાંત થાય.” તે સાંભળીને તે યક્ષ તેને માનસરોવર ઉપર લઈ ગયો. કુમારે તેમાં સ્નાન કર્યું. પછી જલપાન કરીને કુમાર સરોવરની પાળ ઉપર બેઠા, તેવામાં પૂર્વના ચાર ભવના વૈરી અમિત યક્ષે તેમને જોયા. એટલે તે યક્ષ ક્રોઘ કરીને કુમાર સાથે યુદ્ધ કરવા આવ્યો. બન્નેનું મહા યુદ્ધ થયું. ચિરકાળ સુધી યુદ્ધ કરીને છેવટ તમારા મિત્રે ક્રોઘથી વજ જેવી મૂઠી વડે તે યક્ષને પ્રહાર કર્યો. તે દેવ હોવાથી મરણ પામ્યો નહીં, પણ ભય પામીને નાસી ગયો. પછી કુમાર ત્યાંથી આગળ ચાલ્યા. આગળ જતાં ભાનુવેગ નામના વિદ્યાઘરે પોતાની આઠ પુત્રીઓ સાથે કુમારનો વિવાહ કર્યો. એકદા તે આઠ સ્ત્રીઓ સહિત સૂતા હતા, તેવામાં તે અમિત યક્ષે આવીને કુમારને ઉપાડી કોઈક સ્થાને નાંખી દીઘા. પ્રાતઃકાળે જાગૃત થઈને કુમાર આગળ ચાલ્યા. માર્ગમાં એક મોટો પ્રાસાદ જોઈને કુમારે તેમાં પ્રવેશ કર્યો. ત્યાં હરિણના સરખા નેત્રવાળી એક કન્યાને જોઈને કુમારે તેને પૂછ્યું કે “તું કોણ છે?” તે બોલી કે “સાકેતપુરના રાજાની હું પુત્રી છું. મારા પિતાને કોઈ નિમિત્તિયાએ કહ્યું કે “આ તમારી પુત્રી ચોથા ચક્રવર્તી સનસ્કુમારને યોગ્ય છે.” તે જાણીને એક વિદ્યાઘરે મારું હરણ કરી મને અહીં આણી છે. હું નથી જાણતી કે હવે પછી તે શું કરશે?” આ પ્રમાણે સાંભળીને કુમાર બોલ્યા કે “તું ભય પામીશ નહીં. હું જ સનસ્કુમાર છું.” એટલામાં તે કન્યાનું હરણ કરનાર વજવંગ વિદ્યાઘર ત્યાં આવ્યો, તેને મારીને કુમાર તે કન્યાને પરણ્યા. પછી વજવેગની બહેન સંધ્યાવલી કે જેને કોઈ નિમિત્તિયાએ કહ્યું હતું કે “તારા ભાઈને મારનાર પુરુષ તારો પતિ થશે” એ વાક્યનું સ્મરણ કરીને તે સંધ્યાવલી પણ કુમારને પરણી. આ સર્વ વૃત્તાંત જાણીને વજવેગનો પિતા કુમારને મારવા આવ્યો; પણ સંધ્યાવલીએ આપેલી પાઠસિદ્ધ* વિદ્યાથી * પાઠમાત્ર કરવાથી જ સિદ્ધ થાય-સાઘવી ન પડે તેવી વિદ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy