SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૧૦૯] પરિગ્રહ એ પાપનું મૂળ છે ૧૪૫ સુવર્ણપુરુષ બોલ્યો કે, ‘હું અર્થ છું પણ અનર્થને આપનાર છું.' તે સાંભળી તેઓએ ભય પામીને તેનો ત્યાગ કર્યો. પરંતુ સોનીથી તેનો લોભ મુકાયો નહીં, એટલે સોનીએ તે પુરુષને ‘પડ’ એમ કહ્યું, એટલે તે પડ્યો. સોનીએ બીજાઓથી છાનો તેને એક ખાઈમાં ગોપવ્યો, પણ સર્વની દૃષ્ટિ તેના પર પડી. પછી આગળ ચાલતાં બે જણ કોઈ ગામની બહાર રહ્યા અને બે જણને ગામમાં ભોજન લેવા મોકલ્યા. જે બે બહાર રહ્યા હતા તેમણે ચિંતવ્યું કે, ‘આપણે ગામમાં ગયેલા બે આવે કે તેમને મારીને પેલું સુવર્ણ લેવું.' બે જણા જે ગામમાં ગયા હતા તેમણે ચિંતવ્યું કે, ‘આપણે અન્નમાં વિષ ભેળવીને લઈ જવું કે જે ખાઈને બહાર રહેલા બે મૃત્યુ પામે તો આપણને બેને બધું સુવર્ણ મળે.’ આવા વિચારથી તેઓ વિષાન્ન લઈને બહાર આવ્યા. જેવા તેઓ પેલા બેની પાસે આવ્યા કે તે બન્નેએ સંકેત પ્રમાણે તેમને ખડ્ગથી મારી નાખ્યા. પછી પેલું વિષાન્ન તેઓ જમ્યા એટલે તેઓ પણ મૃત્યુ પામ્યા. આ પ્રમાણે ચારે મૃત્યુ પામ્યા. આવી જે ઋદ્ધિ તે પાપર્દિ સમજવી. ઉપરનું દૃષ્ટાંત સાંભળી ભવિ પ્રાણીઓએ હંમેશાં પોતાની સમૃદ્ધિ ધર્મકાર્યમાં વાપરવી. ‘મારી પાસે અલ્પ ઘન છે' ઇત્યાદિ કારણને લઈને ધર્મકાર્ય કરવામાં વિલંબ કરવો નહીં. કહ્યું છે કે, देयं स्तोकादपि स्तोकं, नव्यपेक्षो महोदयः । इच्छानुसारिणी शक्तिः, कदा कस्य भविष्यति ॥ १॥ ભાવાર્થ-થોડામાંથી થોડું પણ ધર્મકાર્યમાં વાપરવું, વધારે દ્રવ્ય થવા ઉપર મુલતવી રાખવું નહીં. કારણ કે ઇચ્છા પ્રમાણે દ્રવ્યની શક્તિ વધારે થશે તેનો કાંઈ નિશ્ચય નથી.’’વળી કહ્યું છે કે स्वकार्यमद्यकुर्वीत, पूर्वाह्णे वापराह्निकं । नहि प्रतीक्षते मृत्युः, कृतं वा ह्यनयाऽकृत ॥१॥ ભાવાર્થ-‘આવતી કાલનું કામ આજ કરવું, અને મધ્યાહ્ને કરવાનું હોય તે સવારે કરવું, કારણ કે મૃત્યુ એવી રાહ જોતું નથી કે આણે કર્યું છે કે નથી કર્યું?'' કેટલાક જીવો કૃપણતાથી દ્રવ્યની હાનિના ભય વડે ધર્મકાર્યમાં દ્રવ્યનો વ્યય કરતા નથી તેમજ પરિગ્રહનું પરિમાણ પણ કરતા નથી, તેથી તેઓ ચક્રીપણા વગેરેની ઊંચી પદવીને પામતા નથી; પરંતુ અતિ લોભથી પરાભવ પામીને અશોકચંદ્રની જેમ નરકે જાય છે. ઘણા પુરુષો ઘનની ઇચ્છાથી પારાવાર દુઃખને પામ્યા છે.’' આ પ્રમાણે ગુરુના વાક્યથી તે બન્ને ભાઈઓ પ્રતિબોઘ પામ્યા. પછી તે બન્ને ભાઈઓ પાંચમું વ્રત અંગીકાર કરી નિરતિચારપણે પાળીને સ્વર્ગે ગયા. જે પ્રાણીઓ પરિગ્રહમાં આસક્ત હોય છે તેઓ નિર્દયપણાથી અસત્ય, ચૌર્ય વગેરે અનેક પાપો આચરે છે, અને તેથી કરીને તેઓ સંસારસમુદ્રમાં અધોગમન કરે છે, માટે ઉત્તમ પુરુષોએ આ વ્રતને અવશ્ય ગ્રહણ કરવું કે જેથી શિવપદને પ્રાપ્ત થવાય.’ ,, 000 ભાગ ૨-૧૦) Jain Education International વ્યાખ્યાન ૧૧૦ પ્રથમ ગુણવ્રત–દિગ્વિરતિ दशदिग्गमने यत्र, मर्यादा क्वापि तन्यते । दिग्विरताख्यया ख्यातं, तद्गुणव्रतमादिमम् ॥ १॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002171
Book TitleUpdeshprasad Part 2
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy