SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ વ્યાખ્યાન ૩૧૦] ઇન્દ્રિયજય કર્તવ્ય આ પ્રમાણેના બંધુ મુનિના ઉપદેશનાં વાક્યો સાંભળીને સુકુમારિકાએ ફરીથી ચારિત્ર ગ્રહણ કર્યું, અને નિર્મળ અંતઃકરણથી તેનું પ્રતિપાલન કરીને અનુક્રમે સ્વર્ગે ગઈ. ધીર પુરુષોને વિષે મુખ્ય એવા તે મુનિઓએ વિવિધ પ્રકારના વિષયરૂપી રથી બંઘાયા વિના જ ભ્રષ્ટ થયેલી પોતાની બહેનનો શીધ્ર ઉદ્ધાર કર્યો, અને તે પણ પાપને આલોવીને સ્વર્ગસુખને પામી.” વ્યાખ્યાન ૩૧૦ ઇન્દ્રિયજય કર્તવ્ય स्यादक्षाणां जयो त्यागात्यागोऽत्र परवस्तुषु । जनन्यादिष्वभिष्वंगं, स एव निर्जरां श्रयेत् ॥१॥ ભાવાર્થ-“ઇન્દ્રિયોનો જય, ત્યાગ કરવાથી થાય છે. ત્યાગ એટલે માતા-પિતા, સ્ત્રી વગેરે પરવસ્તુને વિષે જે અભિળંગ (રાગ) તેથી રહિત થવું તે. તે ત્યાગ જ નિર્જરાનો આશ્રય કરે છે, અર્થાત્ તેના ત્યાગથી જ નિર્જરા થાય છે.” આ પ્રસંગ ઉપર સુભાનુકુમારની કથા છે તે આ પ્રમાણે સુભાનુકુમારની કથા આ ભરતક્ષેત્રને વિષે મગધ દેશમાં સુવપ્રા નામે પુરી છે. તેમાં અરિદમન નામે રાજા હતો. તેને ઘારિણી નામે પટ્ટરાણી હતી. તેને દેવસમાન કાંતિવાળો સુભાનુ નામે કુમાર થયો હતો. તે કુમાર યુવાવસ્થા પામ્યો ત્યારે તેને તેના પિતાએ રૂ૫, લાવણ્ય અને કળાવાળી એકસો કન્યાઓ પરણાવી. તે સ્ત્રીઓની સાથે વિષયસુખ ભોગવતો સુભાનુકુમાર સુખે સુખે દિવસો નિર્ગમન કરતો હતો. એકદા શ્રી સંભવનાથ સ્વામી તે નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. તે વૃત્તાંત વનપાળે આવીને સુભાનુકુમારને કહ્યો કે “અનેક કેવળી, અનેક વિપુલમતિ, અનેક 28જુમતિ, અનેક અવધિજ્ઞાની, અનેક પૂર્વઘર, અનેક આચાર્ય, અનેક ઉપાધ્યાય, અનેક તપસ્વી, અનેક નવદીક્ષિત મુનિઓ તથા અનેક દેવદેવીઓથી પરિવરેલા સર્વજ્ઞ, સર્વદર્શી અને આકાશમાં જેમની આગળ ઘર્મચક્ર ચાલે છે એવા શ્રી સંભવનાથ સ્વામી આપણા ઉદ્યાનમાં સમવસર્યા છે.” તે સાંભળી સુભાનુકુમાર પોતાની સોએ સ્ત્રીઓ સહિત મોટી સમૃદ્ધિથી તેમને વાંદવા નીકળ્યો; અને સમવસરણમાં રહેલા પ્રભુને વંદના કરીને વિનયપૂર્વક યોગ્ય સ્થાને બેઠો. તે વખતે સ્વામીએ દેશનાનો આરંભ કર્યો કે–“સર્વ ઘર્મને વિષે મુખ્ય હેતુ પરભાવનો ત્યાગ કરવો તે જ છે. તેમાં સ્વદ્રવ્ય, સ્વ-ક્ષેત્ર, સ્વ-કાલ અને સ્વભાવપણાએ કરીને સ્થાતિ નામના પહેલા ભાંગાથી ગ્રહણ કરેલા જે આત્માના પરિણામ તે પોતાના આત્માને વિષે રહેલો સ્વઘર્મ છે. તેનો સમવાય સંબંધે કરીને અભેદ હોવાથી તે આત્મઘર્મ તજવા યોગ્ય નથી; પણ અનાદિ કાળથી ચાલ્યા આવતા મિથ્યાદ્રષ્ટિપણાએ કરીને કુદેવાદિકને વિષે આસક્તિ વગેરે જે અપ્રશસ્ત ભાવ છે તેના ગ્રહણનો ત્યાગ કરવો યોગ્ય છે. તેમાં નામથી ત્યાગ શબ્દના આલાપ રૂપ છે. શાસ્ત્ર, યતિઘર્મ અને જિનપૂજા વગેરેમાં સ્થાપન કરેલો ત્યાગ તે સ્થાપના ત્યાગ છે. બાહ્યવૃત્તિથી ઇન્દ્રિયોના અભિલાષનો, આહારનો અને ઉપાથિ વગેરેનો જે ત્યાગ કરવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy