SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ 267 વ્યાખ્યાન 360] શ્રી હીરવિજયસૂરિનું ચરિત્ર (ચાલુ) વ્યાખ્યાન 360 શ્રી હીરવિજયસૂરિનું ચરિત્ર (ચાલુ) जगद्गुरुरिदं राज्ञा, बिरुदं प्रददे तदा / तद्वहन्नन्यदेशेषु, विजहार गुरु क्रमात् / ભાવાર્થ-“ત્યારે આ જગતગુરુ છે એવું બાદશાહે બિરુદ આપ્યું. પછી બાદશાહે આપેલા જગદ્ગુરુ બિરુદને વહન કરતા સૂરિએ અન્યત્ર વિહાર કર્યો.” આ શ્લોકમાં કહેલા અર્થનું સમર્થન કરવા માટે તેમનું ચરિત્ર વિશેષે કહેવામાં આવે છે. અન્ય દેશોમાં વિહાર કરતાં કરતાં શ્રી હીરગુરુ મથુરાપુરીમાં આવ્યા. ત્યાં મોટા ઉત્સવથી સંધજનોથી પરિવરેલા સૂરિએ ચારણ મુનિની જેમ પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથ પ્રભુની યાત્રા કરી, તથા જંબૂસ્વામી, પ્રભવસ્વામી વગેરે પાંચસો ને સત્તાવીશ મુનિઓના સ્તૂપોને વંદના કરી. પછી ગોપાલ ગિરિ ઉપર ઋષભદેવને વંદના કરી. તે ગિરિ ઉપર શત્રુંજયની જેમ બાવન ગજના પ્રમાણવાળી શ્રી આદીશ્વરની પ્રતિમા છે, તથા બીજી પણ જિનપ્રતિમાઓ છે, તેને સૂરીશ્વરે વંદના કરી. ત્યાંથી વરકાણક નગરમાં આવીને સાક્ષાતુ પાર્શ્વયક્ષની જેમ વરકાણક નામના પાર્શ્વનાથને નમ્યા. ત્યાંથી અનુક્રમે સિદ્ધાચળ આવી ત્યાં દર્શન તથા સ્તુતિ વગેરે કરીને ગુરુ જયપુરમાં આવ્યા. ત્યાં શ્રી સંઘની સમીપે સૂરિએ શ્રી અજય પાર્શ્વનાથનું કિંચિત્ ચરિત્ર કહ્યું કે-“કોઈ શ્રેષ્ઠી જળવટ વ્યાપાર માટે સમુદ્રરસ્તે જતો હતો. દૈવયોગે અચાનક વૃષ્ટિનો ઉત્પાત થયો; તેથી કલ્પાંત કાળની જેમ પોતાના વહાણના લોકોનો સંહાર થશે એમ ઘારીને તે દુઃખ જોવાને અસમર્થ એવો તે શ્રેષ્ઠી પ્રથમથી જ મૃત્યુ પામવા માટે સમુદ્રમાં ઝંપાપાત કરવા તૈયાર થયો, તેટલામાં પદ્માવતી દેવીએ આકાશવાણીથી કહ્યું કે “આ સમુદ્રની મધ્યે સમગ્ર દુઃખરૂપી સાગરનું મંથન કરવામાં મંદરાચળ પર્વત સમાન પ્રભાવવાળી અને સમુદ્રની મેખલાના નિધિ સમાન શ્રી પાર્શ્વનાથની પ્રતિમા છે; માટે હે શ્રેષ્ઠી! નાવિક લોકો પાસે તેને સમુદ્રમાંથી બહાર કઢાવીને તેની પૂજા કરી વહાણમાં રાખીશ તો હું તારું સર્વ વિઘ દૂર કરીશ. પણ તે શ્રેષ્ઠી! તે કલ્પવૃક્ષના પર્ણની કરેલી પેટીને તું ઉઘાડીશ નહીં, તેને તેવી ને તેવી સ્થિતિમાં દ્વીપ (દીવ) બંદરે લઈ જજે. ત્યાં દિગુયાત્રાને માટે આવેલા અજય નામના રાજાને તે પેટી આપજે. તે મૂર્તિના સ્નાત્રજળથી તે રાજાને થયેલા એકસો તે સાત રોગો નાશ પામશે.” આ પ્રમાણે દેવીની વાણી સાંભળીને તે શ્રેષ્ઠીએ પોતાના માણસો પાસે તે પેટી બહાર કઢાવી અને વહાણમાં સ્થાપન કરી, તેથી સર્વ ઉપદ્રવો નાશ પામ્યા. અત્યારે પણ સમુદ્રમાં પ્રતિકૂળ વાયુને લીઘે કાંઈ ઉપદ્રવ થયો હોય તે વખતે જો અજય પાર્શ્વનાથનું ધ્યાન કર્યું હોય તો તે વહાણની જેમ મનુષ્યોને નિર્વિધ્ર રીતે સુખેથી સમુદ્રને કિનારે પહોંચાડે છે. પછી તે શ્રેષ્ઠીએ દીવબંદરે જઈને ત્યાં આવેલા અજયરાજાને પેટ સંબંધી સર્વ વૃત્તાંત કહી તે પેટી તેની પાસે મૂકી, એટલે રાજાએ ત્યાં અજય નામનું નગર વસાવી વિનયપૂર્વક તે બિંબને પેટીમાંથી બહાર કાઢી તે પુરમાં મોટું ચૈત્ય કરાવીને તેમાં તે સ્થાપન કર્યું. અને તેના સ્નાત્રજળથી તે રાજા વ્યાધિમુક્ત થયો. પૂર્વે તેનું અજય પાર્શ્વનાથ એવું નામ હતું, હાલમાં ત્યાં અજાર નામે ગ્રામ વસવાથી અજારા પાર્શ્વનાથ એવું નામ થયું છે. આ હકીક્તનો વિસ્તાર શત્રુંજયમાહાભ્યમાંથી જાણવોww.jal Jain Educagon shtehlati www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy