SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ 266 શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 5 [સ્તંભ 24 મોકલતો હતો. તેમણે તથા સંઘના મુખ્ય માણસોએ બાદશાહને સૂરિના આગમનના ખબર આપ્યા. પછી બાદશાહની આજ્ઞાથી શ્રીસંઘ મોટા ઉત્સવપૂર્વક ફતેહપુરથી બાદશાહની રાજઘાનીના શાખાપુર (ગામ બહારનું પરું) સુધી સૂરિ સાથે આવ્યો. પછી બાદશાહના કહેવાથી બાદશાહનો સર્વશાસ્ત્રસંપન્ન શેખગુરુ સૂરિને પોતાને ઘેર લઈ ગયો. ત્યાં સૂરિએ પ્રથમ તે શેખની સાથે જ ઘર્મગોષ્ઠી કરીને તે શેખના મનના દરેક સંશયો દૂર કરી તેને પ્રતિબોધ પમાડ્યો. પછી સૂરિ બાદશાહ પાસે આવ્યા, તેને બાદશાહે બહુ આદરમાનપૂર્વક અનેક પ્રશ્નો પૂછ્યા. તેના પ્રત્યુત્તરો આપીને ગુરુએ યમ, નિયમ અને જિન તીર્થાદિકનું સ્વરૂપ પ્રકાશિત કરી બાદશાહનું ચિત્ત દયાઘર્મથી સુવાસિત કર્યું. પછી બાદશાહ સૂરિને પોતાની ચિત્રશાળામાં લઈ ગયા. ત્યાં બાદશાહે ત્રણ પગથિયાંવાળા ઊંચા સિંહાસન પર બેસીને ગુરુને કહ્યું કે “હે સૂરીશ્વર! રાજાઓને બેસવા લાયક આ સભાભૂમિમાં આચ્છાદન કરેલા ગાલીચા ઉપર આપના ચરણકમળ મૂકી તેને પવિત્ર કરો.” ગુરુ બોલ્યા કે “હે રાજનું! કદાચ તેની નીચે કીડીઓ હોય, માટે અમે તેના પર પગ ન મૂકીએ.” બાદશાહે કહ્યું કે “હે ગુરુ! દેવલોકના મંદિર જેવી સ્વચ્છ આ સભામાં કીડીઓ વગેરે કાંઈ હોય જ નહીં.” ગુરુ બોલ્યા કે “અમારો આચાર જ એવો છે, માટે અમે જોયા વિના પગ મૂકતા નથી. મુમુક્ષુએ પોતાના આચરણનું ચિંતામણિ રત્નની જેમ રક્ષણ કરવું જોઈએ.” પછી બાદશાહે તે ગાલીચો ઊંચો કરાવ્યો તો તેની નીચે બાદશાહે પોતે જ અનેક કીડીઓ જોઈ, તેથી આશ્ચર્ય પામીને તેણે સૂરિની અતિ પ્રશંસા કરી. પછી વિધિપૂર્વક યોગ્ય સ્થાને બેસીને નિઃસ્પૃહ ગુરુએ ઘર્મના રહસ્યને પ્રકાશિત કર્યું. ત્યાંથી સૂરિ આગ્રામાં ચાતુર્માસ રહ્યા. ત્યાં પ્રાણીઓના ઇચ્છિત મનોરથને પૂર્ણ કરવા માટે જાણે સ્વર્ગમાંથી ચિંતામણી રત્ન આવેલું હોય નહીં એવા ચિંતામણિ પાર્શ્વનાથના બિંબને મોટા ઉત્સવપૂર્વક સૂરિએ સ્થાપન કર્યું. ચાતુર્માસ પૂર્ણ થયા પછી સૂરિ ફતેહપુર આવ્યા, ત્યાં ફરીને બાદશાહનું મળવું થયું. તે વખતે બાદશાહે રથ, અશ્વો તથા હાથી વગેરેની ભેટ આપી. ગુરુએ તે અંગીકાર કરી નહીં. ત્યારે બાદશાહે કહ્યું કે “હે સૂરીશ્વર!મારી પાસેથી કાંઈ પણ ગ્રહણ કરીને મને કૃતાર્થ કરો; કેમકે સુપાત્રના હાથ ઉપર જેનો હાથ થયો નથી (જેણે સુપાત્રને દાન આપ્યું નથી, તેનો જન્મ વનમાં રહેલા માલતીના પુષ્પની જેમ નિરર્થક છે.” આ પ્રમાણે દાનને માટે બાદશાહે વારંવાર આગ્રહ કર્યો, ત્યારે સૂરિએ પાંજરામાં પૂરેલા સર્વ પક્ષીઓને છોડી મૂકવાનું માગ્યું; એટલે બાદશાહે સર્વ પક્ષીઓને છોડી મૂક્યા, પર્યુષણમાં બાર દિવસ સુધી અમરપડહ વગડાવવાનું (અમારી પાળવાનું) ફરમાન કર્યું, તથા બાદશાહે કરાવેલું બાર કોશનું મોટું ડામર નામનું સરોવર કે જેનો સામો કિનારો પણ દ્રષ્ટિથી જોઈ શકાતો નહોતો તે સરોવરમાં રહેલા મીનાદિક જંતુઓના વઘનો સર્વથા નિષેઘ કર્યો. પછી બાદશાહે ફરીથી સૂરિને કહ્યું કે “આજથી આપની જેમ હું પણ મૃગયા વડે જીવહિંસા નહીં કરું. હું ઇચ્છું છું કે સર્વે પ્રાણીઓ મારી જેમ ઇચ્છા પ્રમાણે ફરો, હરો અને ક્રીડા કરો.” આ પ્રમાણે મૃગયા, જજિયાવેરો અને શત્રુંજયનો કર વગેરે મુકાવી દઈ, અનેક પ્રકારની પુણ્ય ક્રિયામાં તેને જોડી દઈ સૂરિએ અન્યત્ર વિહાર કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy